National

મહારાષ્ટ્રમાં 40 મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી, 12ના દર્દનાક મોત

મહારાષ્ટ્ર: મુંબઈ (Mumbai) પુણે ઓલ્ડ હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. મહારાષ્ટ્રના રાયગઢના (Raigadh) ખોપોલી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક બસ 150 ફૂટ  ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત (Death) થયા છે. મળતી માહિતી મુજબ, રાયગઢના ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિરની પાછળ હાઈવે પરથી જઈ રહેલી એક ખાનગી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં 35 થી 40 લોકો સવાર હતા. રાયગઢના એસપીએ માહિતી આપી છે કે ખોપોલી વિસ્તારમાં એક બસ ખીણમાં પડી જવાથી અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. હાઈકર્સ ગ્રુપ, આઈઆરબીની ટીમ અકસ્માત પીડિતોની મદદ માટે છે. ખાનગી હોસ્પિટલોના ડોકટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી છે. ક્રેન સાથે દોરડું બાંધીને બસને બહાર કાઢવામાં આવી રહી છે. સ્થળ પર સ્થાનિક પોલીસ, એમ્બ્યુલન્સ, ડોક્ટરોની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. સ્થાનિકોએ દોરડાની મદદથી લગભગ 25 જેટલા લોકોનો જીવ બચાવ્યો હતો. જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ખંડાલા અને ખોપોલી વચ્ચે જૂના નેશનલ હાઈવે પર શિંગરોબા ઘાટ પરથી ઉતરતી વખતે આ અકસ્માત થયો હતો. ઘટનાનું કારણ સ્પષ્ટ નથી, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે જોડાયેલા લોકો બસમાં બેઠા હતા જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.

સીએમ શિંદેએ 5 લાખના વળતરની જાહેરાત કરી હતી
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ જૂના મુંબઈ-પુણે હાઈવે પર બસ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો, રાયગઢના કલેક્ટર અને એસપી અને બચાવ કામગીરીમાં લાગેલી ટીમ સાથે પણ વાત કરી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મૃતકોના નજીકના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને ઘાયલોને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે.

ગોરેગાંવ (મુંબઈ)ના બાજી પ્રભુ વડાક ગ્રુપ (સિમ્બલ ટીમ) એક ખાનગી બસમાં પૂણેમાં કાર્યક્રમ પૂરો કરીને ગોરેગાંવ જઈ રહ્યા હતા. રાયગઢના પોલીસ અધિક્ષક સોમનાથ ખરગેએ જણાવ્યું કે આ સમયે અકસ્માત થયો હતો. બસ પૂણેથી મુંબઈ જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધીમાં 25 ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 15 થી 20 મુસાફરો ખીણમાં ફસાયેલા છે. આ બસમાં કુલ 40 થી 45 મુસાફરો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

Most Popular

To Top