Sports

રોમાંચક મેચમાં ચેન્નાઇએ આરસીબીને 8 રને હરાવ્યું

બેંગલુરૂ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી 24મી મેચમાં ડેવોન કોનવે અને શિવમ દુબેની આક્રમક અર્ધસદીઓ ઉપરાંત બંને વચ્ચેની 80 રનની તેમજ કોનવે અને અજિંક્ય રહાણે વચ્ચેની 70 રનની મહત્વપૂર્ણ ભાગીદારીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સે (CSK) 6 વિકેટે 226 રન બનાવીને મુકેલા 227 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફાફ ડુ પ્લેસિ અને ગ્લેન મેક્સવેલની તોફાની બેટીંગ છતાં જીતથી 9 રન છેટી રહી ગઇ હતી.

  • ડેવોન કોનવે અને શિવમ દુબેની આક્રમક અર્ધસદીઓ ઉપરાંત બંને વચ્ચેની 80 રનની ભાગીદારીએ ચેન્નાઇને 6 વિકેટે 226 રન પર પહોંચાડ્યું
  • ફાફ ડુ પ્લેસિ અને ગ્લેન મેક્સવેલની આક્રમક બેટીંગ અને શતકીય ભાગીદારી છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 8 વિકેટે 218 રન સુધી જ પહોંચ્યું

લક્ષ્યાંક આંબવા મેદાને ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. જો કે ફાફ ડુ પ્લેસી અને ગ્લેન મેક્સવેલે તોફાની બેટીંગ કરીને 126 રનની ભાગીદારી કરીને ટીમ માટે જીતની સંભાવના ઊભી કરી હતી. મેક્સવેલે 36 બોલમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 76 રન કરીને જ્યારે ડુ પ્લેસિ 33 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 62 રન કરીને આઉટ થયા હતા. આ બંનેની વિકેટ પડ્યા પછી આરસીબીની જીતની સંભાવના ઘટી હતી અને અંતે તેઓ 8 વિકેટે 218 રન સુધી જ પહોંચી શક્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ચેનાઇ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી જો કે તે પછી કોનવે અને રહાણેએ મળીને બીજી વિકેટની ભાગીદારીમાં 70 રન ઉમેર્યા હતા. રહાણે 20 બોલમાં 37 રન કરીને આઉટ થયો હતો. કોનવેએ તે પછી દુબે સાથે મળીને 80 રનની ભાગીદારી કરી હતી. કોનવે 45 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 83 રન કરીને જ્યારે દુબે 27 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 52 રન કરીને આઉટ થયો હતો. મોઇન અલી 19 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top