Sports

વેંકટેશ અય્યરે સચિનના દિકરા અર્જુન તેંડુલકરની કારકિર્દી શરૂ થાય તે પહેલા જ તેનો અંત લાવ્યો

આઈપીએલમાં (IPL) સચિન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરની એન્ટ્રી થઈ છે. પ્રથમ મેચમાં તેણે બોલીંગ કરી પોતાનું ખાતુ ખોલાવ્યું છે. જોકે તેની પ્રથમ મેચમાં (Match) જ એવું થયું કે તેના કેરિયર પર સવાલ ઉભા થયા છે. IPL 2023ની 22મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (MI vs KKR) વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી કે જેના કારણે અર્જુન તેંડુલકરની કારકિર્દી શરૂ થાય તે પહેલા જ ખતમ થઈ જશે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી.

  • IPL 2023ની 22મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી
  • જ્યારે અર્જુન તેંડુલકર બોલિંગ કરી રહ્યો હતો તે સમયે વેંકટેશ ઐયરે છગ્ગો ફટકાર્યો હતો

આ મેચમાં એમઆઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 17.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. આ ઘટના 2.5 ઓવર વખતે થઈ જ્યારે અર્જુન તેંડુલકર બોલિંગ કરી રહ્યો હતો. તેણે વેંકટેશ ઐયર તરફે બોલિંગ કરી હતી. જેના પર ઐયરે છગ્ગો ફટકાર્યો હતો. આ છગ્ગો એવો હતો કે તેને જોઈને બધા ચોંકી ગયા હતા. લોકોનું કહેવું હતું કે જો અર્જુન આમ જ ફટકા ખાતો રહેશે તો તેની કારકિર્દી શરૂ થાય તે પહેલા જ ખતમ થઈ જશે. તેનો સિક્સ ખાતો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે તેને પોતાની ડેબ્યૂ મેચમાં માત્ર 2 ઓવર નાખવાનો મોકો મળ્યો હતો. તેણે 2 ઓવરમાં માત્ર 17 રન આપ્યા હતા. અર્જુન તેંડુલકર ઘણા સમયથી તેના ડેબ્યુની રાહ જોઈ રહ્યો હતો પરંતુ ઘણા વર્ષો પછી તેને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અર્જુન તેંડુલકર છેલ્લા ત્રણ વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. વર્ષ 2021માં મુંબઈએ તેને હરાજીમાં ખરીદ્યો હતો. તે પછી તેને 2023 ની કેટલીક મેચો પછી ડેબ્યૂ કરવાની તક મળી હતી. જો કે હવે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલની શરૂઆત કરી છે. હવે અર્જુન તેંડુલકર માટે આગામી પડકાર એ રહેશે કે ટીમમાં પોતાનું સ્થાન કેવી રીતે જાળવી રાખવું.

Most Popular

To Top