Dakshin Gujarat

બારડોલી નજીક નશામાં ધૂત કારચાલકે અડફેટે લેતાં વાલોડના બાઇકચાલકનું મોત

બારડોલી: (Bardoli) બારડોલીના વાંકાનેર નજીક નશામાં ધૂત કારચાલકે (Car Driver) એક મોટરસાઇકલ (Motorcycle) ચાલકને અડફેટે લેતાં મોટરસાઇકલ સવાર વૃદ્ધનું મોત થયું હતું. આ અંગે બારડોલી ગ્રામ્ય પોલીસે (Police) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • નશામાં ધૂત કારચાલકે અડફેટે લેતાં વાલોડના બાઇકચાલક ખેડૂતનું મોત
  • બારડોલી ખાતે રહેતી દીકરીને મળી પરત ફરતી વેળા અકસ્માત નડ્યો

વાલોડના દેલવાડા ગામે રહેતા ઠાકોરભાઈ નાથુભાઈ પટેલ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારે તેઓ પોતાની મોટરસાઈકલ નં.(જીજે 26 કે 8655) લઈ બારડોલી ખાતે રહેતી તેમની દીકરી રસ્મિતાને મળવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બારડોલી-વાલોડ રોડ પર વાંકાનેર ગામની સીમમાં ઇસરોલિયા ફાર્મ પાસે સામેથી પૂરઝડપે આવતી વેગન આર કાર નં.(જીજે 5 સીએસ 6242)ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી ઠાકોરભાઈની મોટરસાઇકલને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા થતાં ઠાકોરભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. કારચાલક નશો કરેલી હાલતમાં હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસે મૃતકના નાના ભાઈ શાંતુભાઈ પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ખોલવડ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં વૃદ્ધનું મોત
કામરેજ: મૂળ જૂનાગઢના વતની અને હાલ એ.કે.રોડ સ્વેતા સોસાયટીમાં મકાન નં.27માં રહેતા ધીરૂ મોહન મહેતા (ઉં.વ.71) રવિવારે સાંજે 6 કલાકે પોતાના વતન જવા માટે નીકળ્યા હતા. કામરેજના ખોલવડ ગામની હદમાં મુંબઈ-અમદાવાદ જતાં નેશનલ હાઈવે નં.48 ઉપર બસની રાહ જોઈ ઊભેલા વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માત થતાં વૃદ્ધની ઓળખ ન થતાં ખિસ્સામાંથી પુત્રની ડેરીનો વિઝિટિંગ કાર્ડ નીકળતાં પોલીસે તપાસ કરતાં ઓળખ થઈ હતી.

Most Popular

To Top