SURAT

સુરતમાં રોંગ સાઇડથી પૂરઝડપે આવતા ડમ્પરે બાઇક પર જતા બે યુવકોને અડફેટે લેતા એકનું મોત

સુરત: (Surat) ડિંડોલીમાં રોંગ સાંઈડથી પૂરઝડપે આવેલા ડમ્પરના ડ્રાઇવરે (Driver) બાઇક (Bike) પર જતા બે યુવકોને અડફેટે લીધું હતું. તેના કારણે એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકના બે મહિના પહેલા જ લગ્ન (Marriage) થયા હતા.

  • ડિંડોલીમાં રોંગ સાઇડથી પૂરઝડપે આવેલા ડમ્પરના ડ્રાઇવરે બાઇક પર જતા બે યુવકોને અડફેટે લેતા એકનું મોત
  • મરનાર યુવક કડોદરામાં રહેતી બહેનના ખબર-અંતર પૂછીને પરત સુરત આવી રહ્યા હતો

ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર વેડરોડ પર ગજાનંદ પાર્કમાં રહેતો મયુર ગુલાબ બાગુલ( 25 વર્ષ) રત્ન કલાકાર છે. મૂળ મહારાષ્ટ્રના મયુરના માતા-પિતા વતન રહેતા હતા. મયુરના બે મહિના પહેલા લગ્ન થયા હતા. તેની પત્ની પણ ગામ રહેતી હતી. મયુરની બહેન કડોદરામાં રહે છે. ગતરોજ મયુર તેના મિત્ર નયન અવિનાશ યાદવ સાથે નયનની બાઇક પર કડોદરામાં રહેતી બહેનના ખબર-અંતર પૂછવા માટે ગયો હતો. બપોરે ત્રણેક વાગે તે બહેનના ઘરેથી પરત આવી રહ્યો હતો.બાઇક મયુર ચલાવી રહ્યો હતો. તે કડોદરાથી ચલથાણ વાળા કેનાલ રોડ પરથી આવી રહ્યો હતો.ડિંડોલીમાં મધુરમ સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે સામેથી એક ડમ્પરના ડ્રાઇવરે રોંગ સાઇડથી પૂરઝડપે અને બેદરકારીથી આવીને મયુર અને નયની બાઇકને ટક્કર મારી હતી. બંને નીચે પટકાયા હતા. મયુરને માથામાં ગંભીર ઇજા થઈ હતી. 108ને જાણ કરતા એમ્બ્યૂલન્સ આવી આવી હતી. 108ના સ્ટાફે મયુરને મૃત જાહેર કર્યો હતો. ડિંડોલી પોલીસે ડમ્પરના ડ્રાઇવર વિરુદ્ધ ગુના દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

અલથાણ ધીરજસન્સ પાસેથી નશાની હાલતમાં મળેલો દલાલ ઓનલાઈન સટ્ટો રમાડતો હતો
સુરતઃ અલથાણ પોલીસે ગઈકાલે રાત્રે ધીરજસન્સ પાસેથી એક વ્યક્તિને નશાની હાલતમાં પકડી હતી. તેની અંગઝડતીમાં મોબાઈલ ફોનમાં તપાસ કરતા તે ઓનલાઈન સટ્ટો રમાડતો હોવાની જાણ થતા અલથાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અલથાણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અલથાણના ધીરજસન્સ પાસે એક વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને તેણે તેનું નામ સંજય લાલબહાદુરસિંહ રાજપૂત હોવાનું અને તે ફ્લેમીંગો નેસ્ટ ઓર્સીટની બાજુમાં ભીમરાડ ખાતે રહીને દલાલી કરતાં હોવાનું જણાવ્યું હતું. તેની અંગઝડતી કરતા તેના આઈફોનમાં રાધે એક્સચેન્જની આઈડી ચાલુ હતી. આઈડીમાં ક્રિકેટ, ટેનીસ, ફૂટબોલ, ક્રિકેટ કસીનો, લાઈવ ગેમ, જેકપોટ વગેરે ઓનલાઈન રમાતી ગેમોની એપ્લીકેશનો ચાલુ હતી. પૂછપરછ કરતા તેને આ આઈડી વિષ્ણુ નામના વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયામાં લીધી હોવાની કબૂલાત કરી હતી. તેની પાસેથી મોબાઈલ ફોન સહિત કુલ 50 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

Most Popular

To Top