Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : અકોટા વિસ્તારના અનુરાગ ફ્લેટમાં રહેતું બાળકો ઘરમાં કોઇ કહ્યા વગર ક્યાં નીકળું જતા પરિવાર ચિંતન બન્યો હતો. પરિવારે શોધખોળ કરવા છતાં મળ્યુ ન હતું. પરંતુ જે પી પોલીસ મથકની શી ટીમે બાળકનું ગણતરીના કલાકોમાં જ શોધી કાઢીને પરિવારને સોંપવામાં આવ્યું હતું. જે.પી.રોડ શી ટીમ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન શી ટીમને માહિતી મળી હતી કે એક બાળક નામે આરવ અખિલેશ યાદવ (ઉં.વ.૫) રહે.મ.નં- ૧૩૦ અનુરાગ ફલેટ વી.૦૨ કલ્યાણ સોસાયટી સામે અકોટા, ઘરેથી સવારના કલાક ૧૧.૩૦ વાગે ઘરમાં કોઇને કહ્યા વગર ક્યાંક નીકળી ગયું છે.

જેથી શી ટીમ દ્વારા તાત્કાલિક બાળકની માહિતી મેળવી આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યાં હતા. ટીમે દ્વારા આજુબાજુના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. દરમ્યાન જણાવ્યા મુજબના વર્ણનવાળુ બાળક વિસ્તારમાં જણાય આવતા શી-ટીમે ઘટના સ્થળે પહોંચી જઇને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ગુમ થયેલા બાળક આરવ યાદવ જ હોવાનું પુરવાર થયું હતું. જેથી ટામે બાળકનો કબજો મેળવી પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પોલીસ મથકમાં બાળકના પિતા અખિલેશ યાદવ તથા માતા સરિતા યાદવને સાથે રાખી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. જેપી રોડની શી ટીમે બાળકને પોતાના પરિવાર સાથે મેળાપ કરાવતા લાગણી સભર દ્રશ્ય સર્જાયા હતા. આમ શી ટીમે પરીવારથી વિખુટી પડેલ બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

To Top