Business

વડોદરાના મયંક બ્રહ્મભટ્ટને એક્ટ્રેસ અમીષા પટેલના હસ્તે ગુજરાત બીઝનેસ ઍક્સીલેન્સ એવોર્ડ એનાયત


38 શ્રેષ્ઠ ઉદ્યોગકારો ઉદ્યોગકારો તથા વ્યાપારીઓને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
વડોદરા : ગુજરાત દિન નિમિતે સ્મોલ અને મીડીયમ સ્કેલ ના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા અને તેમના દ્વારા થયેલા ઉત્કૃષ્ટ કાર્યો ને બિરદાવવા ઉદ્દેશ્યથી અજીત ઝોન ના સહયોગ દ્વારા મેનેજમેન્ટ ગુરુના સંચાલક જય પાંડે અને ટીમે સુરત ખાતે ગુજરાત બીઝનેસ ઍક્સીલેન્સ એવોર્ડ સેરેમનીના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં કર્યું. જેમાં ઉદ્યોગકારો તથા વ્યાપારીઓને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.જેમાં વડોદરાના યુવાન ઉદ્યોગ સાહસિક મયંક બ્રહ્મભટ્ટનું પણ અમીષા પટેલના હસ્તે એવોર્ડ આપી સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં વિવિધ 25થી વધુ કેટેગરી ના 38 થી વધુ સર્વ શ્રેષ્ઠ ઉદ્યોગકારો અને વ્યાપરીઓને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલજાણીતી બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ ના હસ્તે એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન (ફોગવા)ના પ્રમુખ અશોક જીરાવાલા અને કન્સલ્ટન્સી એન્ડ રિસર્ચ સોલ્યુશન્સના ડિરેક્ટર મૃગેશ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top