Madhya Gujarat

ભ્રષ્ટાચારના પાપે ફતેપુરામાં વિકાસ ખોવાઇ ગયો

ફતેપુરા: એક બાજુ વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશનને લઈને પહેલ કરી રહ્યા છે ઘેર ઘેર શૌચાલય બનાવવા માટે નવી સ્કીમો આપી રહ્યાં છે લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા ન કરે તે માટે મોટી-મોટી જાહેરાતો કરે છે ત્યારે ફતેપુરામાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ફતેપુરામાં ચારેબાજુ ગંદકી જ જોવા મળી રહી છે ફતેપુરા માં પ્રવેશ તાજ સરકારી હોસ્પિટલ ની પાસે વાત્સલ્ય સ્કૂલની આગળ એટલી બધી ગંદકી છે કે ઉભા પણ રહી શકો નહીં અને તેના પાછળ વાત્સલ્ય સ્કૂલ આવેલી છે તો ત્યાં ભણતા બાળકોની હાલત શુ હશે?

બીજું કે ફતેપુરામાં પીવાના પાણી માટે પાણીના ટાંકાની સંગ્રહની ક્ષમતા ઓછી હોવાનો કારણે ગ્રામ પંચાયત દ્વારા ભાણસીમલ જૂથનું ફિલ્ટર પાણી ફતેપુરા વાવડી પાસે આવેલ કુવામાં નાખે છે અને આ કૂવામાં ખૂબ જ ગંદકી છે કુવાના પાસે આવેલી વાવડી માં વર્ષોથી કેટલાયે ઢોર ઢાકરો મરેલા છે અને અસહ્ય ગંદકી તેમાં છે અને તેનું પાણી પણ આ કૂવામાં આવે છે તો આ ભાણા સિમલનું અને કુવાનું પાણી ભેગું મળી સંમ્પમાં ચડાવી અને ટાંકામાં ચઢાવવામાં આવે છે અને નળ વાટે બજારમાં આપવામાં આવે છે આ છે વિકાસ, ફતેપુરા બજારના ચારે બાજુના રસ્તાઓ તૂટી ગયેલ છે અમુક જગ્યાએ રસ્તાઓ રિપેર કરવામાં આવેલા તેમાં પણ પીડબ્લ્યુડી વાળા ઓએ ઘરના પૈસા ખર્ચીને રીપેરીંગ કામ કર્યું હોય.

તેવું જોવાઈ રહ્યું છે આ છે વિકાસ, બીજું ભૂગર્ભ ગટર યોજના ફેલ થઈ ગયેલ છે તો બહારની ગટરો ન હોવાના કારણે ફતેપુરા બજાર ની અંદર પાણી જ પાણી ચારે બાજુ જોવા મળે છે અને તેનાથી ગંદકી થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને મેલેરિયા ડેન્ગ્યુ ના કેશો દિવસે દિવસે વધી રહ્યા છે આ છે વિકાસ, બીજું કે ફતેપુરા બસ સ્ટેશન બહારનો રોડ બનાવે લ છે તે પણ અધુરો મુકેલ છે અને ફતેપુરા બાયપાસ ઉપર બનાવેલ રોડ તે પણ અધૂરો મુકેલ છે આ બધા કાર્યો પૂરા કરવા એવી લોક લાગણી ઓ ચર્ચાઈ રહી છે.

આજુબાજુના લોકોને તેમજ બહારથી આવતા વેપારી વર્ગ તેમજ મુસાફરોને ફતેપુરા નગરમાં જાહેર શૌચાલય ન હોવાના કારણે શૌચ ક્રિયા કરવા માટે ખુલ્લામાં જવું પડતું હોય છે તેના કારણે આજુબાજુના વિસ્તારમાં ગંદકી ફેલાઈ ગઈ છે તો બીજી બાજુ પાછલા પ્લોટ વિસ્તારની ગળીમાં ઘંટી પાસે પણ લોકો ખુલ્લામાં સોચ કરવા બેસી જાય છે પારા વાર ગંદકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તાલુકા મથક બન્યાને કેટલા વર્ષો વીતી ગયા છે જાહેર શૌચાલય ફતેપુરા તાલુકા થી ન બન્યું ફતેપુરા ગ્રામ પંચાયત માં કામગીરી ઓ ના થઈ છતાં અમુક જગ્યાઓએ કામગીરી બતાવીને ભ્રષ્ટાચાર થયેલ છે તેવું લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે અને ગ્રામજનોની પ્રાર્થના છે કે વિકાસના કામો અને જાહેર શૌચાલય બને તેવી લોક માંગ છે.

Most Popular

To Top