Vadodara

હુમલાખોરોને શોધવા પોલીસના હવામાં બાચકાં

વડોદરા : અમિતનગર સર્કલ પાસે વાહનના ઉભુ રાખવાના રૂપિયા આપવા મુદ્દે અમદાવાદના યુવક પર માથાભારે ભરવાડોએ લાકડીઓથી હુમલો કર્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત યુવકે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જોકે ફરિયાદને આજે 7 દિસવ થવા આવ્યા છતાં પોલીસ દ્વારા મગનું નામ મરી પાડતી નથી. પોલીસ દ્વારા ભરવાડોને રીતસરના છારવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હરણી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર એવા અમિતનગર સર્કલ પાસેથી વડોદરાથી અમદાવાના સુધીની મુસાફરોને વરધી માટે ખાનગી વાહનો ગેરકાયદે ઉભા રહેતા હોય છે. સવારથી સર્કલ પર વાહનોને મેળાવડો જામે છે. ક્યારેક ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોવાની વિસ્તારના લોકોમાંથી માહિતી મળી છે. પરંતુ આ સર્કલ પર વાહન ઉભુ રાખવા માટે ચાલકો પાસેથી માથાભારે ભરવાડો દ્વારા હપ્તા ઉઘરાવતા હોવાનું જાણવા મળ્યું છે અને આ ઉઘરાવવામાં આવેલી રકમમાં પોલીસની પણ ભૂમિકા હોવાનું ચર્ચા ઉઠી છે. જો કોઇ અ્ન્ય વાહન ચાલક ચાર રસ્તા પાસે આવીને વાહન ઉભુ રાખી મુસાફરો બેસાડે તો તેને ધમકાવીને તેની ગાડીમાંથી રીત સરના પેસેન્જર ઉતારી દેવામાં આવે છે.

6 આક્ટોબરે અમિતનગર સર્કલ પાસે અમદાવાદનો યુવક ધવલ હાડા પોતાની ગાડી લઇને પેસેન્જર ભરવા માટે ઉભો હતો. તે દરમિયાન બપોરના સમસે છોટુ (ભરત) ભરવાડ તેની કારમાં લાકડીઓને લઇ આવી ધવલને જણાવ્યું હતું કે તારે અહિયા ગાડી ઉભી રાખવી નહીં તેમ કહી ગાળો બોલી હુમલો કર્યો હતો.ત્યારબાદ દિપક અને ભરત (લમ્બુ) સહિત 11 ભરવાડોના ટોળાએ યુવકને ઢોર માર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા એસએસજીમાં ખસેડ્યો હતો. જોકે ઈજાગ્રસ્ત યુવકે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ ફરિયાદને આજે 7 દિવસ થઇ ગયા હોવા છતાં પોલીસ જામે હવામાં બાજકા મારતી હોય તેમ હુમલાખોર ભરવાડોનું પગેરું મેળવી શકી નથી. પોલીસ કહે છે ટીમો બનાવી શોધખોળ કરી રહી છે તો પછી આજ સુધી નામ જાહેર થયા હોવા છતાં તેમની સરનામા પોલીસ મેળવી શકી નથી.તો પછી ફરિયાદમાં નોંધાયેલા વધુ 8 હુમલાખોરોને નામ ક્યારે મેળવવામાં આવશે ? પોલીસ અધિકારીઓ દ્વારા ભરવાડો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની જણાવવામાં આવી રહ્યું છે. જેને લઇને વિસ્તારના લોકોમાં પોલીસ દ્વારા ભરવાડોને છાવરવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇનો ફોન પર સંપર્ક કરતા તેઓ ફોન રીસીવ કર્યો ન હતો.

Most Popular

To Top