Vadodara

વડોદરા : મોડી રાત્રે જોય ઈ-બાઈક કંપનીના સ્ક્રેપના શેડમાં ભીષણ આગ

5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓએ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

ગત ફેબ્રુઆરીમાં મહિનામાં જોય ઈ-બાઈક કંપની અને તેના માલિકના ઘરે IT ના દરોડા પડ્યા હતા દરોડા

( પ્રતિનિધિ ) વડોદરા તા.1

વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલ જોય ઈબાઇક બનાવતી કંપનીમાં મોડી રાત્રે અચાનક આગનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. આ બનાવને લઈ તાત્કાલિક ફાયર વિભાગની તો સ્થળ પર પહોંચી ભીષણ આગને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેર નજીક આવેલ આજવા સિગ્મા કોલેજ રોડ પર જોય ઇ બાઇક બનાવતી કંપનીમાં આગની માહિતી ફાયર વિભાગને રાત્રે 12 વાગે કોલ મળ્યો હતો. કંપની ઇલેકટ્રીક વાહનો અને ડ્રાય બેટરીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. જો કે આ આગ કંપનીમાં આવેલ કમ્પાઉન્ડના 3 શેડમાં પડેલ સ્ક્રેપના મટીરીયલમાં લાગી હોવાનું કંપનીના પ્રોડકશન ઈન્ચાર્જએ જણાવ્યું હતું. આ આગનો કોલ મળતા પાણીગેટ, દાંડિયાબજાર, ઇઆરસી, જીઆઇડીસી અને છાણી ટી પી 13 ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પોહચી 5 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં મેળવી હતી. આગના બનાવમાં પ્લાસ્ટિક મટીરીયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

કંપનીના પ્રોડકશન વિભાગના ઈન્ચાર્જ આલોકભાઈએ જણાવ્યું હતું કે આ આગ રાત્રે 11 વાગ્યા પછી લાગી હતી અને અમે ફાયર વિભાગને જાણ કરી હતી. આ આગ કંપની સામે આવેલ સ્ક્રેપ મટીરીયલમાં લાગી હતી. જેમાં કંપનીમાં ન ઉપયોગી મટીરીયલ ત્યાં સ્ટોર કરવામાં આવતું હતું. અહીંયા ત્રણ શેડ બનાવેલ હતા અને ત્યાં અચાનક આગ લાગી હતી. આ તમામ મટીરીયલ બળીને ખાખ થઈ ગયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં ગત ફેબ્રુઆરીમાં મહિનામાં કંપની અને તેના માલિકના ઘરે IT ના દરોડા પડ્યા હતા.

Most Popular

To Top