National

લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ શા માટે કરાઈ? સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો સવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Delhi CM Arwind Kejriwal) કથિત દારૂ નીતિ કૌભાંડમાં ED દ્વારા ધરપકડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે એટલેકે 30 એપ્રિલે સુનાવણી પૂર્ણ થઈ હતી. હવે આગામી સુનાવણી શુક્રવારે થશે. આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ EDને ઘણા સવાલો પૂછ્યા હતા જેમાં તેમણે સામાન્ય ચૂંટણી પહેલા ધરપકડના સમય વિશે પૂછ્યું હતું? કોર્ટે પૂછ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ શા માટે? કોર્ટે ઈડીને અનેક તીખા સવાલો કર્યા હતા.

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કેજરીવાલની ધરપકડના સમય પર સવાલો ઉઠાવ્યા હતા. બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના વકીલ એએસજી એસવી રાજુને પૂછ્યું કે લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ શા માટે કરવામાં આવી? સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તમે તેને નકારી શકો નહીં. કોર્ટે કહ્યું કે ખાતરી કરો કે કોણ દોષિત છે તે નક્કી કરવા માટેના ધોરણો સમાન છે. કાર્યવાહીની શરૂઆત અને ધરપકડ વગેરે વચ્ચે આટલું લાંબું અંતર કેમ છે? કોર્ટે 5 પ્રશ્નોના જવાબો સાથે સુનાવણીની તારીખ 3 મે પર રાખી હતી.

અગાઉ 29 એપ્રિલે થયેલી સુનાવણીમાં બેન્ચે કેજરીવાલને પૂછ્યું હતું કે તેમણે ED દ્વારા મોકલવામાં આવેલી નોટિસની અવગણના કેમ કરી? તમે ધરપકડ અને રિમાન્ડ વિરુદ્ધ અહીં આવ્યા છો. તમે જામીન માટે ટ્રાયલ કોર્ટમાં કેમ ન ગયા. તેના પર કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ધરપકડ ગેરકાયદે છે. EDના વકીલ એસવી રાજુએ કહ્યું કે તેમણે અગાઉની કસ્ટડીનો વિરોધ પણ કર્યો ન હતો.

Most Popular

To Top