Dakshin Gujarat

નર્મદાની પરિક્રમા કરનાર શ્રદ્ધાળુઓ ખાસ સાચવજો: તિલકવાડામાં 4 યુવાન પર મગરનો હુમલો

ભરૂચ: (Bharuch) નર્મદા જિલ્લામાં (Narmada District) ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા એટલે આદ્યાત્મિક્તા સાથે પ્રકૃતિ નજીક જવાનો આનંદ. પરંતુ આ પરિક્રમા દરમિયાન શ્રધ્ધાળુઓને મગરથી તકેદારી રાખવા તાકિદ કરવામાં આવી છે કેમકે રવિવારે તિલકવાડા વાડિયા ગામ પાસે આવેલ નર્મદા નદીમાં નાહવા પડેલા ૪ યુવાનો પર મગરનો હુમલો થયો હતો. યુવાનનો પગ પકડી ખેંચી જતા હિંમતવાન યુવાને મગરનું મોઢું ખોલી પગ કાઢી પોતાનો જીવ બચાવી લીધો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સરકારી હોસ્પિટલ તિલકવાડામાં ખસેડતા સારવાર અર્થે દાખલ કરતા પગમાં ૧૩ ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર ઘટનાથી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.

  • નર્મદાની પરિક્રમા દરમિયાન મગરથી ખાસ સાચવજો: તિલકવાડામાં 4 યુવાન પર મગરનો હુમલો
  • મગર દેખા દે તો નજીક જવાનું કે સેલ્ફી લેવાનો પ્રયાસ ન કરવા વહીવટી તંત્રનો અનુરોધ

નર્મદા નદીના વિસ્તારોમાં મગરોનો વસવાટ અને વસ્તી મોટા પ્રમાણમાં છે. આમ, નર્મદા નદીમાં મગરો પણ વિચરણ કરતા હોવાથી નર્મદાની પંચકોશી પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ કાળજી લેવી આવશ્યક બને છે. વન વિભાગે પણ મગરોના સંવનન કાળ અને ઈંડા મૂકવાનો આ સમય હોવાથી તેઓ છંછેડાઈને કોઈની પર એટેક ન કરે એ માટે તકેદારી રાખવાની સુચના આપી છે. મગર પાણીમાં તરવૈયાની જેમ ખૂબ જ શક્તિશાળી હોય છે. જમીન પર ટૂંકા અંતર માટે ઝડપે ચાલી શકે છે. એટલે તેના બિનજરૂરી અટકચાળા કરવા જોઇએ નહીં. આથી નદીમાં મગર દેખાય ત્યારે તેને નજીક જઇ જોવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં કે, ફોટો સેલ્ફી પાડવાનો પ્રયાસ ન કરવો.

ઉત્તરવાહિનીના માર્ગ ઉપર વન વિભાગ દ્વારા આ માટે સાવચેતીના સૂચિત બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. સાથે વન વિભાગના કર્મીઓ અને પોલીસ વિભાગ સતત પેટ્રોલિંગ પણ કરી રહ્યું છે. ખાસ કરીને પાણીમાં મગરો ક્યાંક ક્યાંક દેખાયા છે, ત્યાં વિશેષ તકેદારી રાખવી જોઇએ.

Most Popular

To Top