Vadodara

વડોદરા : જમનાબાઇ હોસ્પિટલમાંથી પોલીસની નજર ચુકવી કેબલ ચોર ભાગી ગયો

એરપોર્ટમાંથી કેબલની ચોરી કરતા પકડી હરણી પોલીસને સોંપાયો હતો

ગભરામણ થતી હોવાનું કહેતા પોલીસ કર્મીઓ તેને સારવાર માટે લઇ ગયા હતા

 (પ્રતિનિધિ) વડોદરા તા.28

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટમાંથી કેબલ કાપીને ચોરી કરનાર એક શખ્સને પકડી હરણી પોલીસને સોંપ્યો હતો. ચોરને ગભરામણ થતા સારવાર માટે જમનાબાઇ હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં પોલીસની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો. એરપોર્ટ પાવર હાઉસ પાછળથી રૂ. 3.16 લાખના 13.75 મીટર કેબલની ચોરી થઇ છે અને કેબલ ચોરી કરતા એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો છે.  

વડોદરા શહેરના સયાજીપુરા ટાઉનશીપ ઉપવવિલામાં રહેતા રવિદ્રસિંહ સરદારસંતોકસિંહ મેહરસેક એરપોર્ટમાં AGME આસીસ્ટન્ટ જનરલ મેનેજર ઇલેક્ટ્રીકલમાં છેલ્લા પાંચ વર્ષથી વડોદરા એરપોર્ટ ખાતે ફરજ બજાવે છે. 27 એપ્રિલના સાંજના સમયે નોકરી પરથી ઘરે ગયો હતો. ત્યારે  સિનિયર સુપ્રિડેન્ટન્ડ ભારીયા હરેશબાબુ વાલસિંગભાઈએ તમને ફોન કરી જાણ કરી હતી કે કાર્તિક ગુલાબસિંહ ચૌહાણ તથા રુચિત અનિલભાઈ પટેલે એક શખ્સ કેબલ કાપતા પકડીને પવાર હાઉસમાં લઈ આવ્યા છે. હરણી પોલીસ પુછપરછ કરતા રોહિત રમેશભાઈ ગોહિલ ( રહે.રીફાઇનરી રોડ જલારામ મંદીર જવાહરનગર વડોદરા) હોવાનુ જણાવ્યું હતું  પોલીસ સ્ટેશનમાં તેણે તેને ગભરામણ તેમજ ઉલ્ટી ચક્કર આવે છે અને મને માર માર્યો હોવાનું કહેતા સારવાર માટે.હેડ.કોન્સ્ટેબલ લાલસિંગભાઇ જમનાબાઈ હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ સારવાર  મળે તે પહેલા ચોર જમનાબાઈ હોસ્પીટલમાંથી પોલીસની નજર ચુકવી ભાગી ગયો હતો. અગાઉ એરપોર્ટ પાવર હાઉસની પાછળ રન વેનો કોપર કેબલનુ ડ્રમ પડેલુ હોય જેમાથી આશરે 13.75 મીટર કેબલ રુપિયા 3.16 લાખનો ચોરી થયો છે. જેથી  તેઓએ સી.સી.ટી.વી.કેમેરા ચેક કરતા એક શખ્સ કેબલની ચોરી કરી લઇ જતો જણાયો હતો.

Most Popular

To Top