Vadodara

ભાદરવાના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

સાવલીના રાણીયા ગામ નજીક ગટર પાસે મૃતદેહ પડ્યો હતો

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા ગામ નજીક ગટરમાંથી એક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. રોડની બાજુમાં આવેલી ગટરમાંથી યુવકનો મૃતદેહ અને ઝાડી ઝાંખરામાંથી એક બાઇક મળી આવ્યું છે. બનાવની જાણ થતાં ભાદરવા પોલીસ પહોંચી હતી. યુવકનું અકસ્માત થવાથી મોત થયું છે કે અન્ય કારણ તે જાણવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાવલીના સાંકરદા ભાદરવા રોડ પર રાણીયા ગામ નજીક એક 19 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
ભાદરવાનો રહેવાસી મયુર ભુમેલા નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં તેની બાઈક સાથે રોડની બાજુમાં ગટરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. ગટર પાસે યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા.

ભાદરવા પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે મૃતકના મૃતદેહને ભાદરવા પ્રાથમિક સામુહિક કેન્દ્ર ખાતે લઈ જઈ પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. સાથે જ આ યુવકની હત્યા થઇ છે કે કેમ તે જાણવા પણ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

Most Popular

To Top