National

‘કોવીશિલ્ડ લેનારાઓએ ચિંતા કરવાની જરૂર નથી, 6 મહિનામાં જ…’- એસ્ટ્રાઝેનેકાના ડોક્ટરોએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની (British Pharmaceutical Company) એસ્ટ્રાઝેનેકાએ (AstraZeneca) પહેલીવાર કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેમની કોવિડ-19 રસી ગંભીર આડઅસર (Side Effects) કરી શકે છે. ભારતમાં આ રસીને કોવિશિલ્ડ (Covishield) તરીકે જાણીતી છે. એસ્ટ્રાઝેનેકાએ કોરોનાકાળમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી આ રસી વિકસાવી હતી. temj ભારતમાં સીરમ સંસ્થાએ એસ્ટ્રાઝેનેકાના જ ફોર્મ્યુલામાંથી કોવિશિલ્ડ નામની રસી બનાવી છે.

કોરોના કાળને પણ હવે 2થી વધુ વર્ષો વિતી ગયા છે, ત્યારે આ એસ્ટ્રાઝેનેકાના ખુલાસાએ સમગ્ર દેશને ચિંતામાં મુકી દીધો હતો. અસલમાં વિદેશી કંપની AstraZeneca એ ખુલાસો કર્યો હતો કે રસી લીધા બાદ દર્દીએ મૃત્યુ, લોહી ગંઠાઈ જવા સહિત અન્ય ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કંપનીના આ ખુલાસા બાદ કંપની કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે. તેમજ ઘણા પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે રસીના કારણે ગંભીર આડઅસર થઈ છે. ત્યારે આ ખુલાસા બાદ ચિંતાતુર થયેલા સમગ્ર લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

રાંચી રિમ્સના ન્યુરો સર્જન ડૉ. વિકાસ કુમારે જણાવ્યું હતું કે અમેરિકન સોસાયટી ઑફ હેમેટોલોજીના પ્રકાશન મુજબ, રસીથી થતી આડઅસરોનું જોખમ 10 લાખમાંથી માત્ર 3થી 15 લોકોને જ છે. તેમાંથી પણ 90% સાજા થાય છે. જેમાં મૃત્યુની સંભાવના માત્ર 0.00013% છે. તેનો અર્થ એ કે 10 લાખમાંથી 13ને આડઅસર થાય છે. તેથી કહી શકાય કે આવા 13 દરદીઓમાંથી પણ માત્ર એક જ દર્દીને જીવલેણ જોખમ થઇ શકે છે.

ટીટીએસના કેસો, જે લોહીના ગંઠાઈ જવાનું કારણ બને છે, કોવિડ રસીની રજૂઆત પહેલા જ આવી રહ્યા હતા. તેથી, એવું કહી શકાય નહીં કે આ કોવિશિલ્ડને કારણે થયું છે. જ્યાં સુધી લોહી પાતળું થવાના કિસ્સાઓ છે, આ સમસ્યા કોવિડ પછીની અસર હોઈ શકે છે, રસીકરણ પછી નહીં. કોવિડમાં શરીરના ઘણા ભાગો પ્રભાવિત થયા હતા. જેથી પીડિતોને આવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

જ્યારે આ મામલે ડૉ. સુધીર કુમારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રસી-સંબંધિત પ્રતિકૂળ અસરો પર કહ્યું કે આડઅસર સામાન્ય રીતે રસીકરણ પછી થોડા અઠવાડિયા (1-6 અઠવાડિયા) માં થાય છે. તેથી, ભારતમાં જે લોકોએ બે વર્ષ પહેલા રસી લીધી હતી, તેઓએ ચિંતા કરવાની જરૂર નથી.

Most Popular

To Top