Business

હાર્દિક પંડ્યાને BCCIએ ફટકાર્યો 24 લાખનો દંડ, MIની આખી ટીમને પણ કડક સજા

મુંબઇ: મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન હાર્દિક પંડ્યાને (Hardik Pandya) 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેમને આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના ઈમ્પેક્ટ પ્લેયર સહિત અન્ય ખેલાડીઓને પણ સજાનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024માં હાર્દિક પંડ્યા માટે ખુબ જ હતાશા પૂર્ણ સાબિત થઇ છે. IPLની હરાજી પહેલા હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સથી લઈને મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો. તેમજ રોહિત શર્માને હટાવીને ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો હતો. ત્યારથી જ હોબાળો શરૂ થયો હતો. પરંતુ જ્યારે લીગ શરૂ થઈ ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. હાર્દિક બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ રહ્યો હતો. તેમજ 10 માંથી 7 મેચ હાર્યા બાદ હાલ મુંબઇ ઇન્ડિયન્સ બોર્ડ ઉપર 9માં ક્રમાંકે છે. ત્યારે હાર્દીક ને વધુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

હાર્દિક પંડ્યાને દંડ
મુંબઈ ઈન્ડિયન્સને મંગળવારે ઘરઆંગણે લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર પણ ફેંકી શકી ન હતી. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. BCCIએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘ધીમો ઓવર રેટ સંબંધિત આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સિઝનમાં હાર્દિકની ટીમનો આ બીજો ગુનો હતો, તેથી પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મુંબઈના અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારાયો
આ દંડ માત્ર કેપ્ટન હાર્દિક પંડ્યાને જ નહીં પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય તમામ ખેલાડીઓને પણ ફટકારવામાં આવ્યો હતો. જેમાં ઇમ્પેક્ટ પ્લેયર સહિત બાકીની પ્લેઇંગ ઇલેવનને વ્યક્તિગત રીતે રૂ. 6 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા, બંને માંથી જેના નાણા ઓછા હોય તે દંડ તરીકે જમા કરાવવાના રહેશે.

લખનૌ સામે મુંબઇ ઇન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો
તમને જણાવી દઈએ કે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. તેમજ લખનૌ સુપરજાયન્ટ્સે 4 બોલ અને ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે લખનૌ સુપરજાયન્ટ્સ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9મા સ્થાને છે.

Most Popular

To Top