World

‘પોર્ન સ્ટાર’ મામલે ટ્રમ્પ દોષિત જાહેર, કોર્ટે 7 લાખનો દંડ અને આદેશનું પાલન ન થાય તો અરેસ્ટની ચીમકી આપી

ન્યૂયોર્કઃ અમેરિકામાં (America) યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મંગળવારે ટ્રમ્પને પોર્ન સ્ટાર (Porn Star) સાથેના સંબંધોને લગતા કેસમાં દોષી જાહેર કર્યા હતા. આ સાથે જ ટ્રમ્પને પ્રતિબંધના આદેશનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ 9,000 ડોલરનો એટલેકે 7.50 લાખ રૂપિયાનો દંડ (Penalty) પણ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ કોર્ટે ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના સંબંધોને લઈને હશ મની કેસમાં સજા ફટકારી હતી. આ મામલો પોર્ન સ્ટાર્સને પૈસા આપીને ચૂપ કરાવવાનો છે. આ સાથે જ કોર્ટે સાક્ષીઓ, ન્યાયાધીશો અને કેસ સાથે સંકળાયેલા કેટલાક લોકો વિશે જાહેર નિવેદનો કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ રોકડની સજા ફટકાર્યા બાદ ન્યાયાધીશે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે જો તેમણે ફરીથી આવું કર્યું તો તેમને જેલની સજા થઈ શકે છે.

પ્રોસિક્યુટર્સે આ કેસમાં ટ્રમ્પ પર 10 ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો, પરંતુ ન્યૂયોર્કના જજ જુઆન એમ. માર્શને તેમને નવ દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ માટે એક મોટો ફટકો છે, જજે જોર આપીને કહ્યું હતું કે ટ્રમ્પ તેમના સ્વતંત્ર ભાષણ અધિકારોનો દુરઉપયોગ કરી રહ્યા છે.

આ સાથે જ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને તેમના ગેરકાયદેસર સંબંધો વિશે મૌન રાખવાના બદલામાં $ 130,000 ની લાંચ આપવાનો પણ આરોપ લગાડવામાં આવ્યો હતો. તેમજ આ રકમની ચૂકવણી છુપાવવા માટે ટ્રમ્પ ઉપર બિઝનેસ રેકોર્ડ ખોટા બનાવવાનો પણ આરોપ લગાવાયો હતો.

કોર્ટે મંગળવારે બેન્કર ગેરી ફેરો સહિત અન્ય લોકોના કેસની સુનાવણી કરી હતી, જેમણે ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ માઈકલ કોહેનને બેન્ક ખાતા ખોલવામાં મદદ કરી હતી. આમાં એક એકાઉન્ટનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ કોહેન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને શાંત રાખવા માટે પૈસા ચૂકવતો હતો. ડેનિયલ્સે 2006માં ટ્રમ્પ પર શારીરિક સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ ટ્રમ્પે આરોપોને નકારી કાઢ્યા હતા.

સમગ્ર મામલે જજ મર્ચને આદેશમાં લખ્યું હતું કે ટ્રમ્પને “ચેતવણી આપવામાં આવી છે કે કોર્ટ તેના આદેશોનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન સહન કરશે નહીં અને જો જરૂરી હોય તો તેમને જેલની સજા કરશે.”

ટ્રમ્પે વાંધાજનક પોસ્ટ દૂર કરવી પડશે
મેનહટનના પ્રોસિક્યુટર્સનું કહેવું છે કે ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ તેમના વિશેના નકારાત્મક સમાચારોને દબાવવા માટે 2016માં ગેરકાયદેસર યોજનાઓ ઘડી હતી. ટ્રમ્પે આ કેસમાં પોતાની ઉપર તમામ આરોપોને ફગાવી દીધા હતા. પરંતુ જજે નિર્ણયમાં કહ્યું કે ટ્રમ્પે આવતા શુક્રવાર સુધીમાં દંડ ભરવો પડશે.

કોર્ટે કહ્યું કે ટ્રમ્પે મંગળવારે બપોર સુધીમાં તેમના ‘ઓરિજીનલ’ સોશિયલ એકાઉન્ટમાંથી સાત વાંધાજનક પોસ્ટ અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમની પ્રચાર વેબસાઇટ પરથી બે પોસ્ટ દૂર કરવી પડશે. તેમજ હાલ જજ પ્રતિબંધના ઉલ્લંઘનના અન્ય કેસોની પણ વિચારણા કરશે અને દલીલો પણ સાંભળશે.

Most Popular

To Top