National

‘અનુપમા’ની ભાજપમાં એન્ટ્રી, સિરીયલ બાદ રાજનીતીમાં આવી રૂપાલી ગાંગુલી

નવી દિલ્હી: ટીવી શો ‘અનુપમા’એ (Anupama) રૂપાલી ગાંગુલીને (Rupali Ganguly) ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી બનાવી દીધી છે. આ સીરિયલમાં રૂપાલી ગાંગુલી ‘અનુપમા’નું પાત્ર ભજવી રહી છે, જે પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતી છે. 2020 માં કોરોના મહામારી વચ્ચે શરૂ થયેલા આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા અને ‘સૌથી વધુ જોવાયેલ’ અને હવે દર્શકોનો ‘સૌથી વધુ પ્રિય’ શો બન્યો હતો. હવે અભિનેત્રી ભાજપામાં જોડાઇ ફરી એક વાર ચર્ચામાં આવી છે.

રૂપાલી ગાંગુલીએ બુધવારે ભારતીય રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી હતી. તેમજ અભિનેત્રી વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ હતી. અભિનેત્રીએ આ પ્રસંગે કહ્યું- ‘જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે.

રૂપાલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું હતું. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે રૂપાલી લોકસભા ચૂંટણી 2024 લડશે કે નહીં.

‘અનુપમા’ પીએમને મળી હતી
આ વર્ષની શરૂઆતમાં રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ પોસ્ટ કરી હતી જેમાં તેણીએ પીએમ નરેન્દ્ર મોદીને મળવાની તેની ‘ફેન ગર્લ’ની ક્ષણ શેર કરી હતી. જેમાં તેણીએ કહ્યું હતું કે, “હું મારા મગજમાં તે દિવસને યાદ કરવાનું અને તેના વિશે ઉત્સાહિત થવાનું ક્યારેય બંધ કરીશ નહીં!” આ તે દિવસ હતો જ્યારે મારું સ્વપ્ન સાકાર થયું…આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી @NarendraModi ને મળવાનું મને સૌભાગ્ય મળ્યું. તે ખરેખર એક ફેન ગર્લની ક્ષણ હતી!

વધુમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, પાછલા 14 વર્ષોથી મારું સ્વપ્ન હતું કે હું વડાપ્રધાન સાથે સ્ટેજ ઉપર એક કલાક કે તેથી વધુ સમય સ્ટેજ શેરિંગ કરું. આ એ વિશાળ પ્લેટફોર્મ છે કે જે મોદીજીએ ડિજિટલ કોંન્ટેન્ટ ક્રિએટર્સ માટે બનાવ્યો છે. જે ભવિષ્યમાં સૌથી વધુ પ્રતિષ્ઠિત જ નહીં, પરંતુ તેને સમર્થન ડિજીટલ ક્રિએટર્સ માટે એવોર્ડ સમાન સાબિત થશે. તેણીએ વિડિયો સાથે કેપ્શનમાં વધુમાં લખ્યું હતું કે, ડિજિટલી વૈશ્વિક ભારતનું મોદીજીનું વિઝન.

Most Popular

To Top