SURAT

સુરતમાં નાના બાળકે ઉડાવ્યું પ્લેન, વિડીયો વાયરલ થતા જ મચ્યો ખળભળાટ

સુરત: સુરત(Surat)માં એક એવો વિડીયો(Video) વાયરલ(viral) થયો છે જેને લઈને ખળભળાટ મચી પામ્યો છે. તમને એવું થતું હશે આ વિડીયોમાં એવું તો શું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ વિડીયોમાં એક નાનું બાળક પ્લેન ઉડાવી રહ્યું છે. જે મામલે વિવાદ શરુ થયો છે. આ વિડીયોમાં કો.પાયલટની શીટ પર બાળકને બેસાડી પ્લેન ઉડાડવાની ટ્રેનિંગ આપવા આવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. જેના મામલે વિવાદ શરુ થયો છે.

એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું વિસ્તરણ પણ શૂટ થયું
સુરતમાં પ્લેન ઉડાવટા વાયરલ થયેલા વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક બાળક પ્લેન ઉડાવવાની સીટ પર બેસેલો છે. તેને હેડફોન પહેરાવી તેના હાથમાં સ્ટેરીંગ આપી ટેક ઓફ ની સૂચનાઓ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ આ સાથે વીડિયોમાં પ્લેન રનવે ઉપર દોડી ટેક ઓફ કરતું પણ દેખાય છે. જો કે આ સમગ્ર ઘટનામાં પાયલટની બેદરકારી સ્પષ્ટ થઇ રહ્યું છે. સામાન્ય રીતે પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ કરે ત્યારે વિશેષ ધ્યાન આપવામાં આવે છે મુસાફરોને બેલ્ટ બાંધી રાખવા માટે કહેવામાં આવે છે અને પાયલોટ સહિતનો સ્ટાફ વિશેષ જણાઈ આવે છે આવી સ્થિતિમાં એક બાળક વિડીયો ઉડાવે એ ચિંતાજનક બાબત કહેવાય. બાળકની આ ઉંમરમાં તેઓનો સ્વભાવ મસ્તીખોર હોય છે. ત્યારે જો આ બાળક મસ્તી કરતા જો કોઈ ભૂલ કરી દીધી હોત તો પ્લેનની શું સ્થિતિ હોત એની ગંભીરતા કદાચ પાયલોટે નજર અંદાજ કરી છે આ ઉપરાંત આ વિડીયોમાં એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું વિસ્તરણ શૂટ થતાં મામલો ગરમાયો છે.

શું DGCA કાર્યવાહી કરશે?
આ વિડીયો વાયરલ થતા સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનને ઇમેઇલ મોકલી ઘટનાની તપાસ યોજવા માંગ કરી છે. તેમજ પાયલટ અને એરલાઈન્સ સામે પગલાં ભરવા માંગ કરી છે.

વાયરલ વિડીયો અંગે કોઈ પુષ્ટિ નહિ
સુરતમાં ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મથકના લોકાર્પણ દરમ્યાન લાયસન્સ વિના ગાડી ચલાવનારા, જોખમી રીતે ડ્રાઇવિંગ કરનારા પોલીસ છોડશે નહીં તેવું જણાવ્યું હતું. ત્યારે આ હવે આ મામલે શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું. પ્લેન ઉડાવતો આ બાળક કોઈ નેતાના ઘરનો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ તો આ વિડીયો ક્યાંનો છે તે અંગે કોઈ સ્પષ્તા થઈ નથી અને આ વાયરલ વિડ્યો અંગે ગુજરાતમિત્ર કોઈ પુષ્ટિ કરતું નથી.

Most Popular

To Top