Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના ખજાનચી પદેથી વિદાય લઇને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના આગામી ચેરમેન અરુણ ધૂમલે શુક્રવારે સૌરવ ગાંગુલીને (Sourav Ganguly) બોર્ડના અધ્યક્ષ તરીકે બીજી ટર્મ ન આપવા અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે કોઈએ માજી ભારતીય કેપ્ટન (Indian captain) વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નથી. આગામી કાર્યકાળ માટે બીસીસીઆઈના (BCCI) સત્તાવાર પદો માટે ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા છે, અને તમામ 18 ઓક્ટોબરે બિનહરીફ ચૂંટાશે.

વર્લ્ડ કપ વિજેતા રોજર બિન્ની ગાંગુલીનું સ્થાન લેશે જ્યારે જય શાહ સેક્રેટરી તરીકે ચાલુ રહેશે. રાજીવ શુક્લાને ઉપપ્રમુખ તરીકે વધુ એક ટર્મ મળશે. આશિષ શેલાર નવા ખજાનચી અને દેવજીત સૈકિયા નવા સંયુક્ત સચિવ હશે. પીટીઆઈ સાથે વાત કરતા ધૂમલે કહ્યું કે ગાંગુલી ઉમેદવારી નોંધાવાતા પહેલા લેવાયેલા તમામ નિર્ણયોમાં સામેલ હતા. ધૂમલે કહ્યું હતું સ્વતંત્ર ભારતમાં, બીસીસીઆઈમાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી કોઇ પ્રમુખ રહ્યું નથી. આ બધી મીડિયાની અટકળો છે કે દાદાને આવું કહેવાયું હતું અથવા કેટલાક સભ્યો તેમની વિરુદ્ધ હતા, આ બધી વાતો પાયાવિહોણી છે. કોઈએ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. બોર્ડના તમામ સભ્યો આખી ટીમથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતા. કોરોનાથી ઊભા થયેલા પડકારો છતાં બીસીસીઆઇએ છેલ્લા ત્રણ વર્ષમાં જે રીતે કામ કર્યું તેનાથી દરેક જણ સંતુષ્ટ હતા.

જૈસી કરની વૈસી ભરની.., કોહલીના ચાહકોએ ગાંગુલીને કર્યો ટ્રોલ
નવી દિલ્હી: સૌરવ ગાંગુલી (Saurav Ganguly) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ પદેથી વિદાય લેવા જઈ રહ્યો છે. આ જવાબદારી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીના સ્થાને રોજર બિન્નીને આપવામાં આવી છે, જે 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈન્ડિયાના સભ્ય રહી ચૂક્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ગાંગુલી અને વિરાટ કોહલી ઘણી ચર્ચામાં છે.

50 વર્ષીય ગાંગુલી 2019થી બીસીસીઆઈના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી રહ્યા હતા. આ ત્રણ વર્ષમાં ગાંગુલીનો કાર્યકાળ સફળતાની સાથે સાથે વિવાદોથી ભરેલો રહ્યો છે. જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Saurav Ganguly Virat Kohli Controversy) સાથેનો વિવાદ ઘણો ચર્ચામાં રહ્યો હતો. હવે જ્યારે ગાંગુલીનો હોદ્દો છીનવાઈ ગયો છે, ત્યારે ચાહકોએ તેને કોહલીના કેસની યાદ અપાવીને તેને ટ્રોલ કર્યો છે.

કોહલી અને ગાંગુલીનો ફોટો શેર કરતા એક યુઝરે કહ્યું કે વિરાટ કોહલી ODI ફોર્મેટમાં કેપ્ટન રહેવા માંગતો હતો, પરંતુ તેને મંજૂર નહોતું. હવે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા માંગે છે, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. આ ફોટો સાથે યુઝરે ગાંગુલીને કહ્યું કે ‘કર્મા સ્ટ્રાઈક્સ બેક’નો અર્થ છે કે તમે જે કરો છો તે તમારે ચૂકવવું પડશે.

To Top