Fashion

દિવાળીનો ફેશન ટ્રેન્ડ: યુવકો માટે ધોતી પેન્ટ અને યુવતીઓ માટે પેન્ટ…

માર્કેટમાં સાધારણ 5 મીટરની સાડી ઉપરાંત પણ ઘણી પેટર્ન જોવા મળે છે. જેમાં રફલ સાડી, સ્કર્ટ સાડી, લેંહગા સાડી અને પેન્ટ સાડી ઉપરાંત પલાઝો સાડી પહેરાવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમાં ઘણી વેરાયટી અને પેટર્ન જોવા મળે છે. જ્યારે પુરુષોમાં આજકાલ ધોતી પેન્ટ ફેશન ટ્રેન્ડમાં છે.

પેન્ટ સ્ટાઇલ સાડી
પેન્ટ સ્ટાઇલ સાડીમાં પેન્સીલ કટ પેન્ટ હોય છે જેની સાથે ડિઝાઈનર બ્લાઉઝ પહેરી શકાય છે. આ સાડીની બેસ્ટ વાત એ છે કે તે વેસ્ટર્ન આઉટફિટનો લૂક આપે છે. આજકાલ માર્કેટમાં શરારા અને પ્લાઝોની ફેશન પાછી ફરી છે. તમે ઇચ્છો તો શરારાની સાથે 2થી 3 મીટર લાંબા દુપટ્ટાને સાડીની જેમ ડ્રેપ કરીને પહેરી શકો છો. આ તમને પેન્ટ સાડી જેવોજ લૂક આપશે આ ઉપરાંત શિમરી ફેબ્રિક વાળા દુપટ્ટાને ગોલ્ડન પ્લાઝોની સાથે પહેરી શકાય છે. આમા દુપટ્ટાને સાડી જેવો લૂક અપાય છે અને તેને તમે ખભા પર ફોલ પલ્લું સ્ટાઇલમાં પીનઅપ કરી શકો છો. આ પેન્ટ સાડી લૂક માટે દુપટ્ટાની મેચિંગનો સ્ટ્રેપ લૂક વાળો બ્લાઉઝ પહેરી શકો છો.

ધોતી સાડી પણ ફેશનમાં
સાડી તો લગભગ પુરા ભારતમાં પહેરવામાં આવે છે ભલે તેને પહેરવાની રીત અલગ-અલગ હોય. ધોતી સ્ટાઈલ સાડી પણ આજકાલ ફેશનમાં છે. આ સાડીની નીચે પેટીકોટ નથી પહેરાતો પણ લેગીંગ કે પછી ટાઈટ ચુડીદાર પાયજામો પહેરાય છે. આ પ્રકારની સાડી પહેરવાથી મહારાષ્ટ્રીયન લૂક પણ મળે છે.

ધોતી પેન્ટ્સ પુરુષોના વોર્ડરોબમાં શામિલ
ધોતી પેન્ટ્સ હવે કેવળ લેડીઝના જ નહીં પણ પુરુષોના વોર્ડરોબનો હિસ્સો બની ચુકી છે. લૂક ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન ધોતી પેન્ટ દરેક માટે હિટ એન્ડ ફિટ છે. પુરુષો અંગરખો કે બંધ ગળાના કોટ સાથે કમ્બાઇન કરી મેરેજ કે પાર્ટીમાં પોતાના લુકને સ્ટાઈલિશ બનાવી રહયા છે. લોંગ કુર્તાની સાથે ધોતી પેન્ટને ટ્રાય કરી શકે છે. ચાઈનીઝ કોલર કે સિમ્પલ કુર્તાની સાથે પણ તેને કમ્બાઇન કરવાથી સ્માર્ટ લુક મળે છે. એસેસરીઝમાં લેધર બ્રેસલેટ પંસંદ કરી શકાય અને ફૂટવેરમાં સનીકર્સ, કોલ્હાપુરી ચંપલ અથવા લોફર્સનો ટ્રેન્ડ ઈન છે.

Most Popular

To Top