Entertainment

શું બિગ બોસ 16માંથી સાજીદ ખાન થશે આઉટ? સલમાન ખાન માટે નિર્ણય લેવો બન્યો મુશ્કેલ

મુંબઈ: સલમાન ખાનનો (Salman Khan) શો (Show) બિગ બોસ 16માં (Big Boss 16) ઘણા વિવાદો (Controversy) જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સાજિદ ખાનનું (Sajid Khan) નામ વિવાદોમાં સૌથી ઉપર જોવા મળી રહ્યું છે. જ્યારથી બિગ બોસ 16માં સાજિદ ખાનની એન્ટ્રી થઈ છે ત્યારથી ઘણા લોકોને તેને બિગ બોસમાંથી કાઢી મુકવાની માંગ કરી રહ્યા છે. બિગ બોસ 16માંથી હવે સાજિદ ખાન બહાર જશે કે કેમ તેનો નિર્ણય સલામાન ખાન લેશે. જો કે એવી અટકળો મળી રહી છે કે મેકર્સે સાજિદ ખાનને શોમાંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો છે. હવે સલમાન ખાન આ અંગે શું નિર્ણય લેશે તે તો સમય જ બતાવશે,

શું સાજિદ ખાનને બિગ બોસ 16માંથી બહાર કરવામાં આવશે? શું સાજિદ ખાનને કારણે સલમાન ખાનની ઈમેજ ખરાબ થઈ રહી છે? ફિલ્મમેકર સાજિદ ખાનની બિગ બોસમાં એન્ટ્રીએ ઘણા મોટા સવાલો ઉભા કર્યા છે. સાજિદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. પહેલા દિવસથી જ તેને શોમાંથી હટાવવાની માંગ ઉઠી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, સાજિદ ખાનને બહુ જલ્દી બિગ બોસમાંથી બહાર કરવામાં આવી શકે છે.

શું સાજિદ ખાન રિયાલિટી શોમાંથી બહાર થઈ જશે?
એક અહેવાલમાં એક સ્ત્રોતે કહ્યું છે કે સાજિદ ખાન એક સપ્તાહની અંદર રિયાલિટી શોમાંથી બહાર થઈ શકે છે. શોના હોસ્ટ સલમાન ખાને પણ સાજિદ ખાનને હટાવવાની માંગણી સાથે સંમતિ આપી છે. સલમાન ખાનના એક નજીકના મિત્રએ રિપોર્ટમાં કહ્યું છે કે- સલમાન ખાન માટે પણ આ સ્થિતિ નાજુક છે. કારણ કે તે સાજિદ ખાનની બહેન ફરાહ ખાનની ખૂબ નજીક છે. ફરાહ ખાને જ સલમાન ખાનને મદદ કરવાનું કહ્યું હતું, જે સલમાન ખાને સ્વીકાર્યું હતું. જો કે, દબંગ ખાનને ક્યાંક ને ક્યાંક ખબર હતી કે શોમાં સાજિદ ખાનની એન્ટ્રી તેને બેકફાયર કરશે.

સાજીદ ખાન સામે MeToo ના ગંભીર આરોપો
સાજીદ ખાનની બિગ બોસમાં રહેશે કે કેમ? આશા છે કે ચાહકોની સામે આ બાબત બહુ જલ્દી આવી જાય. સાજિદ ખાન બિગ બોસના ઘરમાં ચાહકો અને પરિવારના સભ્યોનું મનોરંજન કરવામાં વ્યસ્ત છે ત્યારે સોશિયલ મીડિયા પર સાજિદ વિશે ચર્ચા ચાલી રહી છે. સાજિદ 4 વર્ષ પહેલા MeToo હેઠળ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યો હતો. સાજિદ પર 9 મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ બધાની સાજીદ ખાનની કારકિર્દી પર ખરાબ અસર પડી.

સાજિદ વિરુદ્ધ ઉર્ફીનો દાવો
હવે સાજિદ ખાન બીબી હાઉસમાં હોવાથી તેના પર ફરી આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અભિનેત્રી કનિષ્કા સોનીએ સાજિદનું નામ લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કનિષ્કે જણાવ્યું કે સાજિદે તેનું પેટ જોવાનું કહ્યું હતું. દેવોલિના ભટ્ટાચારજી, સોના મહાપાત્રા, તનુશ્રી દત્તા, ઉર્ફી જાવેદ સાજિદ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર બોલી રહ્યા છે. તે જ સમયે, રાખી સાવંત, કાશ્મીરા શાહ અને શહનાઝ ગિલને સાજિદ ખાનને સપોર્ટ કરવા બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top