Dakshin Gujarat

ST બંધ થતાં 5 કિ.મી. જંગલમાંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સુબીર તાલુકાનાં કિરલી અને ઘાણા ગામનાં ગ્રામજનો અને મહિલા મંડળ દ્વારા ગામમાં ઘણા સમયથી એસટી બસ (ST Bus) નહીં આવવાનાં કારણે વિદ્યાર્થીઓ (Student) અને સામાન્ય જનતાને ઘણી હાલાકી ભોગવવી પડતી હોવાથી ગ્રામજનો સહિત મહિલા મંડળ દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા અગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીનો (Election) બહિષ્કાર કરવામાં આવશે. અને જેના માટેની સંપૂર્ણ જવાબદારી ફક્ત ડાંગ જિલ્લા વહીવટ તંત્રની રહશે.

  • આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે
  • બન્ને ગામોને પડતી એસટી બસ અગવડતા અંગે ઉકેલની માંગણી સાથે રજુઆત કરી

આ તબક્કે કીરલી ગામનાં આગેવાન અમૂલ પવારે જણાવ્યુ હતુ કે આહવાથી કીરલી તેમજ આહવાથી ઘાણા રૂટની બસ ચાલુ હતી. તે રૂટની બસ આહવા એસટી વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે. જેના કારણે (1) આહવાથી કીરલી (2)આહવાથી ઘાણા સુધીનાં રૂટના તમામ આદીવાસી ભાઈઓ બહેનોને અને ભણતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. એસટી બસ સેવા બંધ હોવાનાં પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને લવચાલીથી કીરલી સુધી 10 કી.મી અને મેઈન રોડથી ઘાણા ગામ સુધીમાં 5 કિલોમીટરનું અંતરમાં જંગલ વિસ્તારમાંથી પસાર થવુ પડે છે. જેમાં રાત્રીનાં અરસામાં જંગલી જાનવરોનો ભય સતાવતો હોય છે. જેથી વિદ્યાર્થીઓ તથા મહિલાઓ અને વૃદ્ધ લોકોનાં સુરક્ષાનો પણ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેથી બન્ને ગામોને પડતી એસટી બસ અગવડતા અંગે ઉકેલની માંગણી સાથે રજુઆત કરી હતી.

આમડપોર ગામેથી ઘરની બહારથી બાઈક ચોરાઈ
નવસારી : નવસારી તાલુકાના આમડપોર ગામે કુવા ફળીયામાં સોનુ રતનલાલ સુખવાલ (ઉ.વ. 23) તેમના પરિવાર સાથે રહે છે. ગત 25મી ઓગષ્ટે સોનુએ તેની સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-21-બીઆર-7092) ઘરની પાછળ પાર્ક કરી હતી. દરમિયાન મોડી રાત્રે ચોરે સોનુની બાઈક ચોરી કરી નાસી ગયો હતો. બીજે દિવસે સવારે તેની બાઈક મળી ન હતી. જેથી તેણે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.એચ. કછવાહાએ હાથ ધરી છે.

Most Popular

To Top