Top News

More Posts

   The Latest

Most Popular

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સબઓર્ડિનેટ સિલેક્શન કમિશન (UPSSSC) પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટ (UP PET) 15 અને 16 ઑક્ટોબરના રોજ યોજાઈ રહી છે. આ પરીક્ષા (Exam) 4 શિફ્ટમાં લેવામાં આવી રહી છે, જેના કારણે રેલવે સ્ટેશનો (Railway Station) અને બસોમાં (Bus) વિદ્યાર્થીઓનો (Student) ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્રથમ શિફ્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 થી 5 વાગ્યા સુધીની છે. દરમિયાન, સમાચાર મળ્યા છે કે યુપી એસટીએફએ સોલ્વર ગેંગના 23 લોકોની ધરપકડ (Arrest) કરી છે અને 16 ઓક્ટોબરે પણ યુપી એસટીએફ કાર્યવાહી કરી રહી છે.

મળતી માહિતી મુજબ પકડાયેલા 23 લોકો 11 જિલ્લાના છે અને તેમની સામે શનિવારે કાર્યવાહી કરવામાં આવી છે. જે જિલ્લામાંથી આ સોલ્વર ગેંગના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તેમાં શામલીમાંથી 5, ઉન્નાવમાંથી 3, અમેઠીમાંથી 2, પ્રયાગરાજમાંથી 2, કાનપુરમાંથી 2, સીતાપુરમાંથી 1, જૌનપુરમાંથી 2, સિદ્ધાર્થનગરમાંથી 1, બિજનૌરમાંથી 3 નો સમાવેશ થાય છે. વારાણસીમાંથી અને મેરઠથી 1-1ની ઘરપકડ કરવામાં આવી છે.

પ્રથમ દિવસે 6 લાખ ઉમેદવારોએ પરીક્ષા છોડી દીધી હતી
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે UP PET પરીક્ષા માટે લગભગ 37 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ પરીક્ષાના પ્રથમ દિવસે 6 લાખથી વધુ લોકોએ પરીક્ષા છોડી દીધી હતી. પ્રથમ શિફ્ટમાં 34 ટકા અને બીજી શિફ્ટમાં 33 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી.

UP PET પરીક્ષાની પ્રથમ શિફ્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 થી 5 વાગ્યા સુધીની છે. તમને જણાવી દઈએ કે UP PET પરીક્ષા ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં કુલ 1899 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી રહી છે. દરેક શિફ્ટમાં 9 લાખ 39 હજાર 559 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

To Top