Dakshin Gujarat

‘ઈન્સ્ટાગ્રામમાં મારી ગર્લફ્રેન્ડ સાથે વાતો કરે છે’ કહી પ્રેમીએ જલાલપોરના યુવાનને માર્યો

નવસારી : ઈન્સ્ટાગ્રામમાં (Instagram) મારી ગર્લફ્રેન્ડ (Girl Friend) સાથે વાતો કરે છે કહી પ્રેમીએ (Lovar) તેના ભાઈ અને મિત્ર સાથે મળી જલાલપોરના (Jalalpor) યુવાનને માર મારતા મામલો જલાલપોર પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, મૂળ ગીર-સોમનાથ ઉના તાલુકાના પાસવાળા ગામે અને જલાલપોર ગૌરીશંકર મહોલ્લામાં મહાવીર સોસાયટીમાં મનસુખભાઈ બેચરભાઈ પરમાર તેમના પરિવાર સાથે રહે છે. જલાલપોર ગૌરીશંકર મહોલ્લામાં રહેતા પ્રજ્ઞેશ ઉર્ફે પગો આશિષભાઈ પંડ્યાએ મનસુખને ફોન કરી ‘તું ઈન્સ્ટાગ્રામમાં મારી ગર્લફ્રેન્ડ સાથે વાતો કરે છે.

ગર્લફ્રેન્ડને ઈન્સ્ટાગ્રામમાં ઉપર મેસેજ કરતો નહી
હવેથી વાતો કરતો નહી અને કરશે તો તને જીવતો નહી છોડું’ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રજ્ઞેશે મનસુખને આ બાબતે સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. જેથી મનસુખ ત્યાં જતા પ્રજ્ઞેશ તેને અપશબ્દો બોલી માર મારવા લાગ્યો હતો. જેથી મનસુખને ડાબા જડબામાં ફ્રેકચર થયું હતું. તેમજ પ્રજ્ઞેશ મનસુખને જતી વિષયક અપશબ્દો બોલી તું હવે પછી મારી ગર્લફ્રેન્ડને ઈન્સ્ટાગ્રામમાં ઉપર મેસેજ કરતો નહી અને જો મેસેજ કરશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આ બાબતે મનસુખે જલાલપોર પોલીસ મથકે પ્રજ્ઞેશ ઉર્ફે પગો, કૃણાલ ઉર્ફે કુકડો અને રાજેશ ઉર્ફે દાઉદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક આર.ડી. ફળદુએ હાથ ધરી છે.

વાપી કબ્રસ્તાન રોડ પર રહેતા કપડાના વેપારીને ચાર શખ્સોએ માર માર્યો
વાપી કબ્રસ્તાન રોડ પર રહેતા કપડાના વેપારી યુનુસ મુમતાજ અહેમદ ખાનને ચાર શખ્સોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકતા બિલ્ડીંગની સામે યુનુસ ખાન તેમજ તેના બે મિત્રો સુફીયાન અને શાહનવાઝ બેઠા હતા ત્યારે ચલા ચોકી ફળીયાના રહેવાસી ધમલી તેમજ બાબુ લાલ તથા કબ્રસ્તાન રોડ ઉપર રહેતા કિરણ પટેલ તથા પ્રિતેશ પટેલ ત્યાં આવીને ગાળો આપીને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. તેમજ લાકડાથી પણ મારવા લાગ્યા હતા. સુફીયાન અને શાહનવાઝ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારવા લાગ્યા હતા. આમ માર મારતા બીક લાગતા ત્રણે ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મિત્રને બોલાવી યુનુસ ખાન પહેલા ચલા સરકારી દવાખાનામાં તથા ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં જઈ સારવાર માટે દાખલ થયો હતો. વાપી ટાઉન પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top