Gujarat

ગાંધીનગરમાં ‘મોદી@20: સપના થયા સાકાર’ પુસ્તકનું રાજનાથસિંહ વિમોચન કરશે

ગાંધીનગર : ‘મોદી@20: (PM MODI) ડ્રીમ્સ મીટ ડિલિવરી’ (Dreams Meet Delivery) પુસ્તકનું (Book) ગુજરાતી સંસ્કરણ ‘મોદી@20:સપના (Modi@20) થયા સાકાર’નું ૧૭મી ઓક્ટોબરે ગાંધીનગર ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિમોચન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહેશે.ગત વર્ષ 2021માં નરેન્દ્ર મોદીએ સરકારના પ્રધાન સેવક તરીકે સતત ૨૦ વર્ષ પૂરા કર્યા છે. મોદી@20 પુસ્તક 20 વર્ષના સુશાસનની પ્રતીતિ કરાવતું રસપ્રદ પુસ્તક છે, જેમાં તેમના સેવેલા સપનાઓની ‘સ્વપ્નથી સિદ્ધિ’ સુધીના પ્રયાણની સફર આદર્શ રીતે વર્ણવવામાં આવી છે. પુસ્તકની પ્રસ્તાવના ભારતરત્ન સ્વ. લતા મંગેશકરજીએ લખી છે. પુસ્તકમાં ગુજરાત અને ભારતને “કલ્યાણ રાજ્ય” બનાવવાની દિશામાં પ્રધાનમંત્રીએ જે ભગીરથ કાર્ય આદર્યું છે તેનું તાર્કિક વિગતો સાથે રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના વિવિધ પાસાઓ પ્રસ્તુત કરાયા
પુસ્તકમાં રાષ્ટ્રીય-વૈશ્વિક કક્ષાના વિવિધ બિંદુઓ ઉપર કુલ પાંચ વિભાગો છે. જેમાં ભારતના ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા, અભિનેતા અનુપમ ખેર, બ્યુરોક્રેટ્સ નૃપેન્દ્ર મિશ્રા, પર્યાવરણવિદ અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ, ભારતરત્ન સ્વ. ડૉ. લત્તા મંગેશકર, સમાજસેવિકા સુધા મૂર્તિ અને બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ સહિત વિવિધ ક્ષેત્રના ૨૨ પ્રબુદ્ધો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના વિવિધ પાસાઓ પ્રસ્તુત કરાયા છે.

રાજકીય ક્ષેત્રમાં પ્રવેશવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ‘ગીતા’ સાબિત થશે
ભારતના ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે પુસ્તક વિશે કહ્યું છે કે ”આ પુસ્તક રાજકારણ અને રાજકીય ક્ષેત્રમાં પ્રવેશવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ‘ગીતા’ સાબિત થશે. દરેક વ્યક્તિએ ખાસ કરીને ભારત-વિશ્વભરના દરેક યુવા વર્ગે આ વાંચવું જોઈએ. આ પુસ્તક જીવનના કોઈપણ સંઘર્ષ અથવા મુશ્કેલ સંજોગોનો સામનો કરવા માટે નિર્ણાયક અને આત્મવિશ્વાસનું સિંચન કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.”

Most Popular

To Top