Gujarat

ગૌરવ યાત્રાથી પ્રજાના આશીર્વાદ મળી રહ્યા છે: ઝડફિયા

ગાંધીનગર : રાજ્યમાં હાલમાં ભાજપની (BJP) પાંચ જેટલી ગૌરવ યાત્રા (Pride yatrea) દ્વારા સતત લોક સંપર્ક ચાલી રહ્યો છે, યાત્રાથી ભાજપને પ્રજાના આર્શીવાદ મળી રહ્યા છે, તેમ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ (Gordhan Zafia) કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે હાલમાં રાજ્યમાં 144 જેટલા ગ્રામીણ ક્ષેત્રોમાં 5750 કી.મીની પાંચ ગૌરવ યાત્રાઓ ચાલી રહી છે. ઉનાઇથી ફાગવેલ, ઉનાઇથી અંબાજી, દ્વારકાથી પોરબંદર, બહુચરાજીથી માતાનો મઢ તેમજ ઝાંઝરકાથી સોમનાથ આ તમામ પાંચેય યાત્રાઓ તેના નિયત સમયે અને સ્થળે સફળતાથી પૂર્ણ થશે.

એક દિવસે 90 સ્થળો ઉપર ગુજરાત ગૌરવ યાત્રા
પીએમ નરેન્દ્ર મોદીના જુનાગઢના પ્રવાસ તેમજ જનસભાને કારણે ઝાંઝરકાથી સોમનાથ તા.17 અને 18 ઓકટોબરે જુનાગઢ તરફ પ્રયાણ કરનારી યાત્રા જુનાગઢના બદલે ગીર સોમનાથ જિલ્લામાં થઈ સોમનાથ ખાતે યાત્રાનું સમાપન થશે. ગુજરાત ગૌરવ યાત્રામાં દરરોજ 03 જાહેર સભા એટલે કે 05 યાત્રામાં 15 જાહેર સભા, 07 સ્વાગત સભા એટલે કે કુલ 35 સ્વાગત સભાઓ અને 10 સ્થળોએ સ્વાગત પોઈન્ટ એમાં કુલ 50 સ્વાગત પોઈન્ટ આમ એક દિવસે 90 સ્થળો ઉપર ગુજરાત ગૌરવ યાત્રા થકી ભારતીય જનતા પાર્ટીનો જન સંપર્ક કરે છે.

60 લાખ કાર્યકર્તાઓ સાથે સ્નેહલમિલન કાર્યક્રમ યોજાશે.
ઝડફિયાએ કહ્યું હતું કે આગામી નુતનવર્ષમાં જિલ્લા/મહાનગર તેમજ વિધાનસભા સહ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવશે. વિધાનસભા દીઠ આશરે 30 થી 35 હજાર કાર્યકર્તાઓ એટલે 182 વિધાનસભાના કુલ 50 થી 60 લાખ કાર્યકર્તાઓ સાથે સ્નેહલમિલન કાર્યક્રમ યોજાશે.

Most Popular

To Top