Gujarat

પીએમ નિવાસસ્થાને ૫ કલાકની મેરેથોન બેઠક યોજાઈ, ઉમેદવારોની પંસદગી પર ચર્ચા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણીની (Election) તૈયારીઓ ભાજપની (BJP) નેતાગીરીએ તેજ બનાવી દીધી છે. પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) નિવાસસ્થાને શુક્રવારે મોડી રાત્રે પાંચ કલાક માટે મેરેથોન બેઠક (Sitting) ચાલી હતી. જેમાં ખાસ કરીને ઉમેદવારોની પંસદગી પર પણ લંબાણપૂર્વકની ચર્ચા થવા પામી હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા ધારાસભ્યોને પુન:ટિકીટ મળવાની સંભાવના
ભાજપની નેતાગીરી પોતાના ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ પણ ચકાસી રહી છે. જેમાં સારી કામગીરી અને મતદારો સાથે સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા ધારાસભ્યોને પુન:ટિકીટ મળવાની સંભાવના રહેલી છે. જ્યારે અન્ય કેટલાય ધારાસભ્યોને પડતાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં ૮મી ડિસે.ના રોજ મત ગણતરી હાથ ધરાનાર છે, એટલે ગુજરાતની પણ મત ગણતરીની તારીખ એજ રહેશે. જ્યારે બે તબક્કામાં મતદાન થશે.

Most Popular

To Top