Charchapatra

ગાય-ભેંસ-કુતરાને રસ્તા પર રખડતા રોકો

આજે રસ્તામાં ગાય-ભેસ-આખલા અને કુતરાઓ કેર વરતાવે છે. હમણાં જ એક માણસની સામે રસ્તામાં અચાનક ગાય આવી ગઈ ને બાઈક પરનો પડી ગયાને મરણ થયું. એકની આખલાએ સુરતમાં એવો કેર વરતાવેલો કે ફોરવીલર ને નુકસાન ઉપરાંત સાત માણસને ઈજા પહોંચી હતી. કોઈની આંખ ખુલતી નથી. હમણાં જ એક વીકમાં બેવાર વંદે ભારત ટ્રેન નીચે ગાય અને ભેસ આવી ગઈ ટ્રેનને નુકસાન થયું તે તો ખરું પણ જો ટ્રેક પરથી ઊતરી જાય તો શું થાય? વિચાર આવવા માત્રથી કંપારી છુટી જાય. આજે દરેક સોસાયટીમાં દસથી વધારે કુતરા રખડતા હશે અને ગાડીના બોનેટ પર બેસીને ગાડીને નુકસાન કરે અને જ્યાં ત્યાં ગંદકી કરે છે. કોઈક જગ્યાની ફાળવણ કરી ત્થા ગાય-ભેંસને સારી રીતે એક્સીડન્ટનું નિરાકરણ લાવો.
પાલનપુર પાટીયા    -તૃષાર શાહ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એ સુરત એ સુરતીઓ ક્યાં ગયા?
હાલમાં મારી ઉંમર 75 વર્ષની છે. હું જન્મજાત મુળ સુરતી છું મારી ખાસીયત નીચે પ્રમાણે છે. પ્રથમ હું મારા ઓટલા પરથી સુરતી ભાષામાં પહાડી અવાજમાં ગાળો આપતો હતો. જગડાવાયો ભાગી પણ જતો હતો. પણ કદી ઓટલા પરથી નીચે ઉતરતો ન હતો. બીજુ પહેલાના વખતમાં મુળ સુરતીનો ધંધો ટેક્સ ટાવલ હતો. રોજ સવારે કારખાને જતા પહેલા મોટા ભાગના સુરતી ચા થી લારી પર કે ખમણથી લારી પર ભેગા થઈ. આખા મહોલ્લાના ને સુરતના સમાચારોની જાણકારી એક જ સ્થળે મળતી ને પછી પોતાના કામ ધંધે નીકળી જાય છે. ત્રીજુ મુળ સુરતીના ઘરમાં રસોઈના મોટા મોટા વાસણો હતા 20 થી 30 વ્યકિતથી રસોઈ જોતો ચપટીમાં ઘરમાં બનાવતો. જ્યારે આજે 10 વ્યકિતની રસોઈ બનાવવી હોય તો કેટરર્સ ને સોંપી દે છે. ટુંકમાં ઘરનું ખાવાનું ઘટતું ગયું ને બહારનું ખાવાનું વધતું ગયું. ચોથું મુળ સુરતી ગુજરાતી સ્કૂલમાં ભણતો ખાખી થેલી લઈને ચાલતો ચાલતો સ્કૂલે જતો જ્યારે આજે સ્કૂલની બસમાં તથા સ્કૂલનો ડ્રેસ ટાઈ તથા બુટ પહેરીને જાય છે. અને રસ્તા પર 011 મણનો પાકીટ અને ટયુશનનો ફરજીયાત તે પણ ખાનગી રીક્ષા બાંધેલી હોય છે.
સુરત     – મહેશ આઈ. ડોકટર        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top