SURAT

12 વર્ષનો બાળક બિહારથી ટ્રેનમાં સુરત આવી વેસુમાં કેટરીંગવાળાને ત્યાં કામે લાગી ગયો

સુરત: બિહારમાં (Bihar) રહેતા 12 વર્ષના બાળક મેળામાં વાપરવા માટે ઘરમાંથી 2800 રૂપિયા ચોરી કર્યા હતા. હવે ઘરે જાણ થશે તો ઠપકો મળશે તે ડરથી બાળક બિહારથી ટ્રેનમાં (Train) બેસીને સુરત (Surat) આવી વેસુમાં કેટરીંગવાળાને (Catering) ત્યાં કામે લાગ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે બાળકને સોધી બિહાર પોલીસને સોંપ્યો હતો.બિહારના પુર્ણીયા જિલ્લાના પોલીસ અધિકારીઓ તરફથી સુરત પોલીસને ગઈકાલે એક બાળક ગુમ થયાની જાણ કરાઈ હતી. આ બાળકની તપાસ સુરતમાં કરવા માટે કહેવાયું હતું. સુરત ક્રાઇમ બ્રાંચની જુદી જુદી ટીમોએ શહેર વિસ્તારમાં ગુમ થયેલા બાળકની તપાસ હાથ ધરી હતી.

ક્રાઇમબ્રાંચની ટીમ તાત્કાલીક વેસુ વિસ્તારમાં પહોંચી
દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સ્ત્રોતથી ક્રાઇમબ્રાંચની ટીમને એક બાળક વેસુ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. જે આધારે ક્રાઇમબ્રાંચની ટીમ તાત્કાલીક વેસુ વિસ્તારમાં પહોંચી ગુમ થનાર બાળક રાજા જ્ઞાનચંદ રાય (ઉ.વ.૧૨) ને શોધી કાઢ્યો હતો. બાળકની પુછપરછમાં ગત 5 તારીખે પોતાની માતા કલાવતીબેન સાથે ગામ નજીક ભરાયેલો મેળો જોવા માટે ગયો હતો. અને મેળામાં જાગરણ નો ખેલ હતો. તે જોઇને ઘરે આવીશ તેમ કહી જાગરણનો પ્રોગ્રામ જોવા માટે મેળામાં રોકાયો હતો. અને મેળામાં જતા પહેલા તેણે ઘરમાંથી ઘરના વડીલોની જાણ બહાર રોકડા ૨૮૦૦ રૂપિયા મેળામાં વાપરવા માટે લીધા હતા. જેથી ઘરે ખબર પડશે તો ઠપકો આપશે તે ડરને લઇને ટ્રેનમાં બેસી સુરત આવી ગયો હતો. અને વેસુ વિસ્તારમાં કેટરીંગ વાળાને ત્યાં કામ ઉપર લાગી ગયો હતો.

અમરોલી કોસાડ રોડ પર ઘરમાંથી 2.45 લાખની ચોરી
સુરત: અમરોલી કોસાડ રોડ પર મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકના મકાનમાંથી લોનના મુકી રાખેલા 1.50 લાખ રોકડ તથા દાગીના મળી 2.45 લાખની ચોરી થયાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.ન્યુ કોસાડ રોડ પર આશીર્વાદ હાઈટ્સમાં રહેતા 27 વર્ષીય દેવારામ સાવકારામ દેવાશી મુળ રાજસ્થાનના વતની છે. તેઓ કતારગામ રત્નમાલા સર્કલ પાસે સુમંગલ મેડીકલની દુકાનમાં નોકરી કરે છે. ત્રણેક મહિના પહેલા તેમણે હોમલોન કરાવી હતી. લોન ભરવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેમના જીજાજી પાસેથી 1.50 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.

સોના ચાંદીના દાગીના મળી કુલ 2.45 લાખની ચોરી
આ પૈસા ઘરના કબાટમાં રાખ્યા હતા. ગઈકાલે દેવારામની પત્નીને રૂપિયાની જરૂર હોવાથી કબાટ ખોલીને જોતા લોકરમાંથી રોકડા રૂપિયા ગાયબ હતા. ઘરની ચાવી થોડા દિવસ પહેલા ખોવાઈ હતી. આ ચાવી પણ મળી આવી નહોતી. કબાટના લોકરમાંથી રોકડ સિવાય સોના ચાંદીના દાગીના મળી કુલ 2.45 લાખની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. જેતી અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top