Entertainment

‘મારે તારું પેટ જોવું છે’, હવે કનિષ્કા સોનીએ સાજિદ ખાન પર લગાવ્યા ગંભીર આરોપ

મુંબઈ(Mumbai): અભિનેતા અને નિર્દેશક સાજિદ ખાન(Sajid Khan) પર #MeToo અભિયાન દરમિયાન ઘણી મહિલાઓએ ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કારણે જ્યારથી બિગ બોસ(Big Boss)માં તેની એન્ટ્રી થઈ છે ત્યારથી તેને શોમાંથી બહાર કરવાની સતત માંગ કરવામાં ઉઠી રહી છે. અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓ સહિત અન્ય ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓએ પણ સાજીદ ખાન પર જાતિય સતામણીના આરોપો લગાવ્યા છે. હવે ‘દિયા ઔર બાતી હમ’ ફેમ અભિનેત્રી કનિષ્કા સોની(Kanishka Soni)એ પણ સાજિદ ખાન વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

કનિષ્કા સોનીનો વિડીયો વાયરલ
અભિનેત્રી કનિષ્કા સોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહેતી સાંભળી શકાય છે કે થોડા દિવસો પહેલા જ મેં મીડિયામાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં મેં કહ્યું હતું કે એક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે જેણે મને ઘરે બોલાવી પેટ બતાવવા માટે કહ્યું હતું. આ સાથે, મેં કહ્યું કે હું તેનું નામ લેવા માંગતી નથી, પરંતુ મને ખબર પડી છે કે તે ડિરેક્ટર હવે બિગ બોસના ઘરમાં છે. આગળ વાત કરતા કનિષ્કા સોનીએ કહ્યું કે “હું પહેલા તેનું નામ લેવા માંગતી ન હતી, તેનું જાહેરમાં નામ લેવાથી મને ડર લાગે છે અને તેથી જ મને ભારત આવવાથી પણ ડર લાગે છે. કારણ કે આ લોકો એટલા શક્તિશાળી છે કે તેઓ કંઈપણ કરી શકે છે. આજે પણ નામ લેતા પણ ડર લાગે છે પણ આજે કહીશ, કારણ કે તમે તેને બિગ બોસમાં જે પ્રસિદ્ધિ અને નામ આપ્યું છે, તે તેને લાયક નથી અને તેનું નામ સાજિદ ખાન છે.”

મારે તારું પેટ જોવું છે
કનિષ્કાએ જણાવ્યું કે તે સાજિદ ખાનને વર્ષ 2008માં રિયાલિટી શો દરમિયાન મળી હતી, જ્યારે અભિનેત્રી પાસે પૈસાની તંગી હતી અને તેથી જ તે સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ લેતી હતી. કનિષ્કાએ સાજિદ ખાનને પણ ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો હતો, ત્યારબાદ તેણે અભિનેત્રીને નડિયાદવાલાની ઓફિસમાં બોલાવી હતી. અભિનેત્રી કહે છે કે નડિયાદવાલાની ઓફિસની બાલ્કનીમાં તેનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, ત્યારે મેં સાજિદને કહ્યું હતું કે હું એક્ટિંગમાં કરિયર બનાવવા માંગુ છું, શું તમે મારી મદદ કરી શકો છો, પછી તેણે મને તેના ઘરે બોલાવી. મને લાગ્યું કે જો મારે હિરોઈન બનવું છે તો મારે આટલું જોખમ લેવું પડશે. આ પછી કનિષ્કા સાજિદ ખાનના ઘરે ગઈ હતી. તે કહે છે કે જ્યારે હું સાજિદ ખાનના રૂમમાં તેની સાથે વાત કરવા ગઈ તો તેણે મને ઊભા રહેવા કહ્યું, પછી તેણે મારું ફિગર જોયું અને કહ્યું કે તમે પરફેક્ટ છો, હું એક ફિલ્મ બનાવવાનો છું અને તેમાં દીપિકાને કાસ્ટ કરીશ. કનિષ્કા આગળ જણાવે છે કે, સાજિદે કહ્યું- તારું ફિગર સારું છે, તું મુખ્ય હીરોઈન મટીરીયલ છે, ત્યારબાદ તેણે કહ્યું કે મારે તારું પેટ જોવું છે. ચિંતા કરશો નહીં, હું તને સ્પર્શ નહીં કરીશ. કનિષ્કાએ આગળ જણાવતા કહ્યું કે મેં તેને હાથ જોડીને કહ્યું કે હું મારું પેટ નહીં બતાવી શકું અને આ પછી સાજિદે કહ્યું કે ઠીક છે તો હું તને મારી ફિલ્મમાંથી નહીં લઈ શકું.

મને ડર છે કે આ લોકો મને મારી ન નાખે: કનિષ્કા
કનિષ્કા કહે છે કે ‘દિયા ઔર બાતી હમ’ દરમિયાન હું ફરીથી સાજિદ ખાનને મળી, મને લાગ્યું કે તે બદલાઈ ગયો હશે અને મેં તેને ફિલ્મોમાં રોલ માટે પૂછ્યું, તો તેણે કહ્યું કે તું બહુ સાદી છોકરી છે, મારે મારી ફિલ્મો માટે બોલ્ડ છોકરીની જરૂર છે. કનિષ્કાએ તો ત્યાં સુધી કહ્યું કે મને ડર છે કે આ લોકો મને મારી ન નાખે, તે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા અને કહેતો હતો કે હું એવી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું, જે મારૂ કહ્યું કરે. કનિષ્કાએ સલમાન ખાનને પણ સવાલ કર્યો અને કહ્યું કે મને સલમાન પાસેથી આની આશા નહોતી. મને સમજાતું નથી કે જે લોકો છોકરીઓને હેરાન કરે છે, તેમની સાથે હિંસા કરે, એવા લોકો ને શોમાં કેવી રીતે પ્રવેશવા દે છે?

Most Popular

To Top