વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી તેના મહોલ્લામાં રહેતા વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચવા...
વડોદરા:શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના ૯ માસ બાદ કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. સ્કૂલના...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે એટલા જોખમી પુરવાર થયા છે કે તેઓ હવે માત્ર ૯ દિવસ સત્તામાં રહેવાના છે; તો પણ...
ગ્રામ્યજીવન કેવું હોય તે જાણવા વાચકને ગુ.મિત્ર પ્રતિ મંગળવારે ટાઉનટોક આસપાસ ચોપાસમાં ઝીણવટભરી માહિતી પીરસે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક પ્રાકૃતિક...
ઐતિહાસિક શહેર વડનગર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીએ મુલાકાતમાં જાહેરાત તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની કુમાર શાળામાં ભણ્યા તો તે શાળાને...
હિન્દી ફિલ્મ જગતમાં બધાજ નાયકોને ગાયક તરીકે પણ પ્રસ્થાપિત થઈ જવાનું કે.એલ.સાયગલની જેમ સદ્દભાગ્ય સાંપડયું નથી. જે ગાયકો તલત મહેમૂદની જેમ નાયક...
છેલ્લા કેટલાક વર્ષોથી ડચ ગાર્ડન સામે પેટના ખાડા પૂરવા હેતુ અને ગાર્ડનના સહેલાણીઓ માટે બાળકોના આનંદપ્રમોદ હેતુ મનોરંજન સાથેની માનભેર રોજીરોટી મેળવતા...
મારી પાસે માત્ર રેડિયો જ છે. હું એના પર આવતા સમાચાર સાંભળું છું. સમાચારમાં રોજ એવી જાહેરાત કરવામાં આવે છે કે ભારતમાં...
26મી ડિસેમ્બરની ગુજરાતમિત્ર દૈનિકની પૃથ્ઠ 4ની એક તસવીર હૃદયસ્પર્શી રહી! તમને કોરોના નહીં થાય તે માટે અમે ઠંડીમાં ફરજ બજાવી રહયા છીએ....
ગાંધીનગર,તા.12: આજે સવારે 11 વાગ્યે અમદાાવદ એરકપોર્ટ કોરોના સામેની વેકસીનનો જથ્થો આવી પહોચ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ...
સ્નેહા અને સાગરના પ્રેમ લગ્ન થયા.સાસુ સસરા અમદાવાદ રહેતા અને સાગર અને સ્નેહા બંને જણ એમ.બી.એ ભણેલા અને મુંબઈમાં નોકરી કરતા…..થોડા થોડા...
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક પછી એક, ઘણા ખેલાડીઓ ઈજાઓ સાથે આઉટ થઈ...
પતંગ નવો હોય કે જુનો, ફાટેલો હોય કે લૂંટેલો, કાળો હોય કે સફેદ, બહુ વરણાગી નહિ કરવાની. મફતમાં મળે તો માશુકાનો હાથ...
૧૧ મી જાન્યુઆરીથી ગુજરાતમાં શાળા કોલેજ શરૂ કરવાની જાહેરાત સરકારશ્રી દ્વારા કરી દેવામાં આવી છે. હાલમાં દસમા અને બારમાના તથા કોલેજમાં છેલ્લા...
છેલ્લા કેટલાક વર્ષથી વિશ્વના અર્થતંત્રમાં ક્રિપ્ટોકરન્સી એ નવો ઉદભવેલો શબ્દ અને નવો ખયાલ છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ...
શહેરની સચિન પોલીસની હદમાં કપ્લેથા ચેકપોસ્ટ પર સોમવારે સાંજે વાહનોના ચેકિંગ દરમિયાન ૩ કરોડ જેટલી રકમ લઈને આવી રહેલી એટીએમ વાનમાંથી 5490...
સુરત અને તાપી જિલ્લાના વાહન માલિકોને ભાટિયા, કામરેજ અને માંડળ ટોલકનાકે ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે નાકર લડત સમિતિએ આજે સુરત અને તાપી...
ભારતમાં સ્વતંત્રતા બાદ દર વર્ષે છપાતા બજેટ દસ્તાવેજમાં પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે કોરોનાનો ચેપ લાગવાના ડરથી 2021-22ના બજેટના...
સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11.6.કિ.મી.ના એલિવેટેડ રૂટના પ્રથમ પેકેઝ...
વિશ્વના સૌથી વૃદ્ધ ઑરૅંગ્ઊટૅન ઇંજીનું મૃત્યુ 61 વર્ષની વયે ઓરેગોન ઝૂ ખાતે થયું છે, જ્યાં તે આ સપ્તાહના અંતે અડધી સદીથી રહેતા...
ચીને સોમવારે કહ્યું હતું કે ડબ્લ્યુએચઓના નિષ્ણાતોનું એક જૂથ ગુરુવારે કોરોનાવાયરસ રોગચાળાની ઉત્પત્તિની લાંબા સમયથી અપેક્ષિત તપાસ માટે દેશમાં પહોંચશે, આ સાથે...
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની ગયા અઠવાડિયે વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર સોમવારે રાયબરેલીમાં શાહી ફેંકાઇ...
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્નીને સોમવારે અકસ્મા નડ્યો હતો. શ્રીપદ નાઇક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે જ્યારે તેમની પત્ની વિજય...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાવાયરસના પગલે બંધ પડેલું શૈક્ષણિક કાર્ય સોમવારથી રાજ્યમાં શરૂ થયું છે. જેમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને સ્વાગત ગુલાબ કે ફૂલથી...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ગત અઠવાડિયે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની SII દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્રારા વિકસિત કોવેક્સિનને કેન્દ્રની મંજૂરી મળી ગઇ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં પક્ષીઓનાં મરણની ઘટનાઓ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે ૫૩ જેટલાં જુદાં...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં (Temperature) વધારો નોંધાતા આજે પણ ગરમીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. ઉતરાણ બાદ ધીમે ધીમે...
મુંબઇ (Mumbai): રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma), જે હંમેશા જ કોઇને કોઇ વિવાદનો ભાગ રહી ચૂક્યા છે. આજે ફરી તેમને લઇને...
આજે બોક્સ ઓફિસ (BOX office) પર સફળ થયેલી ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકને બે વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મે અભિનેતા વિકી...
બ્રિટિશરોએ વિશ્વ વિખ્યાત ‘સોને કી ચિડિયા’ તરીકે ભારત દેશને એ હદે લૂટી લીધું હતું કે તેનું સૌથી મોટું ઉદાહરણ જહાજ એસ.એસ. ગેયસોપ્પા...
ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ, 5 મુસાફરો ઘાયલ
મમતાના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારી બોલ્યા, ‘બંધારણમાં બધું જ લખેલું છે, વધારે કંઈ કહેવાની જરૂર નથી’
પ્લેઓફ રેસમાં મોટો ઝટકો? દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી, CSKનો દબદબો
હાર પચાવી ન શકયા મમતા બેનર્જી, યોજી પ્રેસ કોન્ફરેન્સ, જાણો શું બોલ્યા…
હનુરામની દાલ કચોરીનો નમૂનો અનસેફ, લોકોના આરોગ્ય સાથે ચેડા
એમએસયુની મેમોરિયલ લાયબ્રેરીમાં પીવાના પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન
વડોદરામાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 4347 બાળકોને શાળા ફાળવાઈ, 462ના પ્રવેશ મંજૂર
વડોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ
ધોરણ-12ના પરિણામ બાદ GCASના માધ્યમથી 7થી 28 મે સુધી રજિસ્ટ્રેશન
આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, WhatsApp પર પણ મેળવી શકાશે, જાણો કેવી રીતે…
અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’થી છંછેડાયેલા ઇરાને કહ્યું, ‘અમે તો હજુ શરૂઆત પણ નથી કરી’…
દિલ્હી–મુંબઈ હાઈવે પર ભાટપુરા પાસે ભીષણ અકસ્માત, એક જ પરિવારના 3ના મોત
હારવા છતાં હઠ પર ઉતર્યા મમતા બેનર્જી, અમે ચૂંટણી હાર્યા જ નથી તો રાજીનામું શાને આપું?
બંગાળ-આસામ જીત બાદ દેશની 80% વસ્તી પર ભાજપનું શાસન, રાજ્યસભામાં પણ રસ્તો થયો સરળ
કોણ બનશે બંગાળના નવા CM? 9 મેના શપથ પહેલા સસ્પેન્સ, રેસમાં શુભેન્દુ, દિલીપ, શમિક અને ઉત્પલ, કોણ મારશે બાજી?
સ્ટેજ પર ભાવુક દિલજીત: ‘મને ક્યાં જવું તે સમજાતું નથી’, બે તરફથી ટીકા વચ્ચે દિલજીત દોસાંઝનું દુઃખ છલકાયું
વડોદરા : એકના ડબલની લાલચમાં નકલી નોટનો કારોબાર, ખાનગી યુનિ.ના 5 વિદ્યાર્થી સહિત 6 ઝડપાયા
લવ, લાફ્ટર અને ફેમિલી બોન્ડિંગ, સોશિયલ મીડિયા પર છવાયો સેઠી પરિવાર: ક્યૂટ સ્વાગતનો વીડિયો ચર્ચામાં
બંગાળમાં TMC પાર્ટીમાં ભૂકંપ, 35માંથી 22 દિગ્ગજ નેતાઓની કારમી હાર
દાહોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે બે શક્તિશાળી મહિલાઓ વચ્ચે રસપ્રદ રેસ
સિંગવડના પિસોઈ ગામે વૃદ્ધાની જમીન પચાવવાનો આરોપ, ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
દંતેશ્વરની સમૃદ્ધ રેસિડેન્સીમાં શોકનો માહોલ, શ્વાસની તકલીફ ઉપડતા 45 વર્ષીય પ્રોઢનુ મોત
કેજરીવાલને મળશે મોટું સરપ્રાઇઝ? ભગવંત માનની મુલાકાત પહેલા કોંગ્રેસના ગંભીર આક્ષેપ
આલમગીર પાસેની કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાંથી વીજ ચોરીનો પર્દાફાશ, વીડિયો વાયરલ
દિવસ-રાત મહેનતથી તૈયાર કરાયેલું 3 કિલોનું કમળ બંગાળ જીત પર PM મોદીને ભેટ કરાયું
વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકીનો કંટાળો, તંત્ર સામે ગ્રામજનોમાં રોષ
કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી કચ્છમાં રમતગમતને પ્રોત્સાહન – 105 મેદાનોને મળ્યો સત્તાવાર દરજ્જો
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો કેસરિયો ધ્વજ લહેરાયો – ભાજપના હર્ષદ પરમારની 30,743 મતોથી જીત
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ
ગોધરા શહેરમાં ફ્લાયઓવરની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન: એસ.ટી. અને ખાનગી બસો માટે નવા રૂટ જાહેર
વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી તેના મહોલ્લામાં રહેતા વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચવા પામી છે. આ પહેલાં વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. યુવતીના કાઉન્સેલિંગ બાદ તેના પિતાનું મૃત્યુ થયું હતું. અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ છે, જેથી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.
શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો વિધર્મી યુવક ગત ૨જી ડિસેમ્બરે ઘેરથી ભગાડીને મુંબઈ લઈ ગયા બાદ ૬ ડિસેમ્બરે બાન્દ્રા ખાતે તેનું ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો.
યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયાં હતાં, જયાં બંનેનું કાઉન્સેલિંગ કરાયું હતું. લવ-જેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઈ ન હતી. નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતા વિધર્મી યુવક સાથે ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને ગાઢ પરિચયમાં આવ્યાં હતાં.
બંને ૨જી તારીખે ઘેરથી ભાગી જઇ છોટાઉદેપુર ગયાં હતાં. ત્યાં લગ્નનો પ્રયાસ કર્યો હતો, પણ ગુજરાતમાં કાયદાનું બંધન નડતાં સફળ થયાં ન હતાં, જેથી બંને ધર્મપરિવર્તનનો કાયદો અમલમાં નથી તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં ગયાં હતાં. મુંબઇના બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મપરિવર્તન કરાવાયું હતું અને બંનેએ નિકાહ કરી લીધાં હતાં. ત્યાર બાદ યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે તેણે આ વિધર્મી યુવક સાથે રાજીખુશીથી લગ્ન કર્યા હતા.
યુવક અને યુવતી મુંબઇથી વડોદરા આવ્યાં હતાં અને યુવતીએ તેને દબાવવાનો પ્રયત્ન કરાશે તેવી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ દ્વારા બુધવારે સાંજે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન બોલાવાયાં હતાં. બંનેના પરિવાર પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા, જયાં યુવક અને યુવતીનું સતત કાઉન્સેલિંગ કરાયું હતું અને ત્યાર બાદ બન્નેને પોતપોતાનાં ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું.
નાગરવાડા વિસ્તારમાં યુવતીને ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોતપોતાનાં ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓ દ્વારા મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા.
આ ઘટના પ્રકાશમાં આવતાં હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા સાથે મેદાનમાં આવી ગયાં છે. આ ઘટના બાદ યુવતીના પથારીવશ પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને દીકરી ફરી વિધર્મી યુવક સાથે ફરાર થઈ ગઈ છે. કારેલીબાગ પોલીસે યુવક અને યુવતીની ફરી શોધખોળ શરૂ કરી છે.