Gujarat

ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો કેસરિયો ધ્વજ લહેરાયો – ભાજપના હર્ષદ પરમારની 30,743 મતોથી જીત

ગાંધીનગર,
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે શાનદાર વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ ગોવિંદભાઈ પરમારે 30,743 મતોની જંગી સરસાઈ સાથે જીત મેળવી છે. હર્ષદ પરમારને કુલ 85,500 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,757 મત મળતા તેમની કારમી હાર થઈ છે.આ બેઠક પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડી હતી. ભાજપે સહાનુભૂતિ લહેર અને સંગઠન શક્તિના આધારે તેમના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી, જેમણે પક્ષનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

મતદાન અને મતગણતરી પ્રક્રિયા
23 એપ્રિલના રોજ યોજાયેલી મતદાન પ્રક્રિયામાં અંદાજિત 59.04 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 2.45 લાખ જેટલા મતદારો ધરાવતી આ બેઠક પર મતગણતરી આજે તા.4 મે 2026ના રોજ વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ EVMમાં નોંધાયેલા મતોની ગણતરી હાથ ધરાઈ હતી. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે અધિકારીઓ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મુખ્ય મુકાબલો અને ઉમેદવારો

ચૂંટણીમાં મુખ્ય ટક્કર ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે રહી હતી. ઉપરાંત જનતા દળના મૌલિક શાહ અને અપક્ષ ઉમેદવારો જીતેશ સેવક, નિરૂપા માધુ અને મહેન્દ્ર પરમાર સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.

મતદારોની વિગતો
ઉમરેઠ બેઠક પર કુલ 2,45,623 મતદારો નોંધાયા હતા, જેમાં 1,26,545 પુરુષ અને 1,19,072 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સાથે જ 1,546 દિવ્યાંગ મતદારો, 4,174 પ્રથમવાર મતદાન કરનારા યુવા મતદારો અને 1,556 સુપર સિનિયર સિટિઝન મતદારો પણ હતા. સમગ્ર ક્ષેત્રમાં 46 ગામો અને પાલિકાઓ આવરી લેવામાં આવ્યા હતા અને કુલ 306 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું.

અગાઉના ચૂંટણી પરિણામો પર નજર
ઉમરેઠ બેઠક પર ભાજપનો દબદબો છેલ્લા કેટલાંક વર્ષોથી યથાવત રહ્યો છે. ઉમરેઠ વિધાનસભા બેઠકના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 2012માં એનસીપીના જયંત પટેલ (બોસ્કી)એ અહીં જીત મેળવી હતી. ત્યારબાદ વર્ષ 2017 અને 2022માં ભાજપે આ બેઠક પર સતત વિજય મેળવતા પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. ભાજપના ગોવિંદભાઈ પરમાર બે ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. ખાસ કરીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે 26,717 મતોની સરસાઈથી જીત નોંધાવી હતી. જ્યારે 2017માં તેમણે કોંગ્રેસને 1,883 મતોથી હરાવ્યા હતા.તે વખતે કોંગ્રેસે ગઠબંધનના ભાગરૂપે આ બેઠક પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નહોતો. એનસીપીના જયંત પટેલ (બોસ્કી) બીજા ક્રમે રહ્યા હતા. જોકે ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી.ઉમરેઠ પેટાચૂંટણીના પરિણામે ભાજપે ફરી એકવાર આ બેઠક પર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. હર્ષદ પરમારની આ જીત માત્ર વ્યક્તિગત નહીં પરંતુ પક્ષ માટે પણ મહત્વપૂર્ણ રાજકીય સંદેશ આપે

Most Popular

To Top