રાજસ્થાનથી નકલી નોટો લાવી બજારમાં ચલાવવાનો પ્લાન, રૂ. 11.89 લાખનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર

વડોદરા, તા. 5
વડોદરા શહેરમાં નકલી ચલણી નોટોના કૌભાંડનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમા ખાનગી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.500ના દરની 85 નકલી નોટો, રૂ.2.27 લાખ રોકડ, એક કાર અને 5 મોબાઇલ ફોન મળી રૂ.11.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ગત 28 એપ્રિલે વાઘોડિયા રોડ પર આવેલી HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ની 20 નકલી નોટો જમા થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 30 એપ્રિલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો પરંતુ ત્યારબાદ એસઓજીએ તપાસનો ધંધામાં શરૂ કર્યો હતો.
ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે એસઓજી પોલીસે ખાતાધારક સાગર મારૂને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા નિસર્ગ પટેલનું નામ સામે આવ્યું હતુ. જેના પાસેથી ડુપ્લીકેટ 35 નોટો મળી આવી હતી ત્યારબાદ ધનુષ હલ્લીકેરી પાસેથી 50 નકલી નોટો મળી આવતા ભાવેશ શર્મા અને તીર્થ લીખીયાની સંડોવણી બહાર આવતા તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા રૂપિયો ની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીઓએ નકલી નોટો રાજસ્થાનના અક્ષય ગોયેલ અને મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જર પાસેથી મેળવી હોવાનું સ્વીકાર્યું હતું. જેને લઇને એસઓજી ટીમે રાજસ્થાન પહોંચી પહોંચી હતી અને અક્ષય ગોયેલને ઝડપી પાડ્યો, જ્યારે મુન્ના ગુજ્જર નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.500ના દરની 85 નકલી નોટો, રૂ.2.27 લાખ રોકડ, એક કાર અને 5 મોબાઇલ ફોન મળી રૂ.11.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
- સોશિયલ મીડિયા પર આરોપી પ્રદીપ ગુરુજીની ધરપકડની રીલ્સ જોઈ નકલી નોટોના ધંધામાં આવવા પ્રેરાયા
પોલીસ તપાસમાં ખુલ્યું કે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર પ્રદીપ ગુરુજીની ધરપકડની રીલ્સ જોઈને નકલી નોટોના ધંધામાં પ્રવેશવાનો વિચાર કર્યો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કો વધતા સમગ્ર કાવતરું રચાયું હતું. આરોપીઓ રૂ.10 હજાર સામે રૂ.20 હજારનો નકલી નોટ જેવી સ્કીમથી લાલચમાં આવી ગયા હતા અને નોટો બજારમાં અસલી તરીકે ફરતી કરવાની તૈયારી કરી રહયા હતા. - રિમાન્ડ મેળવવાની તજવીજ
હાલ તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપી મુન્ના ગુજ્જર ઝડપાશે બાદ નકલી નોટોના સ્ત્રોત અંગે વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.