સુરતઃરવિવારઃ-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતની એલ. એન્ડ ટી. (L&T) હજીરા દ્વારા નિર્મિત થયેલી 91મી K 9 વજ્ર ટેન્કને લીલી ઝંડી (GREEN SIGNAL) આપી...
મુંબઇ: (MUMBAI) નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) એ શનિવારે (9 ડિસેમ્બર) એ આકસ્મિક રીતે અભિનેત્રી મૌની રોય (MAUNI ROY) ના હોટ ફોટા તેના...
ગાંધીનગર: (Gandhinagar) આગામી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના (Uttarayan) તહેવાર દરમિયાન રાજ્યભરમાં ગુજરાત હાઇકોર્ટની માર્ગદર્શિકા મુજબ તેનું અસરકારક પાલન થાય તે માટે રાજ્યના...
વલસાડ, નવસારી: (Valsad, Navsari) આગામી સોમવારથી રાજ્યભરમાં ધો.10-12ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. આશરે 11 મહિના બાદ શરૂ થઈ રહેલા...
સુરત: (Surat) ધાબા પર પતંગ ચગાવવા માટે પરિવારના સભ્યો એકત્ર થાય તો પોલીસે કાર્યવાહીની ચીમકી આપી છે. પોલીસ જે પ્રયત્નો કરી રહી...
મુંબઇ (MUMBAI) : મહારાષ્ટ્ર (MAHARASTRA) માં ત્રણ પક્ષોની મહાવીકાસ આગાડી સરકારના તાજેતરના નિર્ણયને લઈને વિવાદ શરૂ થયો છે. ઘણીવાર ઉદ્ધવ ઠાકરે (UDHAV...
બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) એ દેશવાસીઓને ચેતવણી આપી છે કે દેશના કેટલાક છેતરપિંડી કરનારાઓ કોવિડ -19 (COVID-19) રસીના નામે લોકોને તેમના...
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયા (Australia) સામે સિડની ટેસ્ટ મેચના ચોથા દિવસે ફરી એકવાર નસ્લીય ટિપ્પણીનો સામનો કરવો પડ્યો છે....
સુરત, દેલાડ, ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના (Surat District) ઓલપાડ તાલુકાના ઓલપાડ ગામ ખાતે તથા માગરોળ તાલુકાના કોસંબા ગામ ખાતે શનિવારે સુરત શહેર...
ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વરની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરિયા પરિવાર અંબાજી દર્શને ગયો હતો. પુત્રના જન્મદિવસે જ માતાએ શામળાજીનાં (Shamlaji) દર્શનની પણ મહેચ્છા...
GoAir ના એક પાયલોટ (PILOT)ને પીએમ મોદી (PM MODI) વિરુદ્ધ કરેલા એક ટ્વીટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ટ્વીટને કારણે કંપનીએ પાઇલટને...
સુરત: (Surat) રેલવેના નવા સમયપત્રક મુજબ કોસંબા રેલવે સ્ટેશન પર સ્ટોપેજ લેતી 7 જેટલી ટ્રેનોને બાયપાસ કરાતા ડેઇલી મુસાફરો પરેશાન થઇ ગયા...
સુરત: (Surat) છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સુરતના અઠવાલાઇન્સ પાસે નાનપુરા વિસ્તારમાં આવેલી ફેમિલી કોર્ટને અન્યત્ર ખસેડવા માટે ચક્રો ગતિમાન થયાં હતાં. બાળકો તેમજ...
પાકિસ્તાન (PAKSITAN) માં ટેક્નિકલ ખામી હોવાને કારણે શનિવારે મોડી રાતે આખા દેશમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. આને કારણે ઇસ્લામાબાદ, લાહોર, કરાચી,...
CHANDIGADH: હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર (MANOHATLAL KHATTAR) ના કાર્યક્રમનો ખેડુતોએ વિરોધ કર્યો છે. તે દરમિયાન કરનાલ (KARNAL) માં ખેડુતો અને પોલીસ...
મોટા ભાગે દરેક યુવકને બે પત્ની સાથે જીવનના અસામાન્ય સ્વપ્ન જોવાની ઘેલછા હોય છે. પણ આ સ્વપ્ન સાચું થઇ જાય તો?? છત્તીસગઢના...
દેશ હવે કોરોના (CORONA) રોગચાળામાંથી બહાર આવ્યો પણ નથી કે એક નવું સંકટ ઉભું થયું છે. દેશના પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લૂ (BIRD...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ના ટ્વિટર (TWITTER) પર્સનલ અકાઉન્ટને 88.7 મિલિયન મતલબ 8 કરોડ 87 લાખ લોકો ફોલો કરી રહ્યા...
IND Vs AUS સિડની ટેસ્ટ : ઓસ્ટ્રેલિયાના સિડની ટેસ્ટના ચોથા દિવસનું સરવૈયું કંઈક આમ હતું. 407 રનના લક્ષ્યાંક(TARGET)નો પીછો કરતાં ભારતે 2...
16 જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ (CORONA VACCINETION) ના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતાની જાહેરાત...
દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS) થી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57 નવાં મોત સાથે મોતનો આંકડો વધીને 50,027...
ઇન્ડોનેશિયા (INDONESIA) માં ફરી વિમાની દુર્ઘટના (PLANE CRASH) સર્જાઈ છે. વિમાન જકાર્તાથી ઉડાન ભરી બાદમાં ગુમ થઇ ગયું હતું. જે પછી હવે...
જનતા દળ યુનાઇટેડ (JDU) ની રાજ્ય કારોબારીની બેઠક દરમિયાન, ચૂંટણી હારી ગયેલા ઘણા ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી (BJP) સામે જોરદાર ક્રોધાવેશ કર્યો...
રાયચુર, (RAYPUR) : કર્ણાટકમાં એપીએમસી એક્ટ (APMC ACT) માં સુધારા પછી આ પહેલીવાર છે જ્યારે મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ...
સુરત (Surat): ભ્રષ્ટાચારમુક્ત શાસનનાં બણગાં ફૂંકતી મોદી સરકાર માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માત્ર સુરત એકમની વાત કરીએ તો લોકડાઉનમાં પણ...
શું તમારું બજેટ ઓછું છે અને તમે 7 હજાર રૂપિયા (7000 INDIAN RUPPEES) માં નવો સ્માર્ટફોન ખરીદવા માંગો છો? અમે તમને તે...
શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી કેફે શોપમાં ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ક્લાસમેટ મિત્રને મળવા બોલાવી બે યુવકો પાસે માર મરાવતાં મામલો પોલીસ...
સુરત: કોરોનાકાળના સમયે જ્યારે દેશના તમામ વેપાર ઉદ્યોગો બંધ હતા, તેવા કપરા સમયમાં દેશના કાપડ ઉદ્યોગકારોએ ઇતિહાસ બનાવ્યો છે. તેવું કાપડમંત્રી સ્મૃતિ...
રાજ્ય સરકારે કોરોના વચ્ચે શાળાઓ ચાલુ કરવા માટે અવારનવાર ગપગોળા વાળ્યા છે. શાળાઓ શરૂ કરવા સરકાર તરફથી કોઇ સ્પષ્ટ મત આવતો નહોતો....
શહેરની સામાજિક સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના સોશિયો સર્કલસ્થિત શનિદેવ મંદિર પાસે 1500 મૃતદેહની તસવીરોનું ઓળખ માટે પ્રદર્શન યોજાયું હતું. જેમાં...
ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ, 5 મુસાફરો ઘાયલ
મમતાના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારી બોલ્યા, ‘બંધારણમાં બધું જ લખેલું છે, વધારે કંઈ કહેવાની જરૂર નથી’
પ્લેઓફ રેસમાં મોટો ઝટકો? દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી, CSKનો દબદબો
હાર પચાવી ન શકયા મમતા બેનર્જી, યોજી પ્રેસ કોન્ફરેન્સ, જાણો શું બોલ્યા…
હનુરામની દાલ કચોરીનો નમૂનો અનસેફ, લોકોના આરોગ્ય સાથે ચેડા
એમએસયુની મેમોરિયલ લાયબ્રેરીમાં પીવાના પાણીના કુલરો શોભાના ગાંઠિયા સમાન
વડોદરામાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 4347 બાળકોને શાળા ફાળવાઈ, 462ના પ્રવેશ મંજૂર
વડોદરા પાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ
ધોરણ-12ના પરિણામ બાદ GCASના માધ્યમથી 7થી 28 મે સુધી રજિસ્ટ્રેશન
આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ 10નું પરિણામ, WhatsApp પર પણ મેળવી શકાશે, જાણો કેવી રીતે…
અમેરિકાના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’થી છંછેડાયેલા ઇરાને કહ્યું, ‘અમે તો હજુ શરૂઆત પણ નથી કરી’…
દિલ્હી–મુંબઈ હાઈવે પર ભાટપુરા પાસે ભીષણ અકસ્માત, એક જ પરિવારના 3ના મોત
હારવા છતાં હઠ પર ઉતર્યા મમતા બેનર્જી, અમે ચૂંટણી હાર્યા જ નથી તો રાજીનામું શાને આપું?
બંગાળ-આસામ જીત બાદ દેશની 80% વસ્તી પર ભાજપનું શાસન, રાજ્યસભામાં પણ રસ્તો થયો સરળ
કોણ બનશે બંગાળના નવા CM? 9 મેના શપથ પહેલા સસ્પેન્સ, રેસમાં શુભેન્દુ, દિલીપ, શમિક અને ઉત્પલ, કોણ મારશે બાજી?
સ્ટેજ પર ભાવુક દિલજીત: ‘મને ક્યાં જવું તે સમજાતું નથી’, બે તરફથી ટીકા વચ્ચે દિલજીત દોસાંઝનું દુઃખ છલકાયું
વડોદરા : એકના ડબલની લાલચમાં નકલી નોટનો કારોબાર, ખાનગી યુનિ.ના 5 વિદ્યાર્થી સહિત 6 ઝડપાયા
લવ, લાફ્ટર અને ફેમિલી બોન્ડિંગ, સોશિયલ મીડિયા પર છવાયો સેઠી પરિવાર: ક્યૂટ સ્વાગતનો વીડિયો ચર્ચામાં
બંગાળમાં TMC પાર્ટીમાં ભૂકંપ, 35માંથી 22 દિગ્ગજ નેતાઓની કારમી હાર
દાહોદ નગરપાલિકાના પ્રમુખ પદ માટે બે શક્તિશાળી મહિલાઓ વચ્ચે રસપ્રદ રેસ
સિંગવડના પિસોઈ ગામે વૃદ્ધાની જમીન પચાવવાનો આરોપ, ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
દંતેશ્વરની સમૃદ્ધ રેસિડેન્સીમાં શોકનો માહોલ, શ્વાસની તકલીફ ઉપડતા 45 વર્ષીય પ્રોઢનુ મોત
કેજરીવાલને મળશે મોટું સરપ્રાઇઝ? ભગવંત માનની મુલાકાત પહેલા કોંગ્રેસના ગંભીર આક્ષેપ
આલમગીર પાસેની કિસ્મત કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાંથી વીજ ચોરીનો પર્દાફાશ, વીડિયો વાયરલ
દિવસ-રાત મહેનતથી તૈયાર કરાયેલું 3 કિલોનું કમળ બંગાળ જીત પર PM મોદીને ભેટ કરાયું
વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકીનો કંટાળો, તંત્ર સામે ગ્રામજનોમાં રોષ
કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી કચ્છમાં રમતગમતને પ્રોત્સાહન – 105 મેદાનોને મળ્યો સત્તાવાર દરજ્જો
ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો કેસરિયો ધ્વજ લહેરાયો – ભાજપના હર્ષદ પરમારની 30,743 મતોથી જીત
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ
ગોધરા શહેરમાં ફ્લાયઓવરની કામગીરીને પગલે ટ્રાફિક ડાયવર્ઝન: એસ.ટી. અને ખાનગી બસો માટે નવા રૂટ જાહેર
સુરતઃરવિવારઃ-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતની એલ. એન્ડ ટી. (L&T) હજીરા દ્વારા નિર્મિત થયેલી 91મી K 9 વજ્ર ટેન્કને લીલી ઝંડી (GREEN SIGNAL) આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે ડી.આર.ડી.ઓ. મારફતે સંશોધનો (RESEARCH) કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ ધર્યું છે. સંરક્ષણ શસ્ત્રસરજામનું ભારતમાં નિર્માણ શરૂ કરીને કંપનીએ શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કંપનીએ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (STATUE OF UNITY) બનાવવાનું બીડુ ઝડપી પોતાની ઉચ્ચ ઈજનેરી ક્ષમતા સાબિત કરી છે. તેવી રીતે મોટેરા સ્ટેડિયમ જેવા આગવા પ્રોજેકટો સહિત અનેક પુલ, રેલ, પાઈપલાઈનના પ્રોજેકટ નિર્માણના વિકાસકાર્યોમાં યોગદાન આપ્યું છે.

મુખ્યમંત્રીએ વજ્ર ટેન્ક દુશ્મનોના દાંત ખાટા કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, લેટેસ્ટ ટેકનોલોજીયુક્ત વેપન્સ આપણા દેશમાં બને તે દિશામાં આપણી સરકાર કામ કરી રહી છે. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેકચરીંગ (DEFENSE MANUFACTURING) ગુજરાતમાં થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો રહેશે.સમગ્ર ભારતમાં 52 ટકા ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) મેળવીને ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું છે દરેક કંપનીઓ લાંબાગાળાનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકે તે માટે ગુજરાતે ડિફેન્સ પોલિસી, સોલાર પોલિસી જેવી દરેક ક્ષેત્ર માટે પોલિસીઓ બનાવીને તેના લાભો દરેકને મળે તે દિશામાં કાર્ય કર્યું છે.

L&T કંપનીના ડિરેક્ટર જયંત પાટીલે જણાવ્યું કે, એલ એન્ડ ટી કંપનીએ વજ્ર ટેન્ક પ્રોજેક્ટ (VAJRA TANK PROJECT) ની સૌથી પહેલી ટેન્ક બનાવી તેની મજબૂતી દુનિયાના અન્ય કોઈ દેશો પાસે નથી. આ ટેન્ક બનાવવાનાં માત્ર 15 ટકા સ્પાર્ટસ વિદેશથી આયાત કરવામાં આવે છે. આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં 100થી વધુ ટેન્ક પુરી પાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હજીરા સ્થિત એલ.એન્ડ ટી. કંપનીના પ્લાન્ટ હેડએ જણાવ્યું હતું કે, કંપની છેલ્લા 37 વર્ષથી કાર્યરત છે.

L&T વર્ષ 1987માં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે કાર્યરત રહીને તબક્કાવાર આજે 750 એકરમાં વિકસિત થઇને વિશ્વની ‘અનબિલીવેબલ’ કંપની બની છે. હાલ કંપનીમાં 17000 કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે. અમેરિકા કેનેડા જેવા મોટા દેશોમાં ઉપયોગમાં લેવાતા પેટ્રોલ-ડિઝલના રીએકટર અહી નિર્મિત થાય છે. કંપનીના કર્મચારીઓને અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.