Charchapatra

મહેંક માહિતીની…

ગ્રામ્યજીવન કેવું હોય તે જાણવા વાચકને ગુ.મિત્ર પ્રતિ મંગળવારે ટાઉનટોક આસપાસ ચોપાસમાં ઝીણવટભરી માહિતી પીરસે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક પ્રાકૃતિક સાથે લોકજીવનો આ કોલમોમાં આવરી લેવાય. ઘેઘુર વટવૃક્ષ, શાળાની વિશિષ્ટતા, ગામમા ઉપસ્થિત પૌરાણિક ચીજવસ્તુઓ, આઝાદીની લડતના કોઇ સ્વયંસેવક ગામમાં થઇ ગયા હોય તો તેની માહિતી સરપંચ સેક્રેટરી ગામના ધાર્મિક સ્થળો મંદિર, મસ્જિદ, દરગાહ, રસ્તાઓ, નદી, સર્વનું સચિત્ર વર્ણન માણવા મળે છે.

સાથે એ સ્થળે કેવી રીતે કયાંથી જવાય તેની માહિતી સુધ્ધાંહ ોય. સીત્તેર વર્ષોથી ઘરમાં આ મિશ્ર અવનવી માહિતી સાથે સૂર્યોદય પહેલા આવી પહોંચે. અનેક વળાંકો ઉપર ચઢ, જૂના બટુક દીક્ષિતજી, રમણ પાઠક, ભ. શર્મા, શશિકાન્ત શાહ, રતિલાલ અનીલ, તેમની શૈલી, વે નજર શોધે છે. અલબત્ત નવીનતા, પરિવર્તન આવકારીએ પરંતુ કોઇ એ શબ્દો હૃદયમાંથી ભૂંસી નથી શકતું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તાજેતરમાં અનેક કબીલાઓથી વસેલ ગામ કવિઠા વિશે સુંદર માહિતી મળી. સતત સમયના ધસમસતા પ્રવાહમાં માહિતીની મહેંક શીતળ વાછટ બની રહે.

સુરત              – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top