સુરત: (Surat) વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના (Sumul Dairy) ચેરમેન પદે રાજેશ કે. પાઠક હતા ત્યારે તેમના સમર્થક ડિરેક્ટર (Director) એવા...
જયપુર : દેશમાં કોરોના (Corona) વાયરસનો ખતરો ફરી વધી રહ્યો છે. જેથી રાજસ્થાન (Rajsthan)ની અશોક ગેહલોત (Ashok gehlot) સરકારે કોરોના વાયરસને રોકવાના હેતુ માટે...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા બનાવાયેલા ભેસ્તાન અને વડોદ આવાસોમાં સમયસર ફાળવણી થઇ નથી. આથી તેમાં અસામાજિક તત્ત્વો દ્વારા કબજો જમાવી દેવાયો...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ના આયોજનને લઈને સતત સંકટનાં વાદળો ફરી રહ્યા છે. દરમિયાન, ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ આપી છે કે ખેલ ગામ...
સુરત: (Surat) સુરત પોલીસે કિડની વેચવાના નામેં ઠગાઈનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભારતની વિવિધ હોસ્પિટલોના (Hospital) નામની ફેક વેબસાઈટ (Fake website)...
લખનૌ: કોંગ્રેસના મહાસચિવ અને રાજ્ય પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) વાડ્રા સામે એફઆઈઆર નોંધાઈ છે. કલમ 144નાં ભંગ બદલ આ ગુનો નોંધાયો...
અત્યાર સુધીમાં તમે સૌથી મોંઘા દારૂ વિશે સાંભળ્યું જ હશે, તેની કિંમત એક લાખ કે દસ લાખ સુધીની થઈ શકે છે, આ...
અષાઢ સુદ અગિયારસથી તરૂણીઓ માટેનું જ્યાપાર્વતી વ્રત અને તેરસથી બાલિકાઓ માટે મોળાક્તવ્રત જેને અલૂણાં અથવા ગૌરીવ્રત પણ કહેવાય છે, તે શરૂ થાય...
સમગ્ર દેશમાં જયારે કોરોના (Corona) સામેની લડતમાં વેક્સીન એક માત્ર રામબાણ સાબિત થઇ રહી છે, ત્યારે આજ વેક્સીન પૈકી રશિયાની વેક્સીન પણ...
બ્લેક આઉટફિટની ફેશન કદી આઉટ થતી નથી પછી એ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન આઉટફિટ્સ. ઓકેઝન અને તમારી પસંદ મુજબ તમે ઇચ્છો ત્યારે...
મનોહર સવારના જાગ્યો ત્યારથી એના મનનો એક જ વિચારે કબજો લઈ લીધો હતો. છ છ મહિનાથી ઘેર બેઠા બેઠા બધી બચત પણ...
સ્ટ્રોબેરી બોલ્સ સામગ્રી 1/4 કપ સ્ટ્રોબેરી ક્રશ 1/4 કપ મિલ્ક પાઉડર 1/2 કપ છીણેલું સૂકું કોપરું સ્વાદાનુસાર દળેલી ખાંડ રીત – એક...
બાળકોને કઇ વસ્તુઓ કરવા દેશો કે એ કરવાની ના ન પાડશો? પ્રશ્નો પૂછવા બાળક જેમ જેમ મોટું થતું જાય છે એનામાં કુતૂહલ...
કન્યાઓનાં અધૂરાં અરમાનો તેમ જ તેમના ભવિષ્યની મંગળ કામનાથી કરવામાં આવતાં અલૂણાં અને ગૌરીવ્રત વાજતેગાજતે આવી પહોંચ્યાં છે. નાની બાળાઓ હરખથી ઘેલી...
ફોલિક એસિડ એ વિટામિન બી -૯ ‘ફોલેટ ‘નું રાસાયણિક સ્વરૂપ છે. ફોલિક એસિડ આપણા શરીરમાં નીચે પ્રમાણેનાં વિવિધ કાર્યો કરે છે. DNAના...
હેડિંગ વાંચીને ઘણાંને થાય કે સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવી હોય તો સ્પોર્ટસમેન જ બનવું પડે અને આપણા ભારતીયોમાં તો ક્રિકેટનો ક્રેઝ અમાપ્ય. કેટલા...
મેઘરાજાનાં અમીછાંટણાંથી આપનું તન-મન તરબતર થયું હશે…. વરસાદી માહોલ દરેક જીવંત વ્યકિતનાં હૃદયમાં લાગણીની, યાદોની અને પ્રેમની ભીનાશનું ઝરણું વહેતું કરે છે....
સુરત: ફોગવા (Fogva), ફિઆસ્વી અને ચેમ્બર (Chamber of commerce)ની રજૂઆતને પગલે વોટરજેટ (Water jet), રેપિયર અને એરજેટ જેવા 500 જેટલાં હાઇસ્પીડ લૂમ્સ...
યુદ્ધ વખતે ભારત-પાકિસ્તાનની સરહદે જેવું તંગ વાતાવરણ હોય છે, તેના કરતાં પણ તંગ વાતાવરણ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સરહદ પર કાવડયાત્રાને કારણે...
લોકચાહના કે પ્રજામત મેળવવો હોય તો પ્રજાની નાડ પારખતા ચાણકયનીતિ અપનાવવી જોઇએ. કેજરીવાલે મફત પાણી અને વીજળી આપી (જેમ માછલી પકડવા ગલ...
દરેક વ્યકિત જાહેર જીવનમાં હોય ત્યારે સ્પષ્ટ બોલનારા જ હોવા જરૂરી છે. દરેક વ્યકિત કડવું બોલીને બગાડવા કરતાં મીઠું બોલીને દૂધમાં અને...
હમણાં જ એક વીડિયો પ્રકાશમાં આવ્યો કે જેમાં એક ઘરડાં સાસુને વહુ દ્વારા મારવામાં આવે છે. એ વીડિયો જોઈને એવું લાગે છે...
ભારતની બહુમતી પ્રજા માત્ર ધાર્મિક નથી, ધર્મભીરુ છે. વળી લોકો અફવાભૂખ્યા અને નિંદાતરસ્યા હોઈ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું ઢીંગલીકરણ થતું જ રહ્યું છે....
ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવાના અન્ય સંકેતમાં, યુએસ નેવી (us navy)એ પ્રથમ બે એમએચ -60 આર મલ્ટિ-રોલ હેલિકોપ્ટર (fighter helicopter) ભારતીય નૌકાદળ...
અત્યારે પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલના ભાવ અંકુશમાં નથી તો તેને લીધે સૌ પ્રથમ અમુલ દૂધમાં ભાવવધારો જોવા મળ્યો ત્યાર બાદ રોજિંદી...
એક જીવનની મુશ્કેલીઓથી ઘેરાયેલો, થાકેલો અને હારેલો યુવાન એક મંદિરમાં ગયો અને ભગવાન સામે પ્રાર્થનાને બદલે ફરિયાદ કરવા લાગ્યો. તે બોલ્યો, ‘પરભુ,...
કોરોના મહામારીએ એના અજગર ભરડામાં એક બે દેશ નહિ આખા વિશ્વને લીધું છે. કોરોનામાં માત્ર વ્યક્તિ શારીરિક નહિ પણ માનસિક,આર્થિક રીતે પણ...
૨૦૧૪ થી શરૂ થયેલા મોદી યુગના ગુણવત્તાના ચિહ્નમાં પોતાની સરકારે જે કાંઇ પણ કામ હાથ પર લીધાં હોય તેને ભવ્યતાથી અને ફામફોસથી...
જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી દેશમાં લોકશાહી શરૂ થઈ છે. પરંતુ જો દેશના કાયદાઓ જોવામાં આવે તો એવું સમજી શકાય...
જ્યારે પંજાબ કોંગ્રેસ (Punjab congress)માં ખળભળાટ હજી શાંત થયો નથી, ત્યારે કોંગ્રેસમાં બીજો વિવાદ શરૂ થઈ શકે છે. આનું કારણ રાહુલ ગાંધીનું નિવેદન...
તાંદલજામાં GEBની કામગીરી બાદ મેન રોડ કિનારે ભુવો, અકસ્માતનો ખતરો
સરકારનો દાવો: E-20 પેટ્રોલ વાહનોને નુકસાન કરતું નથી, વેચાણ પહેલાં પરીક્ષણ કરાયું હતું
તરસાલીની શિવમ રેસીડેન્સીમાં નવપરણિતાનો આપઘાત, પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ
ખામેનીને વિદાય આપવા કાળા પોશાક પહેરી હજારો લોકો ભેગા થયા, “બદલો” ના નારા ગુંજ્યા
રેલવે ગોદીમાં સિમેન્ટનો જથ્થો ખુલ્લામાં,વરસાદી માહોલ ટાણે તાડપત્રી ઢાંકી સંતોષ માણતું તંત્ર
ફીજીથી બેસીને વેપારીના મર્ડરની સોપારી! વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ
વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડી, તાળીઓ વચ્ચે મળી ડેબ્યૂ કેપ
રામ મંદિર: સોના જડિત રામચરિતમાનસની ચોરીનો દાવો, પૂર્વ IAS અધિકારીએ કહી ચોંકાવનારી વાત
લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટ રેસમાં સૌથી આગળ, સતત આઠ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી
કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: સિયા પાસે બીજો મોબાઈલ મળ્યો, કોડવર્ડમાં થતી હતી વાતચીત
પચપદરા રિફાઇનરીનું PM મોદીના હસ્તે લોકાર્પણ, કહ્યું- યુદ્ધમાં પણ ભારતે દુનિયાને પોતાની તાકાત બતાવી
અસંતુષ્ટ જૂથે TMC મુખ્યાલય પર કબજો કર્યો: મમતાના નજીકના નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યનું પણ રાજીનામું
મુંબઈના ભારે વરસાદે બોલિવુડ સ્ટાર્સને પણ કર્યા પરેશાન, અમિતાભ બચ્ચન અને અજય દેવગનના બંગલામાં ઘૂસ્યા પાણી
મુશળધાર વરસાદથી મુંબઈમાં જનજીવન ખોરવાયું, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની આગાહી
મે મહિનામાં સુરત એરપોર્ટથી 1.58 લાખ મુસાફરોએ કરી યાત્રા, ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
WhatsAppના Username ફીચર પર સરકાર સખ્ત, મેટાને 3 દિવસમાં જવાબ આપવા અલ્ટીમેટમ
વીજ ટાવર અને લાઇન હશે તો જ મળશે વળતર, સરકારે બદલ્યા ખેતી વળતરના નિયમો
પ્રથમ વરસાદે જ ઉદલપુર–ડેસર માર્ગની પોલ ખોલી: વિશાળ ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ, અકસ્માતનો ખતરો વધ્યો
એક્શન, ઈમોશન અને સસ્પેન્સથી ભરપૂર એન્ટરટેઇનિંગ સ્પાય થ્રિલર ફિલ્મ ‘અલ્ફા’
સુરત શહેરની કાયદો-વ્યવસ્થાની કમાન હવે IPS વાબાંગ જામીરના હાથમાં
વેજલપુરમાં વિકાસના દાવા ધોવાઈ ગયા! શાળા પાસે ઘૂંટણસમા ગંદા પાણી, વિદ્યાર્થીઓ નરકાગાર જેવી સ્થિતિમાં
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હોસ્પિટલમાં દાખલ; તમામ કાર્યક્રમો રદ
સગીરાના યૌન શોષણમાં દોષિત ઠર્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન સમર્સ, કરિયર પર પૂર્ણવિરામ
CBSEનો નિર્ણય,હવે પ્રાઇવેટ કંપનીઓ પણ ખોલી શકશે સ્કૂલ,જોડાણના નિયમો હળવા કરાશે
સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ! સોનું, ચાંદી અને પ્લેટીનમના ભાવમાં મોટો વધારો, સોનું 1.50 લાખ પાર અને ચાંદીમાં 5000નો ઉછાળો
વૈભવ સૂર્યવંશીની ‘New Chapter’ પોસ્ટથી ચર્ચાનો માહોલ, ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂના સંકેત?
કાશી વિશ્વનાથ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક, PAC જવાનની રાઇફલમાંથી ગોળી છૂટતા 3 ઈજાગ્રસ્ત
હાલોલમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર બુલડોઝર: સેશન કોર્ટ પાસે વહીવટી તંત્રનું મેગા અભિયાન
મેઘમહેર : વડોદરા શહેરમાં 20 મીમી.,સાવલીમાં સૌથી વધુ 39 મીમી વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મન મૂકીને વરસ્યો મેહુલો, જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ; 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામ સંપર્કવિહોણાં
સુરત: (Surat) વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના (Sumul Dairy) ચેરમેન પદે રાજેશ કે. પાઠક હતા ત્યારે તેમના સમર્થક ડિરેક્ટર (Director) એવા ભરત સુદામ પટેલના પુત્ર હેમંત કુમાર પટેલને સુમુલ ડેરીમાં એન્જિનિયર-લેબોરેટરી વિભાગમાં નોકરી આપવામાં આવતા સુમુલ ડેરીના નીઝરના સભાસદ યોગેશ ચુનીલાલ રાજપુતે સુરતના જિલ્લા રજિસ્ટ્રાર (Registrar) અને સ્ટેટ કો.ઓપ રજિસ્ટ્રાર દેવાંગ દેસાઇને એવી ફરિયાદ કરવામાં આવી હતી કે સહકારી કાયદા પ્રમાણે જે સંસ્થામાં પિતા ડિરેક્ટર હોય ત્યાં સીધી લીટી વારસદારોને કે સગા સંબંધીઓને નોકરીએ રાખી શકાય નહી.

ફરિયાદીએ આ કેસમાં એવી ફરિયાદ કરી હતી કે સુરતના અંગ્રેજી અખબારમાં સુમુલ ડેરીના મહારાષ્ટ્રના લાહેમાં આવેલા પ્લાન્ટમાં એન્જિનિયરિંગ-લેબોરેટરી વિભાગમાં એક એન્જિનિયરની ભરતી કરવાની છે તેના અનુસંધાનમાં એક માત્ર હેમંત ભરત પટેલની અરજી આવી હતી અને તેઓ આ પદ માટે સિલેક્ટ થયા હતા. પરંતુ તેમના ડિરેક્ટર પિતાએ વગ વાપરી મહારાષ્ટ્રમાં ફરજ સોંપવાને બદલે સુરત સુમુલમાં તેમને ડ્યૂટી સોંપી નિયમ ભંગ કર્યો છે. તેના અનુસંધાને સુમુલ ડેરીના પેટા નિયમો અને ગુજરાત સહકારી મંડળીઓ 1965ની જોગવાઇઓનો ભંગ થતા સ્ટેટ કો.ઓપ રજિસ્ટ્રાર દેવાંગ દેસાઇએ ભરત સુદામ પટેલને સહકારી કાયદાની કલમ 76(બી)(1)ની જોગવાઇ પ્રમાણે તેમને ડિરેક્ટર પદેથી ગેરલાયક શા માટે નહીં ઠેરવવા તેવી કારણદર્શક નોટીસ આપી આધાર પુરાવા સાથે 22 જુલાઇ 2021ના રોજ વકીલ મારફત પોતાનો બચાવ રજૂ કરવાની તક આપી છે.

તેમાં જો તેઓ નિષ્ફળ જશે તો ડિરેક્ટર પદેથી તેમને દૂર કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે સુરતના તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર જે.આર.ચારેલ દ્વારા અગાઉ જ્યારે નોટીસ આપવામાં આવી હતી, ત્યારે ભરત સુદામ પટેલ એવો ખુલાસો કર્યો હતો કે એમની ટર્મ પુરી થઇ ગયા પછી તેમના પુત્રની ઓપન ઇન્ટરવ્યૂમાં પસંદગી થઇ હતી. તેઓ અમુલ ડેરીમાંથી સુમુલ ડેરીની નોકરીમાં પસંદ થયા હતા. સાથે સાથે તેમણે એવી પણ માહિતી આપી હતી કે સુમુલના વર્તમાન અને ભુતપુર્વ ડિરેક્ટરોના સગા-સંબંધીઓ પણ સુમુલમાં નોકરી કરી રહ્યા છે.
રાજુ પાઠક જૂથની ભવિષ્યમાં બહુમતી ન રહે તે માટે ઓપરેશન પાર પડાયુ
સુમુલ ડેરીની ગત ચૂંટણીમાં કુલ 16 બેઠક પૈકી ભાજપના બન્ને જૂથોના સમર્થકો મળી આઠ-આઠ બેઠકની ટાઇ થઇ હતી. તેને પગલે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પ્રમુખ પદ માટે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે રાજુ પાઠકના નામનો મેન્ડેટ આપી સમાધાન કરાવ્યું હતું. તે પહેલા મંત્રી ગણપત વસાવા જૂથના મનાતા ઉમેદવાર યોગેશ ચુનીલાલ રાજપુતનું ફોર્મ રદ થતા તેમણે ભરત પટેલના પુત્રની નોકરીને પડકારી હતી. અઢી વર્ષ પછી સુમુલના નવા ચેરમેન, વાઇસ ચેરમેનનો મામલો સામે આવે અથવા માનસિંહ પટેલ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવે ત્યારે પાઠક જૂથની બહુમતી ન રહે તેવા ઇરાદા સાથે કોંગ્રેસી મૂળના ભરત પટેલને ગેરલાયક ઠેરવવા પ્રયાસ કરાયો છે. સુમુલના બે જૂથોમાં કોંગ્રેસી મૂળના એક ડિરેક્ટર માનસિંહ જૂથને જ્યારે 3 ડિરેક્ટર પાઠક જૂથને સમર્થન આપતા આવ્યા છે.
વિવાદમાં સુમુલના કેટલાક વર્તમાન અને માજી ડિરેક્ટરોને પણ સ્ટેટ રજિસ્ટ્રારનો ચુકાદો નડી શકે
સુમુલના વર્તમાન બોર્ડમાં 4ડિરેક્ટરોના પરિવારના સભ્યો નોકરી કરી રહ્યા છે. એવીજ રીતે ચૂંટણી હારેલા એવા 4 માજી ડિરેક્ટરોના સગાઓ પણ નોકરી કરી રહ્યા છે. જોકે રજિસ્ટ્રારમાં ફરિયાદ માત્ર ભરત સુદામ સામેજ થઇ છે. તે જોતા કોંગ્રેસના અગ્રણીઓ ભાજપના મૂળના અન્ય ડિરેક્ટરો વિરૂધ્ધ પણ આ જ કેસને લઇ ફરિયાદ કરવા કાનુની અભિપ્રાય લઇ રહ્યા છે.