Business

Black કુરતીને કઇ રીતે સ્ટાઇલ કરશો?

બ્લેક  આઉટફિટની ફેશન કદી આઉટ થતી નથી પછી એ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન આઉટફિટ્‌સ. ઓકેઝન અને તમારી પસંદ મુજબ તમે ઇચ્છો ત્યારે અને ઇચ્છો ત્યાં એ પહેરી શકો છો. આપણે ટ્રેડિશનલમાં બ્લેક કુરતીની વાત કરીએ તો તમે એ અલગ અલગ રીતે કેરી કરી શકો છો પરંતુ એ અવસર પ્રમાણે પસંદ કરો તે જરૂરી છે. એથનિક વેરમાં કુરતી હંમેશાં ફર્સ્ટ ચોઇસ છે પરંતુ જો તમે પ્લેન બ્લેક કુરતી પહેરતાં હો તો થોડાં ટિવસ્ટ અને ટ્રીક સાથે આખો લુક બદલી શકાય છે. બ્લેક કુરતી સાથે એકસપરિમેન્ટ કરવા તમે કેટલીક સ્ટાઇલ ટ્રાય કરી શકો. આ ફેશન ઘણાં સેલેબ્સે પણ ટ્રાય કરી છે. તમે ઇચ્છો તો એમના આ લુકને રીક્રીએટ પણ કરી શકો છો.

  • શ્રગ
  • પ્લેન બ્લેક કુરતી તમે શ્રગ સાથે કેરી કરી શકો છો. જો કે શ્રગની પસંદગી કરતી વખતે ફેબ્રિક અને ડિઝાઇન પર વિશેષ ધ્યાન આપો. જો કુરતી શિફોનની હોય તો શ્રગ પણ લગભગ એને મળતાં ફેબ્રિકનું જ હોવું જોઇએ.
  • તમે કુરતી લેગીંગ સિવાય શ્રગને પલાઝો કે પેન્ટ અને કુરતી સાથે પણ ટ્રાય કરી શકો.
  • ટિપ
  • શ્રગની લંબાઇ કુરતી પ્રમાણે હોવી જોઇએ જેથી તમે જયારે એ કેરી કરો ત્યારે પરફેકટ લાગે. કુરતી સાથે મેચિંગ શ્રગ પહેરો એ જરૂરી નથી. તમે બોટમવેર સાથે મેચ થતો કલર પણ પસંદ કરી શકો.
  • કોટી કે જેકેટ
  • એ જરૂરી નથી કે પતિયાલા સૂટ સાથે જ કોટી પહેરી શકાય. કોટી ઘણી ડિઝાઇનમાં મળે છે. જો તમારે હેવી લુક જોઇએ તો ફેબ્રિક એ પ્રમાણે જ પસંદ કરો. પ્લેન બ્લેક કુરતી અને લેગીંગ કે પેન્ટ – કોઇ પણ સાથે કોટી કેરી કરી શકાય છે. તમે કુરતી સાથે જેકેટ પણ ટ્રાય કરી શકો.
  • ટિપ
  • જો કુરતી ફ્રી સાઇઝની હોય તો જેકેટ અને કોટી પણ લુઝ લો. જો કુરતી કોલરવાળી હોય તો એની સાથે ડીપ નેકવાળું જેકેટ કે કોટી પસંદ કરો. પ્લેન કુરતી પર મલ્ટી કલરનું જેકેટ કે કોટી પણ કેરી કરી શકાય છે.
  • હેવી દુપટ્ટો
  • પ્લેન બ્લેક કુરતી તમે ફુલકારી, ચંદેરી જેવા હેવી દુપટ્ટા સાથે પણ ટ્રાય કરી શકો. જો તમે લેગીંગ સાથે બ્લેક કુરતી પહેરતાં હો તો એ હેવી દુપટ્ટા સાથે પરફેકટ દેખાશે. એથનિક લુક માટે પ્લેન બ્લેક કુરતી, પેન્ટ અને હેવી દુપટ્ટો કેરી કરી શકાય.
  • ટિપ
  • બ્લેક કુરતી સાથે દુપટ્ટો પસંદ કરતી વખતે કલરનો ખાસ ખ્યાલ રાખો. પિન્ક, યલો, ફિરોઝી, ગ્રીન અને રેડ જેવા કલર પસંદ કરો.
  • પલાઝો
  • બ્લેક કુરતી સાથે તમે જો બોલ્ડ લુક ઇચ્છતાં હો તો પલાઝો સાથે કોમ્બિનેશન કરો. એની સાથે હેવી ઇયરિંગ્સ અને નોઝપીન કેરી કરો તો પણ બોલ્ડ લુક મળશે. જો તમે કમ્ફર્ટને પ્રાયોરિટી આપતાં હો તો આ લુક ફોલો કરી શકાય છે.
  • ટિપ
  • ની લેન્થ પ્લેન કુરતી સાથે તમે ઇચ્છો તો સ્કર્ટ પણ ટ્રાય કરી શકો. ગળામાં ચોકર અને હેવી ઇયરીંગ્સ સાથે તમે આ લુકને આકર્ષક બનાવી શકો. દુપટ્ટો સાઇડ પર નાખો. એ કમ્ફર્ટેબલ રહેવાની સાથે ખૂબસૂરત પણ લાગશે.

Most Popular

To Top