SURAT

સુરતમાં વેક્સિનેશન હેતુ અન્ય રાજ્યોમાંથી આવી રહ્યાં છે લોકો: રશિયન રસીનું એકમાત્ર સેન્ટર

સમગ્ર દેશમાં જયારે કોરોના (Corona) સામેની લડતમાં વેક્સીન એક માત્ર રામબાણ સાબિત થઇ રહી છે, ત્યારે આજ વેક્સીન પૈકી રશિયાની વેક્સીન પણ લોકોમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે, ત્યારે હાલ ગુજરાત (Gujarat)માં રશિયન રસી (sputnik v vaccine)નું એકમાત્ર સેન્ટર સુરત (Surat) હોય વેક્સિનેશન હેતુ લોકો અન્ય રાજ્યોમાંથી પણ સુરત આવી રહ્યાં છે.

અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના લોકો કોરોનાની ‘સ્પુતનિક’ રશિયન રસી મૂકાવવા માટે સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરી ગુજરાતના સુરતમાં આવતા હાલ સુરતના આ સેન્ટરની ડિમાન્ડ વધી છે. મળતી માહિતી મુજબ  ‘સ્પુતનિક’ રસી માટે મુંબઈના 90 લોકોએ સુરતની કિરણ હોસ્પિટલ (Kiran hospital)માં રજિસ્ટ્રેશન (vaccine registration) કરાવ્યુ છે. અહીં દરરોજ રસીની ઉપલબ્ધ માત્રા કરતા ત્રણ ગણા વધુ લોકો નોંધણી કરાવી રહ્યા છે. સાથે જ અન્ય રાજ્યોમાંથી 500 થી વધુ લોકો રશિયન વેક્સીન પર ભરોસો કરી સુરતમાં સ્પુતનિક-વી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.

મહત્વની વાત છે કે રાજ્યમાં સ્પુતનિકનું પહેલું વેક્સીનેશન કેન્દ્ર સુરતની કિરણ હોસ્પિટલમાં આપવામાં આવ્યું છે. માટે જ ગુજરાતના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોના લોકો પણ રશિયન રસી (Russian vaccine) મેળવવા માટે સુરત આવી રહ્યા છે. મુંબઈ, મધ્યપ્રદેશ, માઉન્ટ આબુ, રાજસ્થાનના લોકો રશિયન વેક્સીન માટે સુરતમાં નોંધણી કરાવી રહ્યા છે. જો કે સ્લોટ ઓછા હોવાના કારણે વેઇટિંગ લિસ્ટમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં સ્પુતનિક રસી કેન્દ્રમાં આવા 524 લોકો છે, જે અન્ય રાજ્યોમાંથી આવે છે.

ન્યૂનતમ આડઅસરો અને બે ડોઝ વચ્ચેના નાના તફાવતને કારણે લોકોની પ્રથમ પસંદગી

આ રશિયન વેક્સીન ન્યૂનતમ આડઅસરો અને બે ડોઝ વચ્ચેના નાના તફાવતને કારણે લોકોની પ્રથમ પસંદગી બની છે. કિરણ હોસ્પિટલના એડમિનિસ્ટર ડૉ મેહુલ પંચાલે એક ન્યુઝ ચેનલને જણાવ્યું છે કે, સુરતમાં જ 5 હજારથી વધુ લોકો સ્પુતનિક રસી (corona vaccine) ની રાહ જોઇ રહ્યા છે.  અત્યાર સુધી 1,400થી વધુ લોકો સ્પુતનિક વેક્સીન લગાવી ચૂક્યા છે. માત્ર 10 દિવસમાં 8000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કિરણ હોસ્પિટલમાં દરરોજ 110 લોકોને રસી આપવામાં આવે છે. ત્યારે બીજા 300 લોકો વેઇટિંગ લિસ્ટમાં દરરોજ વધી રહ્યા છે. અહીં કોમ્પોનેન્ટ A-B વેક્સીન (vaccination) આપવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં સ્પુતનિક રસી માટે ઘણા ફોન આવતા હતા. લોકોની ઈચ્છા રશિયન સ્પુતનિક રસી લેવાની હતી. જેથી અમે કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપની તરફથી પણ અમને હકારાત્મક પ્રતિસાદ મળતા અમે સ્પુતનિક વેક્સીન લગાવવાની શરૂવાત કરી છે.

હાલ અમારી હોસ્પિટલ પાસે રશિયરન રસીના ડોઝ ઉપલબ્ધ છે. . સ્પુતનિક રસીના એક ડોઝ માટેની કિંમત 1,144 રૂપિયા ચૂકવવા પડે છે. જેમાં 994 રૂપિયાની રસી અને 150 રૂપિયાના હોસ્પિટલ ચાર્જનો સમાવેશ થાય છે. 90 થી વધુ મુંબઈના લોકો હોસ્પિટલમાં આ રસી માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે, સ્પુતનિકની એક શીશીમાં માત્ર એક જ ડોઝ હોય છે. સ્પુતનિક કંપનીનો દાવો છે કે અમારી વેક્સિન 90 ટકાથી પણ વધારે પ્રભાવી છે.

Most Popular

To Top