ટોક્યો ઓલિમ્પિક્સમાં કોરોના: ખેલ ગામમાં કોરોના ઇન્ફેક્શનનો પ્રથમ કિસ્સો મળતા ચકચાર

ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ના આયોજનને લઈને સતત સંકટનાં વાદળો ફરી રહ્યા છે. દરમિયાન, ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ આપી છે કે ખેલ ગામ (Sport village) સંકુલમાં કોરોના (Corona) ચેપનો પ્રથમ કેસ (first case) નોંધાયો છે. 

રમતોના મહાકુંભની 23 જુલાઈથી શરૂઆત થવાની છે. ખેલ ગામમાં કોરોનાના કેસ પછી ઓલિમ્પિકના સંગઠન પર ઘણા પ્રશ્નો ઉભા થયા છે. જો કે, કોવિડ -19 વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને, ટોક્યોમાં 6 અઠવાડિયાની કોરોના કટોકટી લાગુ છે. જો છેલ્લા કેટલાક દિવસોમાં જોવા જઈએ તો, ટોક્યોમાં ચેપ લાગતા કોરોનાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અધિકારીઓએ કહ્યું કે જે વ્યક્તિએ પોઝિટિવ ટેસ્ટ કર્યું છે તે કોઈ ખેલાડી નથી. ઓલિમ્પિક રમતો 23 જુલાઇથી શરૂ થવાના એક અઠવાડિયા પહેલા ખેલ ગામ ખોલવામાં આવ્યું હતું. આયોજક સમિતિના અધ્યક્ષ સીકો હાશીમોટો સહિતના અન્ય અધિકારીઓએ પણ આ કેસની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે શુક્રવારે એક પોઝિટિવ કેસ આવ્યો છે.

આયોજન સમિતિના સીઈઓ તોશીરો મુટોએ કહ્યું કે, જો વર્તમાન પરિસ્થિતિમાં ટેસ્ટ પોઝિટિવએ આવે છે, તો તે શક્ય છે તેવું માનવું જોઈએ. તે વ્યક્તિ રમતોને જોડાયેલી વ્યક્તિ તરીકે ઓળખાઈ હતી. તેઓ જાપાનના બિન-નિવાસી તરીકે સૂચિબદ્ધ છે. દરમિયાન, ટોક્યોના અધિકારીઓએ કહ્યું કે તેમને 14 દિવસના આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. ઓલિમ્પિક ગેમ્સના ગામમાં આ કોરોના કેસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે રમતોની શરૂઆત માટે 6 દિવસ બાકી છે. ટોક્યોમાં કોરોનાની અસર વધારે ન આવે તે માટે જાપાની સરકારે તમામ જરૂરી પગલાં લીધાં છે. પરંતુ આ હોવા છતાં, રાજધાનીમાં કોરોના ચેપનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જે ચિંતાનો વિષય છે. આ અઠવાડિયે, ટોક્યોમાં છેલ્લા છ મહિનામાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અગાઉ, ઘણા દેશોએ કોરોના ચેપને ધ્યાનમાં રાખીને તેમના રમતવીરોને ટોક્યો મોકલવાની ના પાડી હતી. 

બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા સતત નવ અઠવાડિયાના ઘટાડા પછી મૃત્યુની સંખ્યામાં ગત અઠવાડિયામાં વધારો થયો છે. ગયા અઠવાડિયે, 55,000 થી વધુ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો, જે તે પહેલાંના અઠવાડિયા કરતા ત્રણ ટકા વધારે છે. તે જ સમયે, ગયા અઠવાડિયે ચેપના કેસમાં લગભગ 10 ટકા એટલે કે લગભગ 30 લાખનો વધારો થયો છે. આ કિસ્સાઓમાં મોટાભાગના બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં આવ્યા છે.

Related Posts