SURAT

સુરતનો યુવાન ચાર કરોડમાં કિડની વેચવા ગયો, છેતરાયો તો બહાર આવ્યું આ મસમોટું કૌભાંડ

સુરત: (Surat) સુરત પોલીસે કિડની વેચવાના નામેં ઠગાઈનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભારતની વિવિધ હોસ્પિટલોના (Hospital) નામની ફેક વેબસાઈટ (Fake website) બનાવી તેમાં કિડની વેચવાથી (Kidney Sale) ચાર કરોડ રૂપિયા મળશે તેવી જાહેરાત આપી અલગ-અલગ લોકો સાથે વિશ્વાસઘાત કરનાર એક આફ્રિકાનને સુરત સાયબર ક્રાઈમ (Cyber Crime) દ્વારા બેંગ્લોરથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના અલગ અલગ 8 એકાઉન્ટમાંથી અત્યાર સુધી 1 કરોડ 31 લાખ નું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે. સુરતના નાનપુરા વિસ્તારના યુવકે રૂપિયા 4 કરોડમાં કીડની વેચવામાં 14 લાખ ગુમાવવાનો વખત આવ્યો હતો.

સુરતના કીડની વેચવા નીકળેલા યુવાન પાસે 14 લાખ પડાવી છેતરપિંડીના કેસમાં વેબ સાઇટ બનાવનાર મુખ્ય આરોપી ટોટી ડાગો ગ્રેજીયોર અગેસ્ટીનને પોલીસે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે. આ પ્રકારણમાં ઉપયોગ થયેલા અલગ અલગ બેંકોના કુલ-8 એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં રૂપિયા 1,31,19,125ના ટ્રાન્ઝેક્શન થયેલ હોવાનું બહાર આવ્યું છે. આરોપીની પૂછપરછ કરતા તે મૂળ વેસ્ટ આફ્રિકાનો હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2007 માં તે ભારતમાં બીસીએ (BCA) નો કોર્સ કરવા માટે આવ્યો હતો. જોકે ત્યારબાદ તેના વીઝા પૂરા થઇ ગયા હોવા છતાં તે બેંગ્લોરમાં જ રહ્યો હતો. આરોપીએ અલગ અલગ 40થી 50 હોસ્પીટલો જેમકે મનીપાલ હોસ્પીટલ, એપોલો, મેક્સ સુપર સ્પેશીયાલીટી, લીલાવતી, ટાટા મેમોરીયલ, ગાર્ડન સીટી હોસ્પીટલ, ફોર્ટીસ હોસ્પીટલ વિગેરેના નામની ફેક વેબસાઇટો બનાવી હતી.

આ છે સમગ્ર મામલો

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતો અરબાઝ સહેબાઝ રાણા કાર લે-વેચનો ધંધો હતો. જોકે કોરોનાના કારણે આ યુવાનને ધંધામાં ખોટ ગઈ હતી. આ ઉપરાંત તેને બહેન અને પોતાના લગ્નનો ખર્ચો પણ કાઢવાનો હતો. જેથી તેણે ગૂગલ પર કિડની સેલ ફોર મની નામે સર્ચ કર્યું હતું. જેમાં નામચીન હોસ્પિટલની વેબસાઈટ થકી તેને એક કિડનીના રૂપિયા 4 કરોડ આપવાની લાલચ આપી હતી. જેથી આ લોભામણી સ્કીમમાં આવી જઈ યુવાન પોતાની કિડની આપવા તૈયાર થયો હતો. જોકે તે પહેલા જ વેબસાઈટે આ યુવાન પાસેથી અલગ-અલગ ચાર્જના નામે રૂપિયા ૧૪ લાખ પડાવી લીધા હતા. બાદમાં આ યુવાને ફરીથી વેબસાઈટનો સંપર્ક કર્યો હતો. વેબસાઈટનો સંપર્ક ન થતા અરબાઝને ઠગાઈ થઈ હોવાનો માલૂમ પડ્યું હતું. જેથી તેણે આ અંગે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડી કરનાર ગેંગની એક મહિલાએ ડો.શિલ્પાકુમાર હોવાનું જણાવી અરબાઝ પાસેથી કીડની સેલિંગ અંગે જરૂરી પ્રોસેસ જણાવી પર્સનલ ડિટેઇલ્સ મેળવી લીધી હતી. કીડની સેલ કરવા માટે રજિસ્ટ્રેશન ફી રૂપિયા 9999 હોવાનું જણાવાતા બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ નેફોલોજી એક્ઝામીનર્સ વીથ નેશન કીડની ફેડરેશનનું સર્ટિફિકેટ મોકલી અપાયું હતુ. ડો.શિલ્પાએ બેંક એકાઉન્ટમાં 2 કરોડ ટ્રાન્સફર થયા બાદ કીડની ડોનેટ કરવાની પ્રક્રિયા કરાશે અને ત્યારબાદ બીજા 2 કરોડ એકાઉન્ટમાં જમા થશે એવું જણાવ્યું હતું. નાણાં ટ્રાન્સફર કરવાની ફી પેટે 35500 પણ ઓનલાઈન પડાવી લેવાયા હતા. ત્યારબાદ અરબાઝને એક મેઈલ મોકલવામાં આવ્યો હતો. જે મેલમાં મોકલનાર તરીકે રૂચિર સોનકર કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રિજનલ મેનેજર હોવાનું જણાવાયું હતું.

Most Popular

To Top