Charchapatra

મેરા ગુરુ મહાન

ભારતની બહુમતી પ્રજા માત્ર ધાર્મિક નથી, ધર્મભીરુ છે. વળી લોકો અફવાભૂખ્યા અને નિંદાતરસ્યા હોઈ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું ઢીંગલીકરણ થતું જ રહ્યું છે. આજે પણ ચાલુ જ છે. લગ્ન થાય પછી અનુકૂળ થવાથી જવાબદારી પુત્રવધૂ પર જ આવી પડે છે. સમાજ કેટલો અસભ્ય કે જંગલી છે? ભગવાનનું નામ લીધા બાદ ખોટું બોલીશું કે ખરાબ કામ કરીશું તો ખેર નથી એવું આપણા દિમાગમાં નાનપણથી જ ઠસાવી દેવાય. આવી માન્યતાઓનું બીજ નાંખવાથી માંડીને એને અત્યંત મજબૂત કરવાનું કામ ઘરના વડીલો પછી ધર્મગુરુઓ અને ધર્મનું શિક્ષણ આપતા લોકો કરે છે. લોકોને ઉલ્લુ બનાવવા માટે સાધુવેશ ઘરના લોકો શરૂઆતમાં ખરેખર ધાર્મિક ધર્મનીરૂપણ ઉપર પહોંચ્યા પછી ડર નીકળી જાય, સાથે સાથે ભગવાન પ્રત્યેની શ્રધ્ધા રહેતી નથી. ગરીબો પાસેથી પૈસા પડાવે.

સ્ત્રી અને બાળકોને ખુદની હવસના શિકાર બનાવે. પોતાની સામે પડનારને મારવાની કે મારી નાંખવાની હદે જાય. ખુદને ભગવાનનો અંશ માનવા લાગે. રજનીશની જેમ ખુદને ભગવાન કહેવડાવે? જૂના જમાનામાં રાજાદેવી વંશજ હોવાની કે દેવી તત્ત્વ હોવાની માન્યતા હતી. પાછળથી રાજા જેવી સત્તા ધર્મગુરુઓના હાથમાં આવી. પોપની જેમ જેનો વિરોધ માર્તિન લ્યુથરે કરેલો? ભાવિકો એક સમયે ભગવાન માનવા લાગે અને ભગવાનની સાથે ઘરમાં એવા ધર્મગુરુઓની છબી પણ રહેવા લાગી એટલે ખુદ જ ભગવાન એવા મહાત્માઓની સાથે રહેવાનું, એમની પૂજા અર્ચના કરવી સૌભાગ્ય ગણાવાય?મેરા ગુરુ મહાન? ગંગાધરા           – જમિયતરામ શર્મા          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top