સાપુતારા: (Saputara) નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને (Custody Death) મામલે સોમવારે ડાંગ જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો. સજ્જડ બંધનાં અલટીમેટમનાં...
સંસદ (parliament) શરૂ થાય તે પહેલા ભાજપ (Bjp) સંસદીય પાર્ટીની બેઠક મળી હતી. બેઠકમાં પીએમ મોદી (PM Modi)એ તેમના સાંસદોને ગામડા (Villages)ઓમાં જઈને...
સુરત: (Surat) ગોડાદરામાં ભરબપોરે એક મહિલા અને ત્રણ પુરુષોની ટોળકીએ એક મકાનમાં ઘુસી જઇને તેઓને બંધક (Hostage) બનાવી દીધા હતા, ઘરમાંથી આ...
ઘેજ: ચીખલી પોલીસે (Chikhli Police) ફરીયાદીને મોટર સાયકલ ચોરી થયાની 19 તારીખથી વારંવાર ધક્કા ખવડાવી બે યુવાનોના પોલીસ મથકમાં (Police Station) શંકાસ્પદ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા બાળકોને (Child) સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ પહેલા સરકાર...
પ્રધાનમંત્રી મોદી (PM Modi) સાથે પણ હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad swamiji)ને ખુબ જ આત્મીયતાનો સંબંધ હતો. ત્યારે વડોદરા (Vadodara) જિલ્લાના સોખડા હરિધામ (Sokhda...
આજથી ત્રીસ વર્ષ પહેલાના સમયને યાદ કરો. ૧૯૯૧નું વર્ષ હતું, દેશના વડાપ્રધાનપદે ચંદ્રશેખર હતા. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન...
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ રાજ કુંદ્રા (Raj kundra)ની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એક તરફ પોર્ન ફિલ્મ (Porn...
આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સંયુક્ત ઓપરેશનમાં વલેટવા –વડતાલ રોડ પર પાડગોલ ગામમાં આવેલી યમુના બાયો...
આણંદ : આણંદમાં અષાઢી વાદળો ઘેરાયા બાદ વરસવાનું શરૂ કર્યુ છે, સોમવાર સવારે પુરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લા સરેરાશ સવાથી અઢી...
સુરત: સુરત એપીએમસી (Surat APMC)માં વસુલાતા કમિશન (Commission) એજન્ટોના દર અને મજૂરીના દરને લઇ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પત્રકાર પરિષદ (Press...
નડિયાદ: મહુધામાં રહેતી એક પરિણીતા રાત્રીના સમયે કચરો નાંખવા માટે ફળીયામાંથી પસાર થઈ રહી હતી, તે વખતે ફળીયામાં જ રહેતાં એક ઈસમે...
આણંદ : અમેરિકામાં વસતા ભારતીય મૂળની 24 પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ચરોતરની મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. સામાજિક,...
સુરત: ગુજરાત માઇનિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GMDC)ના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહે આજે સુરત (Surat)માં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન (SGTPA)ના પદાધિકારીઓ સાથે બેઠક યોજી...
વડોદરા: શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે છે થોડી ક્ષણો માટે થોડી ક્ષણો બાદ વરસાદ બંધ પણ થઈ જાય છે...
વડોદરા: વિશ્વામિત્રી પુનઃ જીવીત કરવા માટે એનસીટીઈ દ્વારા ૭ લોકોને નોટિસ આપવામાં આવી છે જેમાં 3 મહિનાની અંદર વિશ્વામિત્રી આખી નદી પર્યાવરણને...
વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટણીમાં ભાજપમાંથી સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર શર્મિષ્ઠા સોલંકીએ ઉમેદવારી નોંધાવતા વિવાદ સર્જાયો છે. ભાજપના દલિત સમાજના કાર્યકરોએ...
વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં શનિવારે થયેલી રેગિંગની ઘટનાના ગંભીર પડઘા પડ્યા છે.સોમવારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા બોલાવાયેલી બેઠકમાં વિદ્યાર્થીઓના...
પાદરા: પાદરામાં નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને વિવિધ જગ્યાઓ પરના દબાણો દૂર કરતા પાદરા લારીગલ્લા ધારકો એ પાલિકા દ્વારા કરવામાં આવતી હેરાનગતિ...
પાવીજેતપુર: પાવીજેતપુરના સુખી ડેમમાં બે દિવસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. અને આજનું પાણીનું લેવલ ૧૪૩.૭૭ મીટરે પહોંચ્યું...
વડોદરા: રાજ્ય સરકારે કોરોનાની અસર ઓછી થતા ક્રમશ શાળા ખોલવાની મંજૂરી આપતા શિક્ષણ વિભાગ દ્વારા કોલેજો અને ધોરણ 12 બાદ ધો-9થી11ના વર્ગો...
વડોદરા: શહેરના અલકાપુરી ગરનાળા બે મહિના થી વધુ સમય લાગેલી આગ લાગવાથી ગરનાળા ઉપર અને અંદર કાળું કાળું થઈ ગયું છે. અલકાપુરી...
સુરત: સુરત (Surat)માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામ (Dr. Abdul kalam)ની હાજરી સમયે જ ક્રાઇમ બ્રાન્ચે (Surat crime branch) બોમ્બ (Bomb) બનાવવાના સામાન...
સુરત: ખજોદ ડ્રીમસિટી પ્રોજેક્ટ (Khajod dream city project)માં આવેલા સુરત ડાયમંડ બુર્સ (Surat diamond burs)ને નડતરરૂપ પાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ (Khajod disposal...
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા, તે વરસાદના કારણે ખરીફ પાકને જીવતદાન...
‘અમે પીએમઓમાંથી આવ્યા છીએ’ તેવું કહીને અંબાજી મંદિરમાં છ શખ્સો ગર્ભગૃહમાં દર્શન કરી ગયા હતા. આ મામલે મંદિરના ઈન્સ્પેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ...
ભારતને અંધજન ઓડીઆઈ વર્લ્ડકપ, ટી-20 વર્લ્ડકપ અને એશિયાકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નરેશ તુમડા, અનિલ ગારિયા, ગણેશ મોંડકર આજે મજુરીકામ કરીને જીવનનિર્વાહ...
રાજ્યમાં કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટના થોડાક કેસો જોવા મળ્યા છે. જેના પગલે સરકાર દ્વારા આ બે વેરિયન્ટના વાઈરસની તપાસ કરાવી રહી છે,...
ગોવાહાટી: આસામ-મિઝોરમ (Assam-Mizoram) બોર્ડર પર આસામના સુરક્ષા દળો (Security force) અને મિઝોરમના નાગરિકો વચ્ચે ઘર્ષણ થતાં ફાયરિંગ થયું છે. આ હિંસામાં આસામ...
સુરત: (Surat) ઉકાઈ ડેમ (Ukai Dam) અને હથનુર ડેમના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને (Rain) પગલે ડેમમાં પાણીની અવિરત આવક ચાલું રહી...
પ્રવેશમાં ગંભીર ગેરરીતિ : GCAS પોર્ટલની ખામીને કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય દાવ પર
‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો’: ભારે તણાવ વચ્ચે ટ્રમ્પની ઈરાન અને ઇઝરાયલને કડક ચેતવણી
TMCમાં અણબનાવ: 20 સાંસદોએ સ્પીકરને પત્ર લખ્યો, અલગ પાર્ટી બનાવી શકે છે
કાઈમ કેપિટલ સુરતમાં વધુ એક હત્યાની ઘટના,પત્નીની છેડતીની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા
લાઈફ લાઈન હોસ્પિટલના ડિરેક્ટર સામે ઠગાઈનો ગુનો: રાજીનામું આપનારા ડિરેક્ટરોના શેર પરિવારજનોના ખાતામાં ટ્રાન્સફર, 55 લાખની છેતરપિંડીનો આક્ષેપ
પૂર્વ ઝોનમાં પાણીની કિલ્લત અને પ્રી-મોન્સૂન કામગીરી મુદ્દે વોર્ડ નં. 6 માં યોજાઈ મહત્વની સંકલન બેઠક
વડોદરાની શાન સમાન સુરસાગર તળાવમાં હજારો માછલીઓના સામૂહિક મોત
ધોરણ 1થી 12માં 10 પાઠ્યપુસ્તકો હજુ આવ્યા નથી
દિલ્હીમાં ભારત બ્લોક બેઠક: કેન્દ્ર સરકારને ઘેરવા માટે સંયુક્ત વ્યૂહરચના પર ચર્ચા
ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર હુમલો: પશુપાલકોએ ધમકી આપી ગાયો ભગાડી
તૃણમૂલ કોંગ્રેસને વધુ એક મોટો ફટકો: રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે રાજીનામું આપી પાર્ટી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
મિડલ ઈસ્ટમાં યુદ્ધના એંધાણ વચ્ચે ભારતની એડવાઈઝરી :તમામ ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા સૂચના
નેપાળ સરહદ પરથી TMCના પૂર્વ ધારાસભ્ય જહાંગીર ખાનની ધરપકડ, દેશ છોડીને ભાગવાનો પ્રયાસ નિષ્ફળ
કાળઝાળ ગરમીમાં નર્મદા બની રાહતનું ઠેકાણું: માલસર કિનારે સહેલાણીઓની ભારે ભીડ
વડોદરા : કેનેડાના પીઆરના સપના બતાવી ઠગ એજન્ટે વેપારીને રૂ.12.57 લાખનો ચુનો ચોપડયો
હરણી ગદા સર્કલ પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે 25 વર્ષીય યુવકનું કમકમાટીભર્યું મોત
CBSE ધો-12માં ફિઝિક્સના માર્કિંગ પર વિદ્યાર્થીઓનો ફૂટ્યો રોષ
બિલના પૈસા માંગવા જતાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, શરીર પર બચકા ભરી લોહીલુહાણ કરાયા
પોલીસ પર હુમલાનો કેસ: આરોપી અને આશરો આપનારને ડભોઈ પોલીસે દબોચ્યા
CBSEનું પોર્ટલ ફરી ખોરવાયું: રી-ઇવેલ્યુએશનની અંતિમ ઘડીએ હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
ખાસવાડી સ્મશાન રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી, કેબલ વાયરો તૂટતા એક તરફનો રસ્તો બંધ
75 હજાર શિક્ષકો માટે એલર્ટ! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 31 ઓગસ્ટ 2028 સુધી TET પાસ કરવી ફરજિયાત
ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: ચારના મોત, સુનામીની ચેતવણી બાદ હજારો લોકોનું સ્થળાંતર
ભારતનો દબદબો: ડેબ્યુટન્ટ માનવ સુથારે સર્જ્યો ઇતિહાસ, અફઘાનિસ્તાન 152 રનમાં ઓલઆઉટ
ગુજરાતની રાજ્યસભા ચૂંટણી : ભાજપના ચાર નવા ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા
કંડારીની નવીનગરીમાં તસ્કરોનો તરખાટ: 25 લાખના ઘરેણાંની ચોરીથી ખળભળાટ
સાયરન ગૂંજ્યા છતાં એમ્બ્યુલન્સને ન મળ્યો રસ્તો, દર્દીઓ અને સ્વજનોના જીવ થયા અધ્ધર
કોણ છે શ્રીરામ કૃષ્ણન? ચેન્નઈથી વ્હાઇટ હાઉસ સુધીનો સફર, ટ્રમ્પના AI સલાહકાર અને એલોન મસ્કના સહયોગી હવે પદ છોડશે
ક્યાંક પાણી માટે હાહાકાર, ક્યાંક હજારો લીટરનો બેફામ બગાડ! પૂર્વ ઝોનમાં પાલિકાની બેદરકારીથી જનતા ત્રાહિમામ
આશારામ આશ્રમની બાજુમાં 37 પરિવારો માટે નવા આવાસ સાથે ભાડા સહાયની પણ વ્યવસ્થા
સાપુતારા: (Saputara) નવસારીનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને (Custody Death) મામલે સોમવારે ડાંગ જિલ્લો સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો. સજ્જડ બંધનાં અલટીમેટમનાં પગલે ડાંગમાં તમામ દુકાનોનાં શટર બંધ (Shops Closed) જોવા મળી રહ્યા હતા. ડાંગ બંધને લોકોનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સોમવારે જિલ્લાનાં તમામ જોવા લાયક સ્થળો પણ બંધ રાખવામાં આવતા પ્રવાસીઓની (Tourist) સ્થિતિ કફોડી બની ગઈ હતી.

ડાંગનાં સુનિલ પવાર (દોડીપાડા) અને રવિ જાદવ(વધઈ)ની ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવ બાબતે નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પી.આઈ, એક પી.એસ.આઈ., એક જમાદાર અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. સાથે આ બનાવની તપાસ માટેની ન્યાયિક ટીમો બનાવી તપાસ ચાલી રહી છે. આદિવાસી યુવાનોનાં શંકાસ્પદ મૃત્યુનાં તપાસમાં ભીનુ સંકેલાય નહીં તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તે માટે ડાંગનાં લોકોએ ડાંગ બંધને સજ્જડ સમર્થન આપતા જિલ્લો બંધ રહ્યો હતો.
ડાંગના વેપારીઓએ દુકાનો બંધ રાખી
કસ્ટડીયલ ડેથ મામલે આજે ડાંગના તમામ વેપારીઓએ સજ્જડ રીતે બંધ પાળ્યો છે. આજે શામગહાન, સાકરપાતળ, વઘઇ, સુબિર, આહવા, સાપુતારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દુકાનો બંધ જોવા મળી હતી. સવારથી જ ડાંગ બંધને પ્રચંડ પ્રતિસાદ સાથે વેપારીઓએ દુકાનો નહીં ખોલવાનો નિર્ણય કર્યો હતો.

ડાંગ બંધને પગલે જોવાલાયક સ્થળો એક દિવસ માટે બંધ રખાયા
ડાંગ બંધને લઈ જિલ્લાનાં તમામ જોવા લાયક સ્થળો સ્થાનિક મંડળીઓ દ્વારા બંધ રાખવામાં આવ્યા હતા. જેના પગલે દૂરથી ફરવા આવેલા પ્રવાસીઓ અટવાયા હતા. વઘઇનો ગીરાધોધ સહિત, વઘઇ બોટાનિકલ ગાર્ડન તેમજ ગિરિમથક સાપુતારામાં પણ લારી ગલ્લા એસોસિએશન દ્વારા સજ્જડ રીતે બંધ પાળતા સન્નાટો વ્યાપી ગયો હતો.
કોઈ પણ જાતનાં દબાણ વગર પ્રથમ વખત ડાંગ બંધને લોકોનું સમર્થન
સોમવારે ડાંગ બંધનાં નિર્ણયને લઈને ભાજપ-કોંગ્રેસનાં આગેવાનો તેમજ અન્ય પાર્ટીનાં આગેવાનોએ બંધને લઈ અલ્ટીમેટમ આપી દીધુ હતુ. આ ઉપરાંત વેપારી એસોસિએશન દ્વારા પણ બંધ પાળવાને લઈ સમર્થન આપવામાં આવ્યુ હતુ.

આગેવાનોએ મૃતક યુવાનોના પરિવારની મુલાકાત કરી
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર બાબુરાવ ચૌર્યાએ મૃતકનાં પરિવારની મુલાકાત લઇ જણાવ્યું હતું કે ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને તેઓ વખોડી કાઢે છે. આદિવાસી સમાજ જોડે આ ઘટના બની છે. આવનારા સમયમાં બીજા સમાજનાં પરિવાર જોડે આ ઘટના ન બને તે માટે આજે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને જેને લોકોએ સમર્થન આપ્યું છે. તેઓ મૃતકના પરિવારને આર્થિક તેમજ ન્યાયિક મદદ કરશે. જોમૃતક પરિવારને ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.