Vadodara

પ્રો.શર્મિષ્ઠા સોલંકીએ શિ. સમિતિના સભ્યની ઉમેદવારી નોંધાવતા વિવાદ

વડોદરા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટણીમાં ભાજપમાંથી સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર શર્મિષ્ઠા સોલંકીએ ઉમેદવારી નોંધાવતા વિવાદ સર્જાયો છે. ભાજપના દલિત સમાજના કાર્યકરોએ વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે જેઓ ભારતમાં રહીને પાકિસ્તાનમાં જઈને પાકિસ્તાનના વખાણ કર્યા છે તેવા લોકોને ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર બનાવતા વિવાદ સર્જાયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 6 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજનાર છે જ્યારે 23 જુલાઇના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો.

ત્યારે ભાજપ ૧૨ ઉમેદવારોને નામો જાહેર કર્યા હતા. 30 તારીખે ફોમ પાછું ખેંચવાનું છેલ્લો દિવસ છે ચૂંટણી જાહેર થતા વિવાદ અને વિરોધનો વંટોળ શરૂ થઈ ગયું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપ માંથી ઉમેદવારી કરનાર શર્મિષ્ઠા સોલંકી જે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે ફરજ નિભાવી છે. તેમને ઉમેદવારી સામે ભાજપના દલિત કાર્યકર્તાઓએ વિરોધ નોંધાયો છે. જણાવ્યું છે કે ભારત દેશમાં રહીને ભારત વિરોધી શર્મિષ્ઠા સોલંકી નિવેદન આપ્યું હતું.

2019માં પાકિસ્તાનના લાહોર શહેરમાં એક કોન્ફરન્સમાં ભાગ લઈને પરત આવી છે. UNESCO ધારા સાઉથ એશિયાના દેશોમાં લઘુમતી સમાજના લોકોનો અધિકાર અને જીવનધોરણ ઉપર એક દેશોમાંથી રિસર્ચ અને સંશોધન કરતા સ્કોલર યુવક-યુવતીઓને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પપૌત્ર રાજરત્ન આંબેડકર પણ ભાગ લીધો હતો. પાકિસ્તાનમાં તેમની ખૂબ સારી આગતા સ્વાગત કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં તેમને ભારત વિરોધી બોલી પાકિસ્તાનના ભરપેટ વખાણ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન ખુબ શાંતિ પ્રિય દેશ છે. અને તે ભારત સાથે ભાઈચારો રાખીને જ રહેવા માગે છે પરંતુ ભારતના રાજકારણીઓ અને જમણેરી વિચારધારા રાજકીય પક્ષોના નેતાઓ ભારત-પાકિસ્તાનના સંબંધો સારા થાય એમ ઇચ્છતા નથી. ભારત કરતાં પાકિસ્તાનમાં લઘુમતીઓને સારી અને સુંદર સુરક્ષા અને સલામતી મળે છે ભારતમાં હિન્દુ વાદી પક્ષો પાકિસ્તાનનો ખોફ બતાવી મતોનું વિભાજન અને ધ્રુવીનીકર્ણ કરી સત્તા નું સુખ ભોગવી રહ્યા છે. જ્યારે પાકિસ્તાનમાં જઈને જુઓ તો સાચા અર્થમાં ખબર પડે કે પાકિસ્તાન કેટલો શાંતિપ્રિય દેશ છે. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ,ઈસાઈ, બૌદ્ધ, જૈન વગેરેના અધિકારોનો ખૂબ સારી રીતે રક્ષણ થાય છે.

વાસ્તવમાં ભારતમાં અનુસૂચિત જાતિ સમાજ પર જ અત્યાચારો થાય છે તેની સામે ગુનેગારોને કોઈ સજા થતી નથી. એટ્રોસિટી એક્ટ નો અમલ થતો ન હોવાથી અનુસૂચિત જાતિના વ્યક્તિને કોઈ ફાયદો ભારત અને ગુજરાતમાં થતો નથી. દલિત અત્યાચાર કરનાર આરામથી છૂટી જાય છે અને જમીન મળી જાય છે એવો લુલો અને લંગડો કાયદો આ સરકાર સમયમાં બની ગયો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્મિત ભારતના બંધારણને આ લોકો છેડછાડ કરી બદલી નાંખવા માગે છે. આજે ભારતનાં બંધારણનું ઘોર અપમાન એવા અપવમાનના થાય છે.તેવા નિવેદનો આપતા ભાજપના દલિત સમાજના કાર્યકર્તાઓએ એમાં ઉમેદવારી કરનાર શર્મિષ્ઠા સોલંકી સામે વિરોધ નોંધાવતા વિવાદ સર્જાયો છે.

મહામંત્રી સુનિલ સોલંકી પર આક્ષેપ

શહેરના મહામંત્રી સુનિલ સોલંકી પર દલિત સમાજના કાર્યકર્તાઓએ આક્ષેપ લગાવ્યો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ તેઓએ પોતાના માનીતા ચહેરાઓને લેવામાં આવ્યા છે, જે પોતે શિક્ષક છે અને ભાજપના પાયાના કાર્યકર્તાઓ છે તેઓને ચૂંટણીમાં ઉમેદવારી ભાજપે કરાઈ નથી જેઓ 12 પાસ છે જેવો એફ.વાય.બી.કોમ નો અભ્યાસ કર્યો છે જેઓ ગ્રેજીયુએટ જ છે એવા લોકોની નિમણૂક કરવામાં આવી છે. શિક્ષિત લોકોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓછા ઉમેદવારો ચૂંટણીમાં ઉમેદવારી કરવામાં આવી છે. અગાઉ જે પ્રમાણે યુવા મોરચામાં પણ માનીતા ચહેરાઓને લેવામાં આવતા અનેક જૂના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. જેમાં યુવા મોરચામાં એક જ વિધાનસભા અકોટામાં થી 6 જેટલા કાર્યકર્તાઓની યુવા મોરચામાં નિમણૂક કરવામાં આવી હતી.

બક્ષીપંચ મોરચા માં જે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે તેઓને પણ નિમણૂક કરવામાં આવી છે. તેના માનીતા લોકોને લેવામાં આવે છે જે લોકો સક્ષમ છે તેઓને લેવામાં આવતા નથી. યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ તેની નિમણૂક કરવામાં આવી છે તે અગાઉ શહેર વિધાનસભા સહ ઇન્ચાર્જ તરીકે હતા તેને  યુવા પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી .સક્ષમ ઉમેદવાર લેવામાં આવતા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ત્યારથી જ યુવા મોરચા સહિતના મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ નામ નક્કી કરી દેવામાં આવ્યા હતા. શહેર મહામંત્રી સુનિલ સોલંકી કે એ લોકોને જ મોરચામાં નિમણૂક કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આક્ષેપ તદ્દન ખાેટા છે : પ્રો.શર્મિષ્ઠા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર શર્મિષ્ઠા સોલંકી વિવાદ અંગે જણાવ્યું હતું કે મારી પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ મારી પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. પાકિસ્તાનના લાહોરમાં કોન્ફરન્સમાં હું ગઈ હતી પરંતુ ભારત વિરોધી હું કઈ બોલી નથી મારો એ વિષય હતો નહીં મારો વિષય હતો હાસ્યની બહાર જે જાતિ આવેલી છે તેઓના બંધારણીય હક્કો કયા કયા છૅ ભારત ના બંધારણ વિશે બોલવાનું હતુ નહિ કે માર હિંદુ મુસ્લિમ કે પાકિસ્તાન પર. હાસ્ય ની બહાર જે દલિત સમાજ આવેલો છે તેના બંધારણીય અધિકાર કયા કયા છે રિઝર્વેશન માં. લોકોને શું ફાયદો થાય છે .

જેમ કે આપણા પૂર્વ મેયર અને શહેરના મહામંત્રી સુનિલ સોલંકી જેઓ વાલ્મીકિ સમાજ માંથી આવે છે અને તેઓ વડોદરા શહેરના મેયર પણ બન્યા છે અને મહિલાઓને સમાંતર હક પણ મળે છે. જેમાં ઇન્દિરા ગાંધી સહિત અનેક મહિલાઓ દેશ ને આગળ વધારવામાં કામ કર્યું છે. મને એક એક્સપર્ટ તરીકે બોલાવવામાં આવી હતી. મારા પિતા પોતે સામાજિક કાર્યકર છે અને મારી માતા પોતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં  સફાઈ કર્મચારી હતા જેઓ બે વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા છે. મને દિલ્હીમાં અટલ સ્મૃતિ સન્માન 2020 એવોર્ડ પ્રાપ્ત થયો છે. શિક્ષણ મંત્રી દ્વારા ચાઇલ્ડ પ્રોટેક્શન અને ચાઇલ્ડ એજ્યુકેશન માટે સન્માનિત કરવામાં આવી છે. ભારત સરકારની સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ મહિલા સ્ત્રી સશક્તિકરણ અને વાસમો જેવી સંસ્થાઓમાં કામ કરેલું છે.

Most Popular

To Top