આસામ મિઝોરમ બોર્ડર પર હિંસા: આસામના 6 પોલીસ જવાન શહીદ, 50 ઘાયલ

ગોવાહાટી: આસામ-મિઝોરમ (Assam-Mizoram) બોર્ડર પર આસામના સુરક્ષા દળો (Security force) અને મિઝોરમના નાગરિકો વચ્ચે ઘર્ષણ થતાં ફાયરિંગ થયું છે. આ હિંસામાં આસામ પોલીસના 6 પોલીસ જવાન (Policeman) શહીદ થયા હતા. ખુદ આસામના મુખ્યમંત્રી હિંમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તે જ સમયે, હિંસામાં કચરના એસપી સહિત ઓછામાં ઓછા 50 જવાન ઘાયલ થયા છે. બીજી તરફ મિઝોરમના ગૃહ પ્રધાને પણ આ સમગ્ર મામલે પોતાનો પક્ષ આપ્યો છે.

પૂર્વોત્તરના બે રાજ્યો આસામ અને મિઝોરમ વચ્ચે સરહદ પર જારી હિંસામાં આસામ પોલીસના છ જવાનોના મોત થયા છે. અસમના મુખ્યમંત્રી હિંતમ બિસ્વા સરમાએ ટ્વીટ કરતા આ વાત જણાવી છે. તેમણે કહ્યુ- મને તે જાણ કરતા ખુબ દુખ થઈ રહ્યુ છે કે અસમ-મિઝોરમ સરહદ પર અમારા રાજ્યની બંધારણીય બોર્ડરની રક્ષા કરતા અસમ પોલીસના છ જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. 

અસમ તરફથી સ્થાનીક લોકોએ આરોપ લગાવ્યો કે, લાકડી, રોડ અને ત્યાં સુધી કે રાઇફલોથી લેસ થઈને અનેક ઉપદ્રવીઓએ લૈલાપુરમાં અસમ પોલીસના કર્મીઓ પર હુમલો કર્યો અને કાર્યાલય સંબંધિત વાહનો સહિત ઘણા વાહનોને ક્ષતિગ્રસ્ત કરી દીધા. તેમણે દાવો કર્યો કે ઉપદ્રવીઓએ અસમ પોલીસકર્મીઓ પર ગોળી ચલાવી, પરંતુ તેની તત્કાલ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ બાદમાં મુખ્યમંત્રીએ છ જવાનોના મોતની પુષ્ટિ કરી છે.  ફાયરિંગ અને પથ્થરમારામાં કચરાના પોલીસ અધિક્ષક નિમ્બલકર વૈભવ ચંદ્રકાંત સહિત ઓછામાં ઓછા 50 જવાન ઘાયલ થયા છે.

બીજી તરફ આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ અંગે બોલતા મીઝોરમના ગૃહ પ્રધાન લાલચમલિયાનાએ જણાવ્યું હતું કે આસામ પોલીસના આઈજીની આગેવાની હેઠળ આશરે 200 સશસ્ત્ર આસામ પોલીસ કર્મચારી આજે વૈરેંગટે ઓટો રિક્ષા સ્ટેન્ડ પર આવ્યા હતા. તેઓએ ત્યાં ફરજ બજાવતા સીઆરપીએફ જવાનોની ડ્યુટી ચોકી પાર કરી હતી અને મિઝોરમ પોલીસની ફરજ પોસ્ટને નુકસાન પહોંચાડ્યું હતું.

જણાવી દઈએ કે અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાએ સોમવારે મિઝોરમના પોતાના સમકક્ષ ઝોરમથાંગાને પૂર્વોત્તરના બે રાજ્યો વચ્ચે સરહદ પર જારી હિંસાને લઈને વાત કરી અને મતભેદ દૂર કરવા માટે આઇઝોલના પ્રવાસનો પ્રસ્તાવ રાખ્યો છે. બંને મુખ્યમંત્રી ટ્વિટર પર આમને-સામને થઈ ગયા હતા, જેણે શનિવારે શિલોંગમાં પૂર્વોત્તર રાજ્યોના સરહદ વિવાદ પર એક બેઠક કરી હતી. 

Related Posts