Vadodara

ધો 9 થી 11ના ઓફલાઇન વર્ગોમાં છાત્રોની પાંખી હાજરી

વડોદરા: રાજ્ય સરકારે કોરોનાની અસર ઓછી થતા ક્રમશ શાળા ખોલવાની મંજૂરી આપતા શિક્ષણ વિભાગ દ્વારા કોલેજો અને ધોરણ 12 બાદ ધો-9થી11ના વર્ગો 50 ટકા સંખ્યાથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો તે મુજબ વડોદરા શહેર-જિલ્લા ની 300 કરતા  વધુ  શાળાઓમાં સોમવારથી ધો.9 થી ધો.11નું ઓફલાઇન શિક્ષણકાર્ય શરુ થયું હતું.જોકે સ્કૂલોમાં માંડ 10 થી 15 ટકા હાજરી જોવા મળી હતી.આમ કોરોનાની બીજી લહેર બાદ સ્કૂલોમાં પાંખી હાજરી સાથે શિક્ષણકાર્ય શરુ થવા પામ્યું છે.

શિક્ષણ બોર્ડના નિર્ણય મુજબ હાલમાં ધો.12નું શિક્ષણકાર્ય તો સ્કૂલોમાં ચાલી જ રહ્યુ છે.પણ તેમાંય માંડ 20 થી 30 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે. કેટલીક શાળાઓમાં 50 ટકા સુધી વિદ્યાર્થીઓ ભણવા આવી રહ્યા છે.જોકે એ પછી શાળા સંચાલકોએ કરેલા દબાણ બાદ રાજ્ય સરકારે તાજેતરમાં જ 26 જુલાઈથી ધો.9 થી 11ની સ્કૂલો શરુ કરવાની જાહેરાત કરી હતી.જેના પગલે વડોદરાની સ્કૂલો પણ ધો.9 થી 11નું શિક્ષણકાર્ય શરુ કરવા માટે સજ્જ બની છે. જેમાં પહેલા દિવસે માંડ 10 થી 15 ટકા હાજરી જોવા મળી હતી.અગાઉ પણ જ્યારે સ્કૂલો શરુ કરાઈ હતી.

વાલીઓ ઓન થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને વિધાર્થીઓને શાળાએ મોકલવા માટે અપનાવી રહ્યા છે. દરેક શાળામાં અત્યારે આવી જ સ્થિતિ જોવા મળી હતી અને ફરી એ જ દ્રશ્યો સર્જાયા હતા.કોરોનાના કેસોમાં વધારો નહીં થાય તો એકાદ મહિનામાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. આજથી શરૂ થયેલા શૈક્ષણિક કાર્યમાં વિદ્યાર્થીઓએ  વર્ગમાં શિક્ષણ મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top