Vadodara

સ્ટ્રિટ વેન્ડર્સને અન્યત્ર ધંધા માટે જગ્યા ફાળવવા માંગ કરી

પાદરા: પાદરામાં નગરપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને વિવિધ જગ્યાઓ પરના દબાણો દૂર કરતા પાદરા લારીગલ્લા ધારકો એ પાલિકા દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ કરવામાં આવે અને આજીવિકા માટે વેન્ડર્સ ને ધંધો કરવા જગ્યા ફાળવવામાં આવે તીવી માંગ કરી હતી. પાદરા નગરના વિવિધ વિસ્તારના લારીગલ્લા કેબીન ધારકો વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે ભેગા થયા હતા અને પાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને વિવિધ જગ્યાઓ પરના દબાણો દૂર કરવામાં આવેલ હતા. જેના વિરોધમાં કલેકટર કચેરી પાસે વેન્ડર સર્ટીફિકેટ સળગાવી લેખિત રજુઆત કરી સુત્રોચ્ચાર કર્યા હતા.

પાદરા નગરપાલિકા દ્વારા ગત અઠવાડિયે લારીગલ્લા ધારકોને 3 દિવસની નોટિસ આપીને કોરોનાના સમયમાં પાલિકાએ દબાણો દૂર કરી અમાનવીય વર્તન બતાવ્યું છે જેમાં કેબિનધારકોએ ગેરકાયદેસર ખસાડેલ વેંડર્સ ને જગ્યા ઉપર પાછા સ્થાપિત કરી કોરોનાની મહામારી માં ઠરાવ રદ કરી પૈસા લેવાનું બંધ કરે, જગ્યા પર ધંધો કરવા દે સ્ટિટ વેન્ડર ૨૦૧૪ લાગુ કરી , વેંડર્સ કમિટીને બહાલી આપી કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કરી ચૂંટાયાલા મહિલા સભ્યના પતિદેવોને તેમજ પ્રવક્તા મદદનીશને દૂર કરી રાત્રી બજારમાં સ્ટિટ વેંડર્સ ને પ્રાથમિકતા આપે સાથે સ્ટિટ વેંડર્સને પોલીસ હેરાનગતિ બંધ કરે તેવી રજૂઆત કરી હતી.

Most Popular

To Top