નવી દિલ્હી: (New Delhi) દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA Ajit Dobhal)ના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે ડોભાલના...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ પોલીસે (Police) ‘નો ટોબેકો’ (No Tobacco) ઓપરેશન અંતર્ગત પ્રદેશનાં વિવિધ વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર છાપો મારી લાખ્ખો રૂપિયાના...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાની ચિચીનાગાવઠા રેંજની વનકર્મીઓની (Forester) ટીમે નડગખાદી દાવદહાડ નજીકનાં માર્ગમાંથી ગેરકાયદેસર સાગી ચોરસા ભરેલ પીકઅપ વાનને ઝડપી પાડી...
સુરત: (Surat) સુરતના હજીરામાં (Hajira) આવેલી આર્સેલર મિત્તલ -નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લી.ના સ્ટીલ પ્લાન્ટ સામે સાયન્ટિફિક પ્રોસેસ વિના પ્રદૂષિત વેસ્ટ વોટર (Waste...
કામરેજ: ઘલુડી (Ghaludi) ખાતે ભાઈના ઘરે પતિ, બાળકો સાથે રહેતી બેનને ભાઈએ ચરિત્ર પર શંકાના (Doubt) લઈને ગળાના ભાગે કોઈતો મારી લોહીલુહાણ...
સુરત : (Surat) સુરત શહેરમાં એસીપી અને ડીસીપી એરકન્ડીશન ઓફિસની બહાર નીકળતા નથી. આ અધિકારીઓ વહીવટદારો સાથે વાત કરવા સિવાય જાણે કોઇ...
રાજપીપળા: ડર કે આગે જીત હૈ.. નાંદોદના 80 વર્ષના વૃદ્ધે આ ટેગ લાઈનને સાચી સાબિત કરીને બતાવી છે. બન્યું એવું કે નાંદોદ...
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી (Home minister) અમિત શાહના (Amit shah) એક ફોનથી તમિલનાડુના (Tamil Nadu) રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર અને તમિલનાડુની...
સુરત : (Surat) મધ્યરાત્રીએ ઝંખવાવથી (Zankhwav) નીકળી અમરોલી (Amroli) અંજની ઇન્ડસ્ટ્રીઝ નજીકથી વહેલી સવારે સુરત આવી રહેલા બે મિત્રોની બાઇક સ્લીપ (Bike...
મુંબઈ: બોલિવુડના મશહૂર સંગીતકાર બપ્પી લહેરીનું મંગળવારની રાત્રે 69 વર્ષની ઉંમરે દુ:ખદ નિધન થયું છે. કભી અલવિદા ના કહેના.. જેવું સુમધુર ગીત...
સુરત : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પદુકોણ આજે દિવસભર સુરતની મહેમાન બની હતી. જાણીતી ટેક્સટાઇલ બ્રાન્ડની સાડી માટે દીપિકાએ આજે સુરત એરપોર્ટ...
કર્ણાટકની ભાજપ સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજબ પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને હાઈ કોર્ટે પણ પોતાના વચગાળાના આદેશમાં તેને અનુમોદન આપ્યું, તેને કારણે...
આણંદ : આણંદના યુવાનોને રોજગારી મળે તે હેતુથી જિલ્લામાં 17મી અને 22મી ફેબ્રુઆરીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર,...
નડિયાદ: નડિયાદના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં પરંપરાગત રીતે સાકર વર્ષાની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી હતી. ...
વડોદરા : વડોદરા આર્કિટેક એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારોએ વુડાના સીઈઓ અધ્યક્ષતામાં બંધબારણે બેઠક યોજવામાં આવી હતી. એક કલાક બેઠકમાં પડતર પ્રશ્નો અંગે...
વડોદરા : રાજ્ય સરકારના શાળાઓમાં ઓફ લાઈન શૈક્ષણિક કાર્ય કરવા માટેની મંજૂરી આપવામાં આવતા વડોદરા શહેરની ખાનગી શાળાઓ દ્વારા શાળાની ફી ભરવા...
સુરત : (Surat) સુરત મહાનગર પાલિકાની (SMC) સામાન્ય સભામાં (General meeting) વિપક્ષના (Opposition) તમામ નગર સેવકો સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. તેમના...
મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (film industry) 80ના દાયકામાં ડિસ્કો મ્યુઝિકમાં (music) નામના મેળવનાર પ્રસિદ્ધ સંગીતકાર બપ્પી લહેરીનું (Bappi lahiri) 69 વર્ષની ઉંમરે દુ:ખદ...
તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’માં પહેલે પાને પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સરકારે લોકસભામાં રજૂ કરેલી માહિતી મુજબ દેશમાં ત્રણ વર્ષમાં કેન્સરના ૪૦...
વર્તમાન સરકાર દ્વારા વારંવાર કોંગ્રેસ સરકારની ફકત ભૂલો જ જોવામાં આવે છે અને એક પરિવારનો પક્ષ છે એમ કહીને શબ્દોની માયાજાળથી, ડાયલોગબાજી...
માનવ ઉત્પત્તિ સાથે જ વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પૂરક છે એમ કહીએ તો ખોટું નથી.હજુ પણ સમાજમાં કુરિવાજો અને અંધશ્રદ્ધા પ્રત્યે શ્રદ્ધા...
સૂરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરમાં ઘુસી જઇ ચપ્પુથી ગળું કાપી નાખ્યું તો બીજી તરફ લોકભારતી સ્કૂલના વિદ્યાર્થી ઉપર, એ જ...
પ્રતીક અને પ્રિયાના ૩૫ મા લગ્ન દિનની ઉજવણી હતી.બંને જણ વચ્ચે એટલો પ્રેમ હતો કે સ્વજનો અને મિત્રવર્તુળમાં વાત પ્રખ્યાત હતી કે...
મુબંઈ : મશહુર સિંગર બપ્પી લહેરીનુ (Bappi Lahiri) આજે નિધન થયું છે. બપ્પી લહેરીની અણધારી વિદાયથી મ્યુઝિક ઈન્ડ્સ્ટ્રીને(Music Industry) મોટી ખોટ પડી...
કર્ણાટકની એક કોલેજે માથા પર હિજાબ પહેરવા બદલ મુસ્લિમ છોકરીઓને ભણવા માટે પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો ત્યાર પછીના થોડા દિવસથી શાળાઓ અને...
રાજકોટ કમિશનકાંડને લઈ હાલમાં જે વિવાદની સાથે આરોપો થઈ રહ્યા છે,તેની પાછળ પણ ભાજપનું આંતરિક રાજકારણ છે તે હવે ખાનગી રહ્યું નથી....
ભારતે સોમવારે ચીની લીંક ધરાવતા વધુ ૫૪ મોબાઇલ એપ્સને બ્લોક કર્યા હતા જેમાં ગેમિંગ એપ્લિકેશન ગેરેના ફ્રી ફાયર ઇલ્યુમિનેટ, ટેનસેન્ટ શ્રાઇવર, નાઇસ...
બોલિવૂડના પ્રખ્યાત ગાયક-સંગીતકાર બપ્પી લાહિરીનું મંગળવારે રાત્રે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે. બપ્પી દા તરીકે ઓળખાતા સંગીતકાર 69 વર્ષના...
સુરત: (Surat) વેસુ વીઆઇપી રોડ ઉપર આવેલા કિયા સ્પામાં (Spa) પોલીસે પાડેલી રેડમાં (Police Raid) મસાજના નામે ચાલતા દેહવિક્રયના ગોરખધંધામાં સ્પાના માલિક...
સુરત: (Surat) સુરતમાં ગ્રીષ્મા (Grishma) વેકરીયાની એકતરફી પ્રેમમાં ફેનિલ (Fenil) ગોયાણીએ જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા (Murder) કરી હતી. આ ઘટનાના પડઘા...
આજે બેંક હોલીડે? શનિવાર, 23 મેના રોજ SBI, HDFC સહિત બેંકો ખુલ્લી રહેશે કે બંધ? જાણો RBIના નિયમો
ઓડિશામાં 1500 સીટના યોગ અને મેડિટેશન હોલ પાછળ કોણ છે રાસેશ્વરી દેવી? જાણો આધ્યાત્મિક નેતૃત્વની સંપૂર્ણ કહાની
પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભાનું પુનઃમતદાનનું પરિણામ આવતી કાલે જાહેર થશે
GTUની 28 મેની પરીક્ષા બકરી ઈદના કારણે સ્થગિત
હરણીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ‘અમરદીપ ઇન્ફીનિટી’માં મોટી દુર્ઘટના, 5 મા માળેથી પટકાતાં શ્રમિક યુવાનનું મોત
ત્રણ વખતમાં ₹5 સુધી મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ!
દિલ્હી-NCRમાં ઝાપટેદાર વરસાદથી વાતાવરણ ખુશનુમા
વડોદરા : ગોવાથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પર્દાફાશ, રૂ.96.59 લાખના દારૂ સાથે રૂ.1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત
હમજાના જનાજામાં પણ ‘અજ્ઞાત’નો ખૌફ
ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પની હત્યાની સાજિશનો ખુલાસો
લેહમાં મોટો સૈન્ય હેલિકોપ્ટર અકસ્માત ટળ્યો!
પંજાબમાં રસ્તાઓ પરથી રખડતા શ્વાન ને હટાવવાની કાર્યવાહી વચ્ચે સોનુ સૂદની અપીલ!
પીએમ મોદીની બેઠકમાં મંત્રાલયોના ‘રિપોર્ટ કાર્ડ’ રજૂ!
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ભારે બખેડો!
અમેરિકી ગુપ્તચર વિભાગની ચીફ તુલસી ગબાર્ડે આપ્યું રાજીનામું
મણિપુરમાં ફરી ભડક્યો જાતીય તણાવ
ઈરાન પર ફરી હુમલાના વિરોધમાં UAE-સાઉદી-કતાર એકસાથે! ટ્રમ્પને ‘કૂટનીતિને તક આપો’ની અપીલ
રાજકીય ગરિમા વિરુદ્ધ સિસ્ટમ સામેનો કટાક્ષ: લોકશાહીની બદલાતી તસવીર
પાકિસ્તાન સાથે શાંતિ વાર્તા માટે RSSની હાકલથી સૌ આશ્ચર્યમાં
યુવાવર્ગના આક્રોશનું પરિણામ કોકરોચ જનતા પાર્ટી રાજનેતાઓ સામે લાલબત્તી છે
‘અમેરિકા ફર્સ્ટ’, પરંતુ ‘ઈન્ડિયા ફોરવર્ડ’! માર્કો રૂબિયોની પ્રથમ ભારત મુલાકાત બની શકે ઐતિહાસિક
ગુજરાતી માતૃભાષા વિસારતિ લાગે છે
‘હેલો ગ્રીનલૅન્ડ!’ ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું બદલાયું ફોકસ, હવે અહીં પણ તેલના મોટા ખેલ પર નજર
કૂતરાનું ન્યુસન્સ આસાનીથી દૂર થઈ શકે
પ્રેમી સાથે ભાગવા સગીરાએ રચી ફિલ્મી સાજિશ! ઘરમાં મર્ગાનું લોહી ફેલાવી બનાવ્યો હત્યાનો નાટક
લોકશાહીમાં ‘ફ્રી પ્રેસ’ના સવાલો કેમ જરૂરી?
દેશ આર્થિક સંકટમાં-વડા પ્રધાનનું લોકોને સંબોધન
શાકભાજીના છોડા
SRH vs RCB મેચ બાદ વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે તંગદિલી! હાથ પણ ન મળાવ્યાનો VIDEO વાયરલ
આ છે આપણા સેવક
નવી દિલ્હી: (New Delhi) દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA Ajit Dobhal)ના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે ડોભાલના ઘરની બહાર સતર્ક સુરક્ષા દળોએ તેને ગેટ પર રોક્યો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિના શરીરમાં એક ચિપ હતી. આ ચીપ બહારથી કોઈ અન્ય વ્યક્તિ નિયંત્રિત કરી રહ્યું હતું. જ્યારે સુરક્ષાકર્મીઓએ (Security) તેને પકડી લીધો ત્યારે તે હાસ્યજનક રીતે વાત કરી રહ્યો હતો. તે બડબડાટ કરી રહ્યો હતો કે તેને અજીત ડોભાલને મળવું છે. તે મારી સમસ્યા હલ કરી શકે છે. દિલ્હી પોલીસ માની રહી છે કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોઈ શકે છે. તપાસ એજન્સીઓ આગળની કાર્યવાહી કરી રહી છે અને ડોભાલના ઘરમાં પ્રવેશવાનો ઈરાદો જાણવાનો પ્રયાસ કરી રહી છે.
બુધવારે સવારે લગભગ 7.45 વાગે એક વ્યક્તિએ NSA અજીત ડોભાલના ઘરમાં બળજબરીથી કાર સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ તેને ગેટ પર રોક્યો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો. હવે તે દિલ્હી પોલીસના કબ્જામાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે બેંગલુરુનો નિવાસી છે. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાયું છે. તે વ્યક્તિએ જણાવ્યું હતું કે તેના શરીરમાં એક ચિપ છે જેને દૂર બેઠેલી કોઈ વ્યક્તિ ઓપરેટ કરી રહી છે. જો કે શોધખોળ દરમિયાન તેના શરીરમાં કોઈ ચિપ મળી ન હતી. દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસેથી મળી આવેલી કાર ભાડાની છે.
અજીત ડોભાલની કામગીરી
ઉત્તરાખંડના પૌડી ગઢવાલામાં જન્મેલા અજિત ડોભાલ કેરળ કેડરના IPS અધિકારી છે. 1972માં તેઓ ભારતની જાસૂસી એજન્સી આઈબીમાં જોડાયા હતા. જાસૂસ બનીને તેઓ સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં પણ રહ્યા હતા. ઓપરેશન બ્લૂ સ્ટાર, ઓપરેશન બ્લૂ થન્ડરમાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. 2019ના રોજ થયેલા પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાન સામે બદલો લેવાના પ્લાનની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનએસએ અજિત ડોભાલને સોંપી હતી. ડોભાલે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી અને વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં આતંકી ઠેકાણાંને ઉડાવ્યા હતા.
જણાવી દઈએ કે અજિત ડોભાલ ઘણાં આતંકી સંગઠનોના ટાર્ગેટ પર છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં જૈશના આતંકીની પાસેથી ડોભાલની આફિસની રેકી કરવાનો વીડિયો મળ્યો હતો. આ વીડિયોને આતંકીએ પાકિસ્તાની હેન્ડલરને મોકલ્યો હતો. એ પછી ડોભાલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અજીત ડોભાલ દિલ્હીના જનપથ વિસ્તારમાં રહે છે. NSAની રચના બાદ ડોભાલને Z પ્લસ સુરક્ષા મળી હતી. ડોભાલના બંગલાની નજીક પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નિવાસસ્થાન છે.