Sports

SRH vs RCB મેચ બાદ વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે તંગદિલી! હાથ પણ ન મળાવ્યાનો VIDEO વાયરલ

IPL 2026માં Sunrisers Hyderabad અને Royal Challengers Bengaluru વચ્ચે રમાયેલી હાઈવોલ્ટેજ મેચ બાદ એક એવો ક્ષણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મેચ દરમિયાન RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને SRHના ઓપનર ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. હવે મેચ પૂરી થયા બાદ બંને ખેલાડીઓએ એકબીજા સાથે હાથ ન મળાવ્યો હોવાનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Virat Kohli અને Travis Head વચ્ચેની આ ઘટનાએ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ બંને ખેલાડીઓની બોડી લેંગ્વેજ અને મેચ દરમિયાન થયેલી ટકરાર અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.માહિતી મુજબ મેચ દરમિયાન ટ્રેવિસ હેડ આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો. તે સમયે વિરાટ કોહલી અને હેડ વચ્ચે કંઈક વાતચીત થઈ હતી, જેના બાદ બંને ખેલાડીઓ થોડા ગરમાયેલા દેખાયા હતા. મેદાન પર અમ્પાયરો અને અન્ય ખેલાડીઓએ વાત શાંત કરવાની કોશિશ કરી હતી.

મેચ પૂર્ણ થયા બાદ ખેલાડીઓ પરંપરા મુજબ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, પરંતુ વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ એકબીજાને અવગણતા દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય કેમેરામાં કેદ થતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો હતો. જયારે કેટલાક ચાહકોનું માનવું છે કે મેચ દરમિયાનની સ્પર્ધાત્મક ગરમીના કારણે આ સ્થિતિ સર્જાઈ હશે, જ્યારે કેટલાક લોકો તેને મોટી રાઈવલરી તરીકે પણ જોઈ રહ્યા છે. જોકે, હજુ સુધી બંને ખેલાડીઓ અથવા ટીમ મેનેજમેન્ટ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

આ મેચમાં Sunrisers Hyderabadએ Royal Challengers Bengaluruને હરાવી હતી, છતાં RCB પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. હવે બેંગલુરુની ટીમ ક્વોલિફાયર-1માં Gujarat Titans સામે ટક્કર લેવા તૈયાર છે.
Royal Challengers Bengaluru માટે આ મેચ ભલે હાર સાથે પૂર્ણ થઈ હોય, પરંતુ વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચેની આ ઘટના મેચ કરતાં વધુ ચર્ચામાં રહી છે. બીજી તરફ Sunrisers Hyderabadના ચાહકો ટ્રેવિસ હેડના આક્રમક અંદાજની પ્રશંસા કરી રહ્યા છે.

ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીનું આક્રમક વલણ નવું નથી. અગાઉ પણ અનેક વખત મેદાન પર વિરોધી ખેલાડીઓ સાથે તેમની તીખી ટક્કર જોવા મળી ચૂકી છે. ટ્રેવિસ હેડ પણ પોતાના નિડર અને આક્રમક રમત માટે ઓળખાય છે. આ કારણે બંને ખેલાડીઓ વચ્ચેની આ અથડામણ હવે IPL 2026ની ચર્ચિત ઘટનાઓમાં સામેલ થઈ ગઈ છે. મેચ બાદનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટપ્રેમીઓ સતત આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. હવે આવનારા પ્લેઓફ મુકાબલાઓમાં વિરાટ કોહલી પર સૌની નજર રહેશે.

Most Popular

To Top