Charchapatra

આ છે આપણા સેવક

હાલમાં 2026ની પશ્ચિમી બંગાળની ચૂંટણી સમાપ્ત થઈ એમાં ચૂંટાયેલા વિજેતા ઉમેદવારોનામાં દર્શાવેલ માહિતી મુજબ કુલ 212 ધારાસભ્યોમાંથી (1) 190 (65%)સામે ગુનાહીત કેસો નોંધાયેલા છે. (2) 58% ધારાસભ્યો સામે હત્યાનો પ્રયાસ તેમજ મહિલા વિરુદ્ધ ગંભીર ગાના નોંધાયેલ છે. (3) અન્ય ધારાસભ્યો 61 % જેઓ કરોડપતિ છે જેની સંપતિ રૂ. 3.63 કરોડ દર્શાવેલ છે. સાથે આપણા સેવક, અને કળી સેવા કરશે તે આ ઉજાગર થયેલ માહિતી બતાવે છે. નાના ગુના આચરનાર નિર્દોષ જાહેર થાય છે. જ્યારે આવા વ્યક્તિઓ બિંદાસ્ત રહે છે અને સેવક તરીકે ચૂંટાઈ આવે છે. આ છે આપણું ચૂંટણીતંત્ર લોકશાહીમાં લોકસભામાં ચૂંટાયેલ સદસ્ય, વિપક્ષો સહિત આવી વ્યક્તિ ચૂંટણી લડી ન શકે એવું બિલ લાવી કાયદો કેમ બનાવતો નહિ? આમને આમ જ ચાલતુ રહ્યું તો મેરા ભારત મહાન રહી શકશે?
અમરોલી, સુરત – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top